GSTV
Home » News » ભારતમાંથી 20 અધિકારીઓને લઇને ઉડશે એક વિમાન, હજારો કરોડના 2 કૌભાંડીઓને લઇને આવશે

ભારતમાંથી 20 અધિકારીઓને લઇને ઉડશે એક વિમાન, હજારો કરોડના 2 કૌભાંડીઓને લઇને આવશે

દેશનાં કરોડો રૂપિયા લૂંટીને વિદેશ ભાગી જનારા બે કૌભાંડીઓને ભારત લાવવાની કવાયત તેજ થઈ છે. એર ઇન્ડિયાનાં ખાસ વિમાન દ્વારા ભાગેડુઓને વેસ્ટઇન્ડિઝથી પરત લવાશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર પીએનબી કૌભાંડનાં મુખ્ય આરોપી પૈકીનાં એક આરોપીને સરકાર જલ્દી ભારત પરત લાવશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે એર ઇન્ડિયાનું એક ખાસ વિમાન તૈયાર કરાઈ રહ્યું છે. આ વિમાનમાં ઇડી અને સીબીઆઈનાં ઉચ્ચ અધિકારીઓ જોડાશે. સૂત્રો પ્રમાણે મેહુલ ચોકસી અને જતિન મહેતાને ખાસ વિમાન મારફતે પરત લવાશે.

કેરેબિયન દેશોનાં નાગરિક બની ગયા છે ચોક્સી અને મહેતા

હાલ તો જતિન મહેતા અને મેહુલ ચોકસીએ કેરેબિયન દેશોની નાગરિકતા મેળવી છે. જતિન મહેતાએ સેંટ કિટ્સ એન્ડ નેવિસની નાગરિકતા મેળવી છે. જ્યારે મુકુલ ચોક્સ એન્ટિગુઆ અને બાર્બુડાની સિટીઝનશીપ મેળવી લીધી છે.

20 અધિકારી ખાસ વિમાન દ્વારા રવાના થશે

ખાનગી ન્યુઝ એજન્સીનાં જણાવ્યાં મુજબ બન્ને કૌભાંડીઓને પરત લાવવા માટે એક ખાસ વિમાન ભારતથી ઉપડશે. જેમાં 20 અધિકારી અને 3 જોડી પાયલટ હશે. ભારતથી વેસ્ટઇન્ડિઝ માટે ઉડાન ભર્યા બાદ આ વિમાન 14 કલાકની મુસાફરી બાદ ભારત પરત આવશે. જોકે, તપાસ એજન્સીએ આ સમગ્ર મિશનને ગુપ્ત રાખ્યું છે.

ચોક્સીએ SBIને ચોપડ્યો 400 કરોડનો ચુનો

હિરાનાં કૌભાંડી ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેન્ક સિવાય ભારતીય સ્ટેટ બેન્કને પણ ચુનો લગાવ્યો છે. પોતાનાં ભાણેજ નિરવ મોદી સાથે ફેબ્રુઆરી 2018માં 14 હજાર કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવીને ફરાર થયેલા મુકુલ ચોક્સીએ પોતાનાં પરિવારનાં સદસ્યો સાથે મળીને તમામ સંપતિ ગીરવે મુકીને SBI પીસેથી લોન લીધી હતી. મકુલ ચોક્સીએ કુલ 405 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જે હજુ સુધી ભરપાઈ કરી નથી.

નથી ચુકવી લોન, બેન્ક નોટીસ પણ પરત આવી

SBIનું કહેવું છે કે ચોક્સી અને તેનાં પરિવારનાં લોકોએ લોન ભરપાઈ નથી કરી. ત્યારપછી બેન્કે ચોક્સીને નોટીસ પાઠવી તો તે પણ પરત આવી છે. સ્ટેટ બેન્કે ગત વર્ષે 31 ડિસેમ્બરનાં રોજ ચોક્સી અને તેનાં પરિજનોને છેલ્લી નોટીસ પાઠવી હતી. પરંતુ તે નોટીસ પણ પરત આવી. બેન્કે કહ્યું છે કે જો તેઓ 60 દિવસમાં દેવું ભરપાઈ નહિં કરે તો તેમની તમામ સંપત્તિને વેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે. મહત્વનું છે કે ચોક્સી હવે ભારતીય નાગરિક નથી રહ્યા. તેમણે એન્ટિગુઆ એન્ડ બાર્બુડાની નાગરિકતા મેળવી છે.

આ સંપત્તિઓ પર લીધી લોન

જે સંપત્તિને ગિરવે મુકીને ચોક્સીએ લોન લીધી છે તેમાં બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષ સ્થિત પ્રોપર્ટી,પનવેલ અને રાયગઢ સ્થિત 27 પ્લોટ, નાસિકમાં આવેલા 42 નાંના-મોટા પ્લોટ, તેમજ તેલંગાણા માં આવેલી 38.51 હેક્ટર જમીનનો સમાવેશ થાય છે. ચોક્સી 12 ડિફોલ્ટર લોનનાં ગેરેંટર પણ છે. પ્રિતી ચોક્સી અને દિવંગત ગુણીયલ ચોક્સી સર્વિસ પ્રોવાઈડર છે.

ઇડીએ શરૂ કરી તપાસ

ભારતની નાગરિકતા છોડવા વાળા પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી મેહુલ ચોક્સી પાસેથી ઇડી પુરી રકમ વસુલ કરશે. ઇડી સહિત અનેક એજન્સીઓએ મેહુલ ચોક્સી પર બાજ નજર રાખી રહી છે. પીએનબી કૌભાંડમાં ઇડી દ્વારા ચોક્સીની દેશ-વિદેશમાં પાંચ હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તપાસ એજન્સીએ પશ્ચિમ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા અને યુરોપ સહિત ઘણાં દેશોમાં ચોક્સી અને નીરવ મોદીની સંપત્તિ પર નિશાન તાકીને બેઠી છે.

જલ્દી કરશે આત્મસમર્પણ

ભારત સરકારનું વિદેશ મંત્રાલાય વારંવાર એન્ટિગુઆ સરકાર પાસે ચોક્સીનાં સમર્પણ માટે વાતચાત કરે છે. આત્મસમર્પણથી બચવા માટે મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા છોડીને પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો છે. જો કે તેનાં આ પગલાંથી આત્મસમર્પણનાં કાયદામાં કોઈ ફેર નહિં પડે. ચોક્સીનાં પ્રત્યાર્પણ માટે 13 હજાર કરોડ રૂપિયાની લોન ભરપાઈ ન કરવા સહિતનાં અનેક પુરાવાઓ ભારતે એન્ટિગુઆ સરકારને આપ્યા છે. સમર્પણની વાતચીત હવે અંતિમ તબક્કામાં છે. સંભવત: ધરપકડનો ડર રાખીને જ ચોક્સીએ ભારતની નાગરિકતા છોડી છે. સૂત્રોનાં જણાવ્યાં મુજબ પ્રત્યાર્પણ સંબંધી આંતરરાષ્ટ્રીય કાયદાની જોગવાઈ મુજબ આરોપીની નાગરિકતાને બદલે તેણે કરેલા ગુનાને જ ધ્યાને લેવામાં આવે છે. આમ એક વાત સાફ છે કે એન્ટિગુઆની નાગરિકતા લેવા વાળા મેહુલ ચોક્સીએ ભારતમાં ગંભીર ગુના આચર્યા છે. તે જોતાં તેણે છોડેલી ભારતની નાગરિકતાને ધ્યાને લેવામાં નહિ આવે.

Related posts

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને સૈન્ય દ્વારા ચલાવાતી સ્કૂલોમાં છોકરીઓના પ્રવેશના પ્રસ્તાવને આપી મંજૂરી

Kaushik Bavishi

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

ઝિમ્બાબ્વેમાં મોંઘવારી આસમાને પહોંચી, એક રાતમાં બ્રેડની કિંમતમાં 60 ટકા વધારો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!