GSTV
Home » News » સીબીઆઈ વિવાદ : CVC રિપોર્ટ પર વર્માને ખુલાસાઓ કરવાની અપાઈ તક

સીબીઆઈ વિવાદ : CVC રિપોર્ટ પર વર્માને ખુલાસાઓ કરવાની અપાઈ તક

ભારતની સૌથી મોટી તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની આંતરીક લડાઈના મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે. સીબીઆઈના ચીફ આલોક વર્મા દ્વારા તેમને ફોર્સ લીવ પર ઉતારવાના સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલામાં આલોક વર્મા પર લગાવાયેલા બે કરોડની કથિત લાંચ લેવાના આરોપ મામલે સીવીસી દ્વારા સીલબંધ કવરમાં તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટની નકલ સીબીઆઈના નિદેશક આલોક વર્મા અને સરકારી વકીલને આપવાનો આદેશ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કર્યો છે. સુપ્રીમ કોર્ટે હાલ આના સંદર્ભે કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. તેની સાથે જ આલોક વર્માને સોમવાર સુધીમાં સીલબંધ કવરમાં જવાબ દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટે તાકીદ કરી છે.

મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી સુનાવણીમાં નિર્ણય આપવામાં આવે તેવી શક્યતા છે. શુક્રવારની સુનાવણી શરૂ થતાની સાથે જ સીવીસી બાદ તપાસનું સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે મોનિટરિંગ કરી રહેલા સેવાનિવૃત્ત જસ્ટિસ પટનાયકે પણ પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો હતો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ છે કે સીવીસીએ દસ્તાવેજો સાથે સંપૂર્ણ રિપોર્ટની સોંપણી કરી છે. જો કે રિપોર્ટના કેટલાક મામલા બેહદ જટિલ છે. કેટલાક અન્ય આરોપો પર તપાસ થવી જરૂરી છે.

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ છે કે જો કેન્દ્ર સરકારને કોઈ મુશ્કેલી નહીં હોય, તો તેઓ આલોક વર્માના વકીલને રિપોર્ટની સીલબંધ નકલ આપશે. વર્માએ પણ સીલબંધ કવરમાં જવાબ આપવો પડશે. જો કે સુપ્રીમ કોર્ટે ફોર્સ લીવ પર ઉતારવામાં આવેલા સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેક્ટરને રિપોર્ટની નકલ નહીં આપવાનો આદેશ કર્યો છે. સીવીસીના રિપોર્ટમાં આલોક વર્માને કોઈ ક્લિનચિટ આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સીબીઆઈના વચગાળાના નિદેશક તરીકેની કાર્યવાહીમાં નાગેશ્વર રાવે કોઈપણ પ્રકારનો ખોટો નિર્ણય લીધો નથી.

સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણની એનજીઓ પર પણ આકરી ટીપ્પણી કરીને કહ્યુ છેકે એનજીઓ દ્વારા નાગેશ્વરરાવ દ્વારા કરવામાં આવેલા નિર્ણયો પર કોઈપણ પ્રકારના પુરાવા આપવામાં આવ્યા નથી. આ પહેલા બારમી નવેમ્બરે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીવીસીએ સુપ્રીમ કોર્ટમાં સીવીસી દ્વારા સીલ બંધ કવરમાં બે રિપોર્ટ સોંપવામાં આવ્યા હતા. સીવીસી દ્વારા સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવેલા બે અહેવાલોમાં આખા મામલાની તપાસનો રિપોર્ટ અને નાગેશ્વર રાવ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની યાદી છે. ફોર્સ લીવ પર મોકલવામાં આવેલા સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની સીવીસી સમક્ષ પેશી થઈ ચુકી છે.

આલોક વર્મા સામે રાકેશ અસ્થાના દ્વારા બે કરોડની લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે સીવીસી દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ભૂતપૂર્વ જસ્ટિસ એ. કે. પટનાયકની આગેવાનીમાં બનેલી તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી છે. તેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવ્યો છે. લાંચ કાંડના વિવાદમાં આરોપ-પ્રત્યારોપ વચ્ચે આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને 23 ઓક્ટબરે સુપ્રીમ કોર્ટે ફોર્સ લીવ પર મોકલી દીધા છે. વર્મા અને અસ્થાનાએ આ મામલામાં પોતાને ફોર્સ લીવ પર ઉતારવાના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

આલોક વર્મા અને રાકેશ અસ્થાનાએ સીવીસી કે. વી. ચૌધરીની આગેવાનીમાં બનાવવામાં આવેલી સમિતિ સમક્ષ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવીને ખુદનો બચાવ કર્યો હતો. રાકેશ અસ્થાના સામે પણ લાંચ કાંડમાં વળતા આરોપો લગાવાયા છે અને સીબીઆઈએ તેમની વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરી છે. પોતાની સામેની એફઆઈઆર રદ્દ કરવા માટે પણ અસ્થાનાએ કોર્ટમાં અરજી કરી છે.

સુપ્રીમ કોર્ટે 26 ઓક્ટોબરના પોતાના આદેશમાં સીવીસીને તાકીદ કરી હતી કે તેઓ બે સપ્તાહમાં આલોક વર્મા વિરુદ્ધ પોતાની તપાસ પૂર્ણ કરીને તેના રિપોર્ટની સોંપણી અદાલતને કરે. કેબિનેટ સેક્રેટરી તરફથી 24 ઓગસ્ટે વર્મા વિરુદ્ધ લખવામાં આવેલા પત્રમાં ભ્રષ્ટાચારના આરોપો વિરુદ્ધની તપાસ સીવીસીએ પૂર્ણ કરી છે.

Read Also 

Related posts

પ્રધાનમંત્રી બીજી વખત આ સંમેલનમાં ભાગ નહીં લે, આ વ્યક્તિ કરી શકે છે ભારતનું પ્રતિનિધિત્વ

Bansari

બ્રેક્ઝિટમાં બ્રિટનની સરકારને મળી પ્રથમ સફળતા, ડીલ હવે બની જશે કાયદો

Mayur

સોનિયા ગાંધી આ કોંગ્રેસના નેતા પર થયા જોરદાર નારાજ, આખરે નેતાએ આ ખુલાસો કરવો પડ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!