CBIના અધિકારી આલોક વર્મા પહોંચ્યા CVC, કોર્ટે આ તારીખ સુધી તપાસનો આપ્યો છે આદેશ

CBIના બે ટોચના અધિકારીઓના લાંચકેસની તપાસ ચીફ વિજિલન્સ કમિશન કરી રહ્યું છે. ત્યારે સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્મા દિલ્હીમાં સીવીસીની ઓફિસ પહોંચ્યા હતા. આલોક વર્માએ દાવો કર્યો છે કે તેમની સામે ખોટી ફરિયાદ થઈ છે. અને તેઓ નિર્દોષ છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સીવીસીને બે સપ્તાહમાં તપાસ પૂર્ણ કરવા આદેશ કર્યો છે. સીવીસીની કામગીરી પર સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એ કે પટ્ટનાયક નજર રાખી રહ્યા છે.

દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સીબીઆઈમાં બે ઓફિસરો વચ્ચે લાંચ કેસના મામલે વિવાદ વકરતા કેન્દ્ર સરકારે આલોક વર્મા અને લાંચ કેસના આરોપી રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દીધા હતા અને તેમની પાસેથી તમામ અધિકારોઅને સત્તા છીનવી લેવામાં આવ્યાં હતા. આલોક વર્માએ સરકારના આ નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો. આલોક વર્માની અરજી અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાંબનેલી બેન્ચે સુનાવણી કરી હતી.

આ કેસમાં સીવીસીને તપાસ પૂર્ણ કરવા દસ દિવસનો સમય આપવામાં આવ્યો હતો જે અપુરતો હોવાની દલીલ કરાઈ હતી. હવે દિવાળી બાદ આ કેસમાં 12 નવેમ્બરના સુનાવણી હાથ ધરાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter