GSTV

હાથરસ કાંડ: સીબીઆઈએ દાખલ કરી FIR, તપાસ માટે બનાવાઈ ટીમ

Last Updated on October 11, 2020 by pratik shah

હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપ બાદ મોતને લઈને કેન્દ્રીય તપાસ સમિતિ એજન્સી (સીબીઆઈ)એ કેસ નોંધ્યો છે. સાથે જ સીબીઆઈએ આ મામલે પોતાની તપાસ શરૂ કરી દીધી છે. સીબીઆઈએ ઉત્તર પ્રદેશ સરકારની વિનંતી પર કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈએ આ મામલે એક ટીમની રચના પણ કરી છે અને તપાસ શરૂ કરી દીધી છે.

હાથરસ કેસમાં સીબીઆઈએ શરૂ કરી તપાસ

જાહેર કરવામાં આવેલ સત્તાવાર નિવેદન મુજબ સીબીઆઈએ આજે હાથરસ મામલે એક આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે. આ પહેલા પિડીતા ભાઈએ હાથરસના ચંદપા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. ફરિયાદ કર્તાએ આરોપ લગાવ્યો હતો કે 14 સપ્ટેમ્બરબા રોજ આરોપીએ તેની બહેનને બાજરીના ખેતરમાં ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

સ્થાનિક પોલીસ, એસઆઈટી બાદ હવે સીબીઆઈની તપાસ

જણાવી દઈએ કે સીબીઆઈએ હાથરસ કેસ પોતાના હાથમાં લીધો છે. ઘટનાને લગભગ 27 દિવસ જેટલો સમય થઇ ગયો છે. પહેલા હાથરસ પોલીસ, બાદમાં એસઆઈટી અને હવે સીબીઆઈએ આ કેસની તપાસ શરૂ કરી છે.

એસઆઈટીના નિશાને હતા 40 લોકો

અત્યાર સુધી આ મામલે તપાસ એસઆઈટી કરી રહી હતી. 14 સપ્ટેમ્બરનું સત્ય તપાસવા માટે એસઆઇટીએ જયારે તપાસ શરૂ કરી તો તેના નિશાને ગામના 40 લોકો આવી ગયા હતા. આ એ લોકો હતા જે 14 સપ્ટેમ્બરના રોજ આસપાસના ખેતરોમાં કામ કરી રહ્યા હતા. જેમાં આરોપી અને પીડિતાના પરિવારના લોકો હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!