GSTV
Home » News » સીબીઆઈ બાદ સીવીસી પર પણ સવાલ, અસહયોગના આરોપને આલોક વર્માનો રદિયો

સીબીઆઈ બાદ સીવીસી પર પણ સવાલ, અસહયોગના આરોપને આલોક વર્માનો રદિયો

સીબીઆઈમાં ચાલી રહેલું આંતરીક ધમાસાણ હજી થંભવાનું નામ લઈ રહ્યું નથી. કેન્દ્ર સરકાર તરફથી ભલે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ફોર્સ લીવ પર મોકલવામાં આવ્યા હોય. પરંતુ હજીપણ બબાલ યથાવત છે. વિપક્ષ દ્વારા હવે નાગેશ્વર રાવને વચગાળાના નિર્દેશક બનાવવા મામલે સવાલ ઉભા કરવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે નાગેશ્વર રાવની નિયુક્તિ પહેલા સીવીસી અને એસસીસીએ સરકાર સાથે ચર્ચાવિચારણા કરી હતી. તેના ઉપર પણ હવે વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે. બીજી તરફ આલોક વર્મા અને રાકેશ અસ્થાનાનો મામલો હાલ કોર્ટમાં છે. જેના કારણે સરકાર દ્વારા આમા હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે સરકારનું માનવું છે કે આ વિવાદને રોકી શકાય તેમ હતો. જો કે સૂત્રો હાલ સરકાર તરફથી મુદ્દો સમાપ્ત થયો હોવાનું જ માની રહ્યા છે.

બુધવારે સીબીઆઈના સૂત્રોને ટાંકીને આવેલા અહેવાલોમાં દાવો કરાયો હતો કે નિર્દેશક આલોક વર્માએ સીવીસીની તપાસમાં યોગ્ય રીતે સહયોગ કર્યો ન હતો. હવે આલોક વર્માના નિકટવર્તીઓ દ્વારા આવા અહેવાલોને રદિયો આપવામાં આવ્યો છે. જ્યારે સીબીઆઈનું કહેવું છે કે તેમના તરફથી સીવીસીને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે કેટલીક ફાઈલો ઘણી મહત્વપૂર્ણ છે. આ મામલાઓ પર હાલ તપાસ ચાલી રહી છે. સીબીઆઈ ડાયરેક્ટરને ફોર્સ લીવ પર મોકલવાના મામલે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે સરકાર ઘણાં મામલાઓમાં હસ્તક્ષેપ કરી રહી હતી. તેમણે પોતાને રજા પર મોકલવાના સરકારના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે.

સીબીઆઈના સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના અને અન્ય કેટલાકની વિરુદ્ધ કથિતપણે મીટ કારોબારી મોઈન કુરૈશીની તપાસ સાથે જોડાયેલા સતીષ સાના નામના વ્યક્તિના મામલાને રફેદફે કરવા માટે લાંચ લેવાના મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેના એક દિવસ બાદ ડીએસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ મંગળવારે સીબીઆઈએ અસ્થાના પર ખંડણીખોરી અને ફોર્ઝરીનો મામલો પણ દાખલ કર્યો હતો. કેન્દ્ર સરકારે સીવીસીની ભલામણ પર બંને અધિકારીઓને ફોર્સ લીવ પર મોકલી દીધા છે. સીબીઆઈના વચગાળાના નિર્દેશક તરીકે નિયુક્ત કરાયેલા નાગેશ્વરરાવે ચાર્ચ સંભાળતાની સાથે જ અસ્થાનાના મામલા સાથે જોડાયેલા અન્ય 13 અધિકારીઓની ટ્રાન્સફર કરી છે.

 

 

Related posts

બિહારમાં બળવાનો સૂર, તેજસ્વી યાદવ રાજીનામું નહીં આપે તો આરજેડી તુટી જશે

Nilesh Jethva

સ્વિસ બેન્કે 11 ભારતીય ખાતાધારકોના નામો કર્યા જાહેર, જાણો તેમના નામો

Kaushik Bavishi

બાબા રામદેવનો મિલ્ક માર્કેટમાં ધમાકેદાર પ્રવેશ, 4 રૂપિયા સસ્તું આપશે દૂધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!