GSTV

CBI Recruitment 2020: CBIમાં સરકારી ભરતી, જોરદાર મળશે સેલરી, નજીક છે અરજીની છેલ્લી તારીખ

cbi

CBI Recruitment 2020: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં નોકરીનું સપનું જોનારા યુવાનો માટે ખુશખબર છે. CBIના ઘણાં પદો પર ભરતી માટે અરજી મંગાવી છે. આ ભરતી અંતર્ગત કંસલ્ટંટના પદો પર ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવશે. યોગ્ય તથા ઇચ્છુક ઉમેદવાર આ ભરતી માટે 15 જુલાઇ 2020 સુધી અરજી કરી શકાય છે.

CBI દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોનું કામ ટ્રાયલ કેસનો ઉકેલ લાવવા માટે મદદ કરવાની રહેશે. આ ભરતી માટે રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર અથવા તેનાથી ઉપરના પદોથી રિટાયર્ડ પોલીસ ઓફિસર જ અરજી કરી શકે છે. સિલેક્ટ થયા બાદ ઉમેદવારનુ વેતન 40000 પ્રતિ મહિના હશે.

યોગ્યતા

આ પદ માટે અરજી કરી રહેલા ઉમેદવારો પાસે સેન્ટ્રલ અથવા સ્ટેટ પોલીસમાં 10 વર્ષ ઇન્વેસ્ટિગેશનના કામનો અનુભવ હોનો જરૂર છે. ઉમેદવારને કોઇ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ હોવો જોઇએ.

Recruitment 2020

નોટિફિકેશન અનુસાર સીબીઆઇની નોકરી મેળવ્યા બાદ ઉમેદવાર કોઇ બીજી પાર્ટ ટાઇમ જોબ ના કરી શકે. કામ કરવાનું સ્થળ હૈદરાબાદ છે.

ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુના આધારે કરી શકાશે. અરજી કરવાના ઇચ્છુક ઉમેદવાર CBIની સત્તવાર વેબસાઇટ www.cbi.gov.in પર જઇને અપ્લાય કરી શકે છે.

Read Also

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!