સુશાંતસિંહ રાજપૂતના કેસમાં સીબીઆઈએ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે સીબીઆઈની તપાસ હજી ચાલુ છે. સીબીઆઈએ એક સમાચારને નકારી કાઢતાં કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસની તપાસ હજી ચાલુ છે.સીબીઆઈ દ્વારા સુશાંતસિંહ રાજપૂતની મોતની તપાસ કરવામાં ઘણા મહિનાઓ વીતી ચૂક્યા છે. તાજેતરમાં જ એઈમ્સનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં હત્યાના એંગલને નકારી કાઢવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવતું હતું કે સુશાંતસિંહ રાજપૂતનું મોત એ આત્મહત્યા છે. ત્યારબાદ સમાચાર આવ્યા હતા કે સીબીઆઈની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તે ટૂંક સમયમાં જ પોતાનો રિપોર્ટ રજૂ કરશે.

આ અંગે સીબીઆઈની તરફેણ કરતાં એક એજન્સીએ કહ્યું હતું કે ‘સુશાંતસિંહ રાજપૂતના મોત અંગેના કેસમાં સીબીઆઈ તપાસ હજું ચાલી રહી છે. મીડિયામાં ઘણા અહેવાલો છે કે સીબીઆઈ કોઈ એક ઉકેલ પર પહોંચી ગઈ છે, પરંતુ આ સમાચાર ખોટા છે. અને અમે આ સમાચારોને નકારી કાઢીએ છીએ.


ઉલ્લેખનીય છે કે તાજેતરના અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે સીબીઆઈએ તેની તપાસ પૂર્ણ કરી લીધી છે અને તે જલ્દીથી પટણા કોર્ટમાં તેનો રિપોર્ટ રજૂ કરશે. સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુ બાદ તેના પિતા કે કે સિંહે પટણામાં પાંચ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવેલી છે. ત્યારબાદ સુશાંતસિંહ રાજપૂતનાં મોતના મામલાની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવી હતી. સુશાંતસિંહ રાજપૂતનું નિધન 14મી જૂને થયું હતું. તે મુંબઈ સ્થિત તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
Read Also
- રિશી કપૂર અને ઇરફાન ખાન સહિત આ ભારતીય કલાકારોને શ્રદ્ધાંજલિ આપશે IIFA
- 20 હજાર રૂપિયા પગાર છે તો પણ તમે ખરીદી શકો છો કાર, નહીં પડે પોકેટ પર EMIનો ભાર
- સાઉથના આ સુપરસ્ટારની બોલીવુડમાં એન્ટ્રી, સાઇલન્ટ ફિલ્મથી શરૂ કરશે હિન્દી ફિલ્મોમાં કરિયર
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ કોંગ્રેસને પક્ષપલ્ટાનો ડર, ‘પક્ષ છોડીને જઇશું નહીં’ તેવી બાંહેધરી બાદ જ વિપક્ષ ફાળવશે ટિકિટ
- હવે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા, આ સરકારી બેન્ક લઇને આવી છે Door Step Banking સુવિધા