GSTV
Home » News » દેશના બે ખ્યાતનામ વકિલ ઇન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરને ત્યાં સીબીઆઈના દરોડા

દેશના બે ખ્યાતનામ વકિલ ઇન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરને ત્યાં સીબીઆઈના દરોડા

દેશના બે વિખ્યાત વકીલ ઇન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના નિવાસસ્થાને સીબીઆઇએ દરોડા પાડ્યા છે. સીબીઆઇએ તેમના ફાઉન્ડેશન લોયર્સ ક્લેક્ટિવ પર વિદેશી ફંડિંગના મામલે દરોડાની કાર્યવાહી કરી છે. સીબીઆઇએ આ પહેલા જ કેસ દાખલ કર્યો હતો. જે બાદ ઇન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના દિલ્હી અને મુંબઇ સ્થિત નિવાસસ્થાને તપાસ હાથ ધરી.

લોયર્સ કલેક્ટિવ પર ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ એટલે કે એફસીઆરએનો ભંગ કરવાનો આરોપ છે. જે બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેનું લાયસન્સ રદ્દ કર્યું હતું. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ફાઉન્ડેશન દ્વારા વિદેશથી કેટલુંક ફંડ મેળવવામાં આવી રહ્યું છે જેનો ઉપયોગ એચઆઇવી બિલની મીડિયામાં વકાલત કરવા માટે આવ્યો.

આ ઉપરાંત એનજીઓએ એક ફ્રી-હેન્ડ એગ્રીમેન્ટ રેલીનું પણ આયોજન કર્યું હતું. જેમાં કાયદા મંત્રાલયની બહાર સ્પોન્સર્ડ ધરણા કરાવવામાં આવ્યા હતા જે એફસીઆરએ કાયદાનું ઉલ્લંઘન છે.

READ ALSO

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!