કેનરા બેંકની સાથે 1 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી, CBIએ નોંધી ફરીયાદ

કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)એ કેનરા બેંકની આગેવાનીવાળા દેવાદારોના સમૂહને 1000 કરોડ રૂપિયાનુ નુકસાન પહોંચાડવાના આરોપમાં રાંચી એક્સપ્રેસ વે લિમિટેડના ચેરમેન અને વહીવટી નિર્દેશકના શ્રીનિવાસ રાવ સહિત કંપનીના પ્રચારકોની સામે ફરિયાદ નોંધાવી છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી છે.

સીબીઆઈએ રાંચી એક્સપ્રેસવે લિમિટેડના સીએમડીના શ્રીનિવાસ રાવ, કંપનીના નિર્દેશકો એન સીતૈયા, એન પૃથ્વી તેજા અને કંપનીની વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. આ સિવાય મધુકૉન પ્રોજેક્ટ લિમિટેડ, મધુકૉન ઈન્ફ્રા, મધુકૉન ટોલ હાઈવે લિમિટેડ અને ઑડિટ ફર્મ કોટા એન્ડ કંપનીનું નામ પણ ફરીયાદમાં સામેલ છે.

બેંકોના સમૂહના અજ્ઞાત અધિકારીઓની સામે પણ ફરીયાદ નોંધાવવામાં આવી છે. આ મામલો રાંચીથી જમશેદપુરને જોડનારો રાષ્ટ્રીય રાજમાર્ગ-33 પર 163 કિલોમીટર લાંબા માર્ગને ચાર લેન બનાવવાથી જોડાયો છે. જેના નિર્માણ માટે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે (એનએચએઆઈ) મધુકૉન પ્રોજેક્ટ લિમિટેડને 18 માર્ચ 2011ના રોજ પસંદ કરી હતી.

અધિકારીઓએ કહ્યું કે પરીયોજના માટે વિશેષ કંપની રાંચી એક્સપ્રેસ-વે લિમિટેડની સ્થાપના કરવામાં આવી. આ પરીયોજના ડિઝાઈન, નિર્માણ, નાણાંપોષણ, પરીચાલન અને સ્થાનાંતરણ મૉડલ પર આધારીત હતી. તેમણે કહ્યું કે પરીયોજનાનો અનુમાનિત ખર્ચ 1655 કરોડ રૂપિયા હતો. જેના માટે કેનરા બેંકની આગેવાનીવાળા 15 બેંકોનો સમૂહ 1151.60 કરોડ રૂપિયાના દેવા પર સહમતિ વ્યક્ત કરી હતી. જ્યારે પ્રવર્તકોને 503.60 કરોડ રૂપિયા આપવાના હતાં.

અધિકારીઓએ કહ્યું કે ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલયના રીપોર્ટ મુજબ રાંચી એક્સપ્રેસવેના પ્રવર્તક-નિર્દેશકો શ્રી નિવાસ રાવ, એન સીતૈયા અને એન પૃથ્વી તેજાએ કુલ 264.01 કરોડ રૂપિયાની મૂડીનો ગોટાળો કર્યો હતો.

અધિકારીઓએ કહ્યું કે નિર્દેશકો પર આરોપ છે કે તેમણે બેંકોના સમૂહમાંથી 1029.39 રૂપિયાની મૂડી પ્રાપ્ત કરવા માટે છેતરપિંડી કરી હતી, પરંતુ પરીયોજનામાં કોઈ પ્રગતિ થઈ નથી અને દેવા 2018માં બિન-કાર્યક્ષમ પરીસંપત્તિમાં ફેરફાર થયો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter