GSTV
Home » News » SCના દિગ્ગજ વકીલોના ઘરે CBIના દરોડા, FCRAનો નિયમ તોડવાનો ગંભીર આરોપ

SCના દિગ્ગજ વકીલોના ઘરે CBIના દરોડા, FCRAનો નિયમ તોડવાનો ગંભીર આરોપ

દેશના મશહૂર વકીલ ઈન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના ઘરે આજે સવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશ (CBI)ને દરોડા પાડ્યા છે. આ દરોડા તેમના ફાઉન્ડેશન ‘લોયર્સ કલેક્ટિવ’ પર વિદેશી ફન્ડિંગ અંગેના ચાલી રહેલા કેસમાં થયા છે. CBIએ આ મામલે કેસ નોંધ્યો હતો. ત્યાર બાદ આજે દિલ્હી અને મુંબઈના તેમના નિવાસ સ્થાને તપાસ કરી રહ્યા છે. લોયર્સ કલેક્ટિવ પર વિદેશથી દાન વિનિમય કાયદો (FCRA)ને તોડવાનો આરોપ છે.

ત્યાર બાદ કેનદ્રીય ગૃહ મંત્રાલયે તેના લાયસન્સને રદ્દ કરી દીધુ હતું. આ ગડબડ સામે આવ્યા પછી CBIએ આ મામલે આનંદ ગ્રોવર અને લોયર્સ કલેક્ટિવ પર કેસ નોંઘ્યો હતો. જો કે, દરોડા દરમિયાન આનંદ ગ્રોવરે એટલું કહ્યું કે, CBIએ લગાવેલ તેમના પરના તમામ આરોપો પાયાવિહોણા છે. ગૃહ મંત્રાલય તરફથી આરોપ લગાવાવમાં આવ્યા છે કે, અમુક ફન્ડ કલેક્ટ કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ HIV/AIDS બિલની મીડિયામાં વકીલાત કરવા માટે કરવામાં આવ્યો.

જેમાં આની પાછળ તેના જ ફાઉન્ડેશન લોયર્સ કલેક્ટિવનું નામ સામે આવ્યું હતું. આ સિવાય એ પણ સામે આવ્યું કે, NGOએ જ એક ફ્રી-ટ્રેડ એગ્રિમેન્ટ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં કાયદા મંત્રાલયની બહાર સ્પોન્સર્ડ કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. જે FCRAના કાયદાનું ઉલ્લંઘન છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવર દેશના વરિષ્ઠ વકીલ છે. તે સુપ્રીમ કોર્ટમાં પણ વકીલાત કરી ચૂક્યા છે. ઈન્દિરા જયસિંહ 2009થી 2014 સુધી યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલના પદે નિયુક્ત હતા. ત્યારે તેમના પર આરોપ લાગ્યા હતા કે, પદનો ગેરફાયદો ઉઠાવી તેમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 131 અરજી દાખલ, બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Ankita Trada

અમદાવાદમાં જ લોકોને મળશે તાજી હવા, ભવિષ્યમાં આ વિસ્તારમાં તૈયાર થશે મીની જંગલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!