GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

સુપ્રીમ કોર્ટનો મોદી સરકારને ઝટકો : સીબીઆઈના આલોક કુમાર વર્માની ફોર્સ લીવને કરાઈ રદ્દ

સીબીઆઈના નિદેશક આલોકકુમાર વર્માને તેમના અધિકારોથી વંચિત કરીને ફોર્સ લીવ પર મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણયના મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ રજા પર છે. જેને કારણે સુપ્રીમ કોર્ટની ખંડપીઠના અન્ય બે ન્યાયાધીશો આલોક વર્માની ફોર્સ લીવને પડકારતી અરજીના મામલે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફે ચુકાદો વાંચ્યો છે.

સીબીઆઈના નિદેશક આલોક વર્મા અને સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. આ મામલે સીબીઆઈની આંતરીક ખેંચતાણ વધતા કેન્દ્ર સરકારે સીવીસીની ભલામણના આધારે આલોક વર્મા અને રાખેશ અસ્થાનાને 23 ઓક્ટોબરે ફોર્સ લીવ પર મોકલ્યા હતા. કેન્દ્ર સરકારે તેની સાથે જ બ્યૂરોના સંયુક્ત નિદેશક એમ. નાગેશ્વરરાવને તપાસ એજન્સીના નિદેશકનો વચગાળાનો કાર્યભાર સોંપ્યો હતો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફની ખંડપીઠે ગત વર્ષ છ ડિસેમ્બરે આલોક વર્માની અરજી પર વર્મા, સીવીસી અને અન્યની દલીલો પર સુનાવણી પૂર્ણ કરતા કહ્યુ હતુ કે આના સંદર્ભે બાદમાં ચુકાદો આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એનજીઓ કામ કાજની અરજી પર પણ સુનાવણી કરી હતી. આ એનજીઓએ સુપ્રીમ કોર્ટના મોનિટરિંગમાં એસઆઈટી દ્વારા રાકેશ અસ્થાના સહીત તપાસ એજન્સીના તમામ અધિકારીઓ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનો અનુરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈની ગરિમાને જાળવી રાખવાના ઉદેશ્યથી કેન્દ્રીય વિજિલન્સ કમિશનના કેબિનેટ સચિવને મળીને પત્રમાં લગાવવામાં આવેલા આરોપોની તપાસ બે સપ્તાહની અંદર પૂર્ણ કરીને પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સીવીસીની તપાસનું મોનિટરિંગ કરવાની જવાબદારી સેવાનિવૃત્ત જસ્ટિસ એ. કે. પટનાયકને સોંપવામાં આવી હતી.

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!