GSTV
Home » News » ચીટ ફંડ કૌભાંડ મામલે રાજીક કુમાર સામે CBIએ આપી લૂકઆઉટ નોટિસ

ચીટ ફંડ કૌભાંડ મામલે રાજીક કુમાર સામે CBIએ આપી લૂકઆઉટ નોટિસ

લોકસભા ચૂંટણી પુરી થયાની સાથે જ કોલકાતાનાં પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પશ્વિમ બંગાળના CM મમતા બેનર્જીના નજીક ગણાતા રાજીવ કુમારની સામે CBIએ લુકઆઉટ નોટિસ રજૂ કરી છે. જેનો મતલબ છેકે, જો રાજીવ કુમાર વિદેશ જવાના પ્રયાસ કરે તો તેની એરપોર્ટ ઓથોરિટીએ CBIને સૂચના આપવી પડશે. 23 મેએ રજૂ કરાયેલી નોટિસ એક વર્ષ માટે પ્રભાવિત રહેશે.

રાજીવ ઉપર શારદા ચિટફંડ અને રોઝવૈલી ચિટફંડ કાંડની તપાસ દરમ્યાન પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ છે. આ મામલામાં CBI રાજીવ કુમારની પુછપરછ કરવા માટે ધરપકડ કરવા માંગે છે. રાજીવ કુમારને 24 મે સુધી ધરપકડ ન થવા માટે સંરક્ષણ મળેલું છે. ધરપકડથી છૂટની અવધિ વધારવા માટે રાજીવ કુમાર સુપ્રિમ કોર્ટ પણ ગયા હતા, જ્યાં સુપ્રિમ કોર્ટે તેમને કોલકાતા હાઈકોર્ટ જવા માટે કહ્યુ હતુ.

ધરપકડ ન કરવાની અવધિ પુરી થવાની હોવાને કારણે કોઈ પણ સમયે રાજીવ કુમારની ધરપકડ થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં તેમના પિતાના ઘરની બહાર પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. તેના સિવાય સુરક્ષા એજન્સીઓ પણ તેમની શોધમાં લાગી ગઈ છે. જ્યારે પશ્વિમ બંગાળમાં વકીલો હડતાળ પર હોવાને કારણે રાજીવ કુમાર ઈચ્છે તો પણ હાઈકોર્ટ દખલ કરી શકે તેમ નથી.

READ ALSO

Related posts

બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

pratik shah

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ નહીં હોય તો લાગશે દંડ, સરકાર લાગુ કરવાની છે આ નિયમ

Dharika Jansari

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!