GSTV
Home » News » આ તો કાંઈ નથી : લાલુને પકડવા CBIને પરસેવો છુટી ગયો, માગી હતી સૈન્યની મદદ

આ તો કાંઈ નથી : લાલુને પકડવા CBIને પરસેવો છુટી ગયો, માગી હતી સૈન્યની મદદ

ગઈ કાલે કોલકાતા પોલીસ અને સીબીઆઈ વચ્ચે થયેલા યુદ્ધથી સૌ વાકેફ છે. આ ઘટનાક્રમ બાદ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી ધરણાં પર બેસી ગયાં. રવિવારે રાત્રે કોલકાતા પોલીસે કેન્દ્રિય તપાસ એજન્સી (CBI)ને પોતાની તાકાત બતાવી. શારદા ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની પુછપરછ કરવા કોલકાતા ગયેલી સીબીઆઈ ટીમની પોલીસે ધરપકડ કરી હતી. રાજકિય પંડિતો એવું માને છે કે મમતા વિરૂદ્ધ કેન્દ્ર અને પોલીસ વર્સિસ સીબીઆઈ વચ્ચેની આ ટક્કર ઐતિહાસિક છે. પરંતુ ઘાસ-ચારા કૌભાંડમાં સંડોવાયેલા બિહારનાં પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવની ધરપકડ વિશે આપ સત્ય સાંભળશો તો હેરાન થઈ જશો.

નેવુંનાં દસકામાં કોલકાતા કરતા વધારે ખરાબ સ્થિતીનું નિર્માણ થયું હતું. ત્યારે સીબીઆઈનાં તત્કાલીન સંયુક્ત નિર્દેશક યુ.એન.બિશ્વાસ ચારા કૌભાંડની તપાસ કરી રહ્યા હતાં. વર્ષ 1997માં બિશ્વાસ લાલુ યાદવની ધરપકડ કરવા માંગતા હતાં. ત્યારે રાજ્યમાં રાબડી દેવી મુખ્યમંત્રી હતાં. લાલુ યાદવ અને સીબીઆઈ વચ્ચે તીવ્ર ઘર્ષણ ચાલતું હતું. ત્યારે લાલુ પ્રસાદ યાદવને પકડવા માટે સીબીઆઈએ પટના એસ.પી.ને સૂચન કર્યુ કે તેઓ લાલુની ધરપકડ કરવા માટે આર્મીની મદદ માંગે.

ઘાસ-ચારા કૌભાંડમાં CBI લાલુ યાદવની ધરપકડ કરવા માંગતી હતી. આ માટે તપાસ એજન્સી એ તમામ ઔપચારિક પ્રક્રિયાઓ પુર્ણ કરી લીધી હતી.પરંતુ રાજ્ય સરકારની મશીનરી બાધારૂપ હતી.

રાજ્ય સરકારનાં બાધારૂપ સ્વભાવને જોઈને CBIએ બિહારનાં મુખ્ય સચીવ બી.પી.વર્માનો સંપર્ક કર્યો અને લાલુની ધરપકડ કરવા માટે સહકાર આપવાની વાત કરી. સીબીઆઈને જણાંવાયું કે ચીફ સેક્રેટરી હાજર નથી. ત્યારબાદ સીબીઆઈએ રાજ્યનાં ડીજીપી પાસે મદદ માંગી હતી. આ મામલે ડિજીપીએ વધારે સમયની માગ કરી.ત્યારે સીબીઆઈ ચીફે પોતાનાં એસપીને સૈન્યની મદદ લેવા તાકિદ કરી હતી.

આ મામલે સંસદમાં જોરદાર હંગામો થયો હતો. ગૃહનાં રેકોર્ડ પ્રમાણે તત્કાલિન ગૃહ મંત્રી ઇન્દ્રજીત ગુપ્તાએ સદનમાં નિવેદન કર્યુ હતું કે પટનાનાં સીબીઆઈ એસપીએ દાનાપુર કૈંટ ઇન્ચાર્જને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે પટનાં હાઈકોર્ટનાં મૌખિક આદેશ મુજબ આપને વિનંતી છે કે ઓછામાં ઓછી એક સશસ્ત્ર ટુકડી સીબીઆઈ પાર્ટીની મદદ માટે મોકલો. જેથી પૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવની વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટની બજવણી કરી શકાય.

સેનાએ તત્કાલ મદદ કરવા ઇન્કાર કર્યો

ગૃહમંત્રી ગુપ્તાએ દાનાપુરનાં સેના ઓફિસરે પત્ર વિશે પોતાનાં સિનીયર ઓફિસરને જાણ કરી હતી. જે પત્રનાં જવાબમાં ઓફિસરે કહ્યું હતું કે સેના માત્ર અધિકૃત સિવીલ ઓથોરિટીની ભલામણ ને આધારે જ લોકપ્રશાસનમાં મદદ કરી શકે છે. આ માટે સેના મુખ્યાલયનાં માર્ગદર્શનની રાહ જોવાઈ રહી છે. એટલે કે એક રીતે સેનાએ પણ મદદનો ઇન્કાર કર્યો. ત્યારબાદ સીબીઆઈ એ કોર્ટનાં દરવાજા ખખડાવ્યાં. ત્યારે કોર્ટે અસહયોગ માટે બિહાર ડિજીપીને કારણદર્શક નોટીસ ફટકારી હતી.

આ પાર્ટીમાં જોડાયા CBI અધિકારી

ત્યારે લાલુ પ્રસાદ યાદવને પકડવાની હિંમત બતાવનાર સીબીઆઈ અધિકારી યુ.એન.બિશ્વાસની ઇમાનદારી અને પ્રામાણિકતાની ચોતરફ પ્રશંસા પણ થઈ હતી. જો કે લાલુની ધરપકડનાં આ રાજકિય નાટકમાં અચાનક ટ્વિસ્ટ આવે છે. ત્યારપછી સીબીઆઈનાં આલા અધિકારી બિશ્વાસે રાજનિતીમાં પ્રવેશ કર્યો. તમે એ વાત જાણીને ચોંકી ઉઠશો કે બિશ્વાસ કઈ પાર્ટીમાં જોડાયા? બિશ્વાસ તૃણમુલ કોંગ્રેસ માં જોડાયા. જી હાં.! આ વાત સાચી છે. મમતા બેનરજીએ તેમને પોતાની સરકારમાં પછાક વર્ગ કલ્યાણ વિભાગનાં મંત્રી બનાવ્યા હતાં.

READ ALSO

Related posts

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ગણાતી હતી સંસ્કારી ગૃહિણી

Arohi

મહારાષ્ટ્રમાં સીએમ તો ભાજપનો જ રહેશે, આદિત્યને ફડણવીસે કરી આ ઓફર

Mansi Patel

સૌરવ ગાંગુલીને લાગી લોટરી, ક્રિકેટના ધનાઢ્ય બોર્ડમાં અમિત શાહનો પણ વધ્યો દબદબો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!