GSTV

CBSE શાળા સંચાલકો-સ્કૂલ વાહનો નફા માટે હાઇકોર્ટની ગાઇડલાઇન નું કરે છે ઉલ્લંઘન!

Last Updated on September 9, 2017 by

સ્કૂલ વાહનોના નામે વાહન ચલાવતા રીક્ષા ચાલકો અને શાળા સંચાલકો પોતાના નફા માટે તમામ નિયમોને નેવે મૂકીને પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. તમામ CBSE સંચાલીત શાળાઓ સ્કૂલ બસ કેવી હોવી જોઈએ તે નિયમનો કદાચ વાચ્યા જ નથી.

CBSE શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવે છે. નિયમોને નેવે મુકીને કેપેસીટી કરતા 4 ગણા બાળકોને સ્કૂલ વાનમાં ભરવામાં આવે છે. ત્યારે હાઇકોર્ટની ગાઇડ લાઇનનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે.

આરટીઓએ પણ સ્કૂલની આરટીઓ માન્ય બસમાં જ વાલીઓને પોતાના બાળકો મોકલવાં કહ્યું છે. તેમ છતાં પણ ગેરકાયદે ચાલતા વાહનોમાં વાલીઓ કદાચ સસ્તી ફીએ પોતાનાં બાળકોને સ્કૂલે મોકલવાં વેન અને રીક્ષાનો સહારો લે છે.

બીજી તરફ ઓછા પૈસા વધુ નફો કમાવા માંગતા વાહન ચાલકો બાળકોને ઘેઠા-બકરાની જેમ વાહનમાં ભરે છે. અને આખેરે ભોગવાનો વારો માસુમ ભવિષ્યના ચેહરાને આવે છે. વાહન વ્યવહારનાં મુદે લડત આપતા વકિલે આ મુદે મુખ્યપ્રધાન સુધી લેટર લખ્યાં છે.

જેમાં કોઈ જવાબ ન આપતા શિક્ષણ પ્રધાને જાણ કરવાનો જવાબ આપી દિધો, જો કે અનેક નિયમ છે પણ ન તો વેન ચાલક નિયમોનુ પાલન કરે છે ન તો સ્કૂલની બસો એક પણ નિયમનું પાલન કરે છે.

જે સ્કૂલોની પરીવહન માટે બસોની જરૂર હોઈ છે, તેને આર.ટી.ઓ પરવાનગી આપે છે. પણ વાલીઓને પોતાનાં ઘરેનાં આંગણથી ઓછા રૂપિયામાં વેન અને રીક્ષાચાલકો લઈ જાઈ છે. જ્યારે સ્કૂલોની બસો મોંઘી ફી વસૂલ કરે છે. અને નક્કી કરેલા પોઈન્ટ પરથી બાળકોને લઈ જાઈ છે.

જેના કારણે વાલીઓ આવી વેનમાં બાળકોને સ્કૂલે મોકલે છે. શહેરમાં ચાલતા આવા વાહનો પર ધ્યાન રાખવાનું કામ આરટીઓનું છે. અમદાવાદમાં આવી વેન અને રીક્ષા બે-ફામ ઘોડે છે. તેમ છતાં પણ આરટીઓએ પોતાના લૂલો બચાવ કર્યો. વાલીઓને સલાહ આપી, અને આવા વાહનમાં ન મોકલવાં ભલામણ કરી

કોર્ટ પોતાનો તો આદેશ કરી દિધો છે. ત્યારે તેનુ પાલન કરાવવું એ પોલીસ અને આરટીઓની જવાબદારી છે. પણ હપ્તારાજમાં બધુ લોલમ-લોલ ચાલે છે. નિયમ પાલન નથી થતા અને વારંવાર આવા અકસ્માતો બનતા રહે છે. અને દેશનું ભાવિ ભવિષ્ય બને છે.

 

Related posts

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો / કોના ઓઠા હેઠળ કરોડોનું ડ્રગ્સ મુંદ્રા પોર્ટ પર ઉતર્યું, સરકાર જવાબ આપે

Dhruv Brahmbhatt

અંગ્રેજો પેટ્રોલ માટે કરી રહ્યા છે ભાગમભાગ: બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલની અછત, 90 ટકા ફ્યુલ સ્ટેશન સદંતર ખાલી: પંપો પર સેનાને કરાશે તૈનાત

pratik shah

તમે વિચાર્યા પણ નહીં હોય એટલાં ગુજરાતી માછીમારો હજુ પણ પાકિસ્તાનની જેલમાં છે કેદ, સરકારે આપ્યો આ જવાબ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!