GSTV
Home » News » CBIનો મામલો હવે રસ્તા પર : દિલ્હીમાં રસ્તાઓ સીલ કે બંધ કરાયા, CRPF ગોઠવાઈ

CBIનો મામલો હવે રસ્તા પર : દિલ્હીમાં રસ્તાઓ સીલ કે બંધ કરાયા, CRPF ગોઠવાઈ

લાંચકાંડથી શરૂ થયેલી સીબીઆઈની આંતરીક ખેંચતાણ હવે સંપૂર્ણપણે રાજકીય બની ચુકી છે. સીબીઆઈમાં મચેલા ધમસાણને લઈને મોદી સરકાર પર વિપક્ષ નિશાન સાધી રહ્યું છે. હવે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ લડાઈને સડક પર લડી રહ્યા છે. સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને ફોર્સ લીવ પર મોકલવાના મામલે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સીબીઆઈ કાર્યાલયોનો દેશભરમાં ઘેરાવો કરવાના છે. જેને કારણે દિલ્હી સહીતના દેશભરના વિવિધ શહેરોમાં આવેલા સીબીઆઈના કાર્યાલયોની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે.

રાહુલ ગાંધીએ ગુરુવારે જ પ્રેસ કોન્ફરન્સ કરીને સીબીઆઈ વિવાદને કથિત રફાલ ડીલ કૌંભાડ સાથે જોડી દીધી હતી. તેઓ નવી દિલ્હીમાં સીબીઆઈ મુખ્યમથકની બહાર પ્રદર્શન કરવાના છે. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને તૃણમૂલ કોંગ્રેસે ટેકો આપ્યો છે. કોંગ્રેસના દેખાવોને જોતા દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થાની કાર્યવાહી હેઠળ સીબીઆઈ મુખ્યમથક બહાર બેરીકેડ્સ લગાવીને પોલીસકર્મીઓની તેનાતી કરી છે. સીબીઆઈના મુખ્યમથક તરફ જનારી સડકોને સીલ કરવામાં આવી છે. આ સિવાય અહીંનો એક રસ્તો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. સીબીઆઈ મુખ્યમથક બહાર વોટર કેનન પણ લાવવામાં આવી છે. સીબીઆઈના મુખ્યમથકની બહાર સીઆરપીએફની તેનાતી કરવામાં આવી છે. ટીએમસીના સાંસદ પણ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ રહ્યા છે.

 

Related posts

હવે દુશ્મન પર રહશે બાજ નજર, ISRO લોન્ચ કરશે દેશનો સૌથી શક્તિશાળી ઉપગ્રહ

Ankita Trada

હવે ભારતીય રેલવે બનશે હાઈ-ટેક, 2024 સુધી હટાવી દેવામાં આવશે બધા જ ડીઝલ એન્જીન

Ankita Trada

અફઘાનિસ્તાનમાં પેસેન્જર વિમાન તૂટી પડ્યું : હેરાતથી આવી રહ્યું હતું દિલ્હી, 83 મુસાફરો હતા પ્લેનમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!