GSTV
India News Trending

CBIએ કોર્પોરેટ વચેટિયા દીપક તલવારની સામે ચાર્જશીટ દાખલ કરાઈ

સીબીઆઈએ વિમાન કૌભાંડના સંબંધમાં કોર્પોરેટ વચેટિયા દીપક તલવારની સામે કોર્ટમા આરોપપત્ર દાખલ કર્યો છે. આ કૌભાંડથી એર ઈન્ડિયાને કથિત રૂપે નુકસાન થયુ છે. વિશેષ ન્યાયાધીશ અનિલકુમાર સિસોદિયા સમક્ષ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 8 અને અન્ય આરોપો હેઠળ તલવાર વિરુદ્ધ અંતિમ રિપોર્ટ દાખલ કરાયો છે. આ ધારા લોકસેવકોને પ્રભાવિત કરવા માટે રિશ્વત આપવાનો છે.

ચાર્જશીટમાં તલવાર ઉપરાંત તેના નજીકના સાથીઓ યાસ્મિન કપૂર, માયા બી પુરી, સ્ટોન ટ્રાવેલ પ્રાઇવેટ લિમિટેડ, સીડર ટ્રાવેલ્સ, દિપક તલવાર એન્ડ એસોસિએટ્સ અને એશિયા ફીલ્ડ લિમિટેડના નામો પણ છે. તલવાર હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. આ વર્ષે જાન્યુઆરીમાં તેમને દુબઈથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

1 ઓક્ટોબરના રોજ કોર્ટ આ કેસ પર વિચાર કરી શકે છે. ન્યાયાધીશે 26 જુલાઇએ તલવારની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી, તેના થોડા જ સમયમાં સીબીઆઈએ તલવારને કોર્ટ રૂમમાંથી કસ્ટડીમાં લીધો હતો. 9 ઓગસ્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો.

એજન્સીએ સોમવારે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ હજી ચાલુ છે અને તે પૂરક ચાર્જશીટ ફાઇલ કરી શકે છે, એજન્સીના જણાવ્યા અનુસાર, નફાકારક માર્ગો અને સમયથી મુક્તિ મેળવવા અને વિદેશી એરલાઇન્સને ફાયદો પહોંચાડવા માટે તલવારે વચેટિયા તરીકે એર ઈન્ડિયા સાથે વાતચીત કરી હતી. આ એરલાઇન્સમાં કતાર એરવેઝ, અમીરાત અને એર અરેબિયાનો સમાવેશ થાય છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર દરમિયાન કથિત સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

45 લાખમાં છૂટાછેડાનું નક્કી થયું છતા લાલચી સસરાએ 50 લાખ અને ફ્લેટની માંગ કરી, ના પાડી તો જમાઈનું ઘર સળગાવ્યું

Kaushal Pancholi

OMG 2 Release Date/ ભગવાન શિવના અવતારમાં જોવા મળ્યા અક્ષય કુમાર, જાણો ક્યાં દિવસે રિલીઝ થશે ‘ઓહ માય ગોડ 2’

Siddhi Sheth

પાણીમાં લાંબા સમય સુધી હાથ રાખવાથી ત્વચામાં કેમ પડે છે કરચલી, શરીરમાં કેવી રીતે આવે છે બદલાવ? કારણ જાણો

Hina Vaja
GSTV