GSTV

સીબીઆઈ દરેક જગ્યાએ કાર્યવાહી કરી શકે સિવાય કે આ ત્રણ રાજ્યો

Last Updated on February 4, 2019 by Karan

સીબીઆઈને લઈ ફરી એક વાર હંગામો મચી ગયો છે. હંગામાનું સૌથી મોટું કારણ શારદા ચીટફંડ છે. કલકત્તાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારની પૂછતાછ કરવાની સીબીઆઈએ કોશિશ કરી. ગઈ કાલે સીબીઆઈની ટીમ પૂછતાછ કરવા માટે પહોંચી કે પશ્ચિમ બંગાળાની પોલીસે તેમની ધરપકડ કરી. જ્યાંથી પશ્ચિમ બંગાળાના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા થઈ.

મમતા બેનર્જી ધરણા પર બેસેલી છે અને કહ્યું છે કે આજે તે સુપ્રીમ કોર્ટ જશે. મમતા બેનર્જીને વિપક્ષનો પણ સાથ મળ્યો છે. ત્યાં બીજેપી કહી રહ્યું છે કે ગોટાળાને દબાવવા માટે મમતા તાનાશાહી પર ઉતરી આવ્યા છે. ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ સીબીઆઈની કાર્યવાહી નો વિરોધ કરતા કહ્યું હતું કે, કાનૂન વ્યવસ્થા રાજ્યનો વિષય છે. અમારે સીબીઆઈને બધુ શા માટે આપવું જોઈએ ? એમને પોલીસ કમિશ્નરના આવાસ પર કોઈ પણ કારણોસર કોઈ પણ પ્રકારના વોરન્ટ વિના આવવાનું આટલું મોટું દુસ્સાહસ ક્યાંથી મળ્યું એક વાત તો એ પણ છે કે સીબીઆઈએ કાર્યવાહી પહેલા સામાન્ય રજામંદી એટલે કે જનરલ કંસેટનું ઉલ્લંઘન કર્યું. સાથે જ વિપક્ષની પાર્ટીઓ એ સવાલ પણ ઉઠાવી રહી છે કે, સીબીઆઈએ વ્યાપમં ગોટાળા જેવી ઘટનાઓમાં તત્પરાતા શા માટે ન બતાવી ? મુકુલ રોય સાથે પૂછતાછ શા માટે કરવામાં નથી આવી રહી.

તમામ આરોપ-પ્રત્યારોપ વચ્ચે સવાલ એ ઉઠી રહ્યા છે કે આખરે સીબીઆઈ કેવી રીતે કાર્યવાહી કરે અને તેમની કાર્યવાહી પર શા માટે વિપક્ષની પાર્ટી સવાલ ઉઠાવી શકે ? સીબીઆઈ કેન્દ્રિય એજન્સી છે. એવો દાવો કરવામાં આવે છે કે એ સ્વતંત્ર એજન્સી છે. પણ વિપક્ષની પાર્ટીઓ તેને કેન્દ્રના ઈશારે કામ કરનારી એજન્સી માને છે.

આ દાવાને વધારે મજબૂત રીતે વિપક્ષની પાર્ટીઓ સુપ્રીમ કોર્ટની ટીપ્પણીનું ઉદાહરણ આપે છે. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સીબીઆઈ પિંજરામાં બંધ પોપટની માફક છે. જે પોતાના માલિકના સૂરમાં સૂર મિલાવે છે. જો કે સીબીઆઈ એવો દાવો કરે છે કે તે એક સ્વતંત્ર તપાસ એજન્સી છે. સીબીઆઈની સ્થાપના દિલ્હી સ્પેશિયલ પોલીસ ઈસ્ટેબ્લિશમેન્ટ એક્ટ 1946 અંતર્ગત થઈ હતી. જેના કારણે એજન્સી ભ્રષ્ટાચાર, હત્યા, અપહરણ, આતંકવાદી અપરાધ, રેપ, સંગઠિત અપરાધ જેવા પરંપરાગત અપરાધોના વિશે તપાસ કરતી હતી.

સીબીઆઈ દેશમાં કોઈ પણ જગ્યાએ કેન્દ્ર સરકારની ઓફિસમાં પણ કાર્યવાહી કરી શકે છે. તેને રાજ્યોમાં કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારની પરમિશન લેવી પડે છે. તમામ રાજ્યોએ સીબીઆઈને પોતાના રાજ્યમાં તપાસ કરવાની પરમિશન આપેલી છે. જો કે ગત્ત દિવસોમાં પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશની સરકારે કંસેટ પરત ખેંચી લીધો છે. કંસેટ પરત ખેંચવાનો અર્થ થયો કે હવે સીબીઆઈએ તપાસ કરતા પહેલા રાજ્ય સરકારની અનુમતિ લેવી પડશે. જો કે કોર્ટના આદેશ બાદ સીબીઆઈ કોઈ પણ જગ્યાએ તપાસ કરી શકે છે.

જો રાજ્ય ખૂદ કોઈ મામલામાં સીબીઆઈ તપાસની અપીલ કરે છે. તો કેન્દ્રિય ગૃહ મંત્રાલય પાસેથી અનુમતિ મળ્યા બાદ સીબીઆઈ તપાસ બેસાડી શકાય છે. જેમ કે હાલમાં જ ઉન્નાવ રેપની ઘટના સામે આવી ત્યારે યોગી આદિત્યનાથ સરકારે દબાણ બાદ કેન્દ્ર સરકાર પાસેથી સીબીઆઈ તપાસની અપીલ કરી હતી. જે પછી સીબીઆઈએ આરોપી કુલદીપ સિંહ સેંગરની ધરપકડ કરી.

READ ALSO

Related posts

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

BIG NEWS / રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા મહત્વનો નિર્ણય, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ

Dhruv Brahmbhatt

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!