GSTV
Gujarat Government Advertisement

સુશાંત કેસ: દિશા સાલિયાન કેસ સાથે કનેક્શન અંગે સીબીઆઈ કરશે તપાસ

Last Updated on September 3, 2020 by pratik shah

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આપઘાતને 2 મહિના જેટલો સમય થવા આવ્યો છે છતાં તેના આપઘાત પાછળનું કોકડું ઉકેલાતું નથી જણાઈ રહ્યું. અને રોજે રોજ નવા ખુલાસો થઇ રહ્યા છે. સુશાંત આપઘાત કેસની તપાસ સીબીઆઈને સોંપ્યા બાદ હવે તપાસ સુશાંતની એક્સ-મેનેજર દિશાના મોત અંગે પણ તપાસ કરી શકે છે.

સુશાંત

અઠવાડિયા પહેલા થયું હતું દિશાનું મોત

ઉલ્લેખનીય છે કે સુશાંતના આપઘાતના એક અઠવાડિયા પહેલા જ સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનું પણ ભેદી સંજોગોમાં મોત થયું હતું. સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદ બંનેના મોત વચ્ચે કોઈ કનેક્શન હોવાની અટકળો તેજ થઇ ગઈ હતી.

સુશાંત-દિશાના મોતમાં કનેક્શન અંગે થશે તપાસ

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. સીબીઆઇ સુશાંત સિંહના મોત અને દિશા સાલિયાનની મોતનું કનેકશન અંગે તપાસ કરી રહી છે. સીબીઆઇ તે વાતની તપાસ કરશે કે શું દિશા સાલિયાનની મોતનું સુશાંતના કેસ સાથે કોઇ કનેકશન છે કે કેમ. તેના માટે સીબીઆઇ દિશા જે કંપનીમાં કામ કરતી હતી તે કોર્નર સ્ટોન કંપનીના સીઇઓની સીબીઆઇ દ્વરા પૂછપરછ કરવામાં આવી છે. આ ઉપરાંત તેના કર્મચારી બંટીની પણ પૂછપરછ કરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave

વેસ્ટમાંથી બેસ્ટ: અમદાવાદનો સૌથી મોટો કચરાનો ઢગ હવે વીજળી આપશે, પીરાણા ડમ્પિંગ સાઈટ પાસે વેસ્ટ ટુ એનર્જી પાર્ક બનાવ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!