આલોક વર્માએ કહ્યું કે, એક વ્યક્તિએ મારા પર કરેલા આરોપના કારણે મારી બદલી કરવામાં આવી છે-કોણ છે એ વ્યક્તિ ?

સીબીઆઈના નિર્દેશક પદેથી હટાવ્યા બાદ આલોક વર્માઓ મૌન તોડ્યુ છે. આલોક વર્માએ જણાવ્યુ હતુ કે, એક વ્યક્તિએ મારા પર કરેલા આરોપના કારણે મારી બદલી કરવામાં આવી છે. આ તમામ આરોપ કથીત અને તુચ્છ છે. સીબીઆઈએ એક એવી સંસ્થા છે જ્યા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પ્રામાણિક રીતે કામ કરે છે. આવી સંસ્થા પર કોઈપણ પ્રકારનું દબાણ કે પ્રભાવ ન હવો જોઈએ.. સીબીઆઈની અખંડતા જાણવી રાખવાના પ્રયાસના બદલે તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીની આગેવાનીમાં બનેલ કમિટિએ આલોક વર્માને હટાવ્યા બાદ રાજકારણ ગરમાયુ છે. આલોક વર્મા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી તેમને સીબીઆઈના નિદેશક પદેથી રવાના કરી દેવામાં આવ્યા. અને સીબીઆઈના વચગાળાના નિદેશક તરી કે એમ. નાગેશ્વર રાવને સીબીઆઈની જવાબદારી સોંપવામાં આવી હતી.

આલોક વર્માએ વધુમાં કહ્યુ કે, સમિતિને સીબીઆઈના નિદેશક તરીકે તેના ભવિષ્યની રણનતિ નક્કી કરવા કામ સોંપવામાં આવ્યુ હતું. સીબીઆઈમાં ઈમાનદારી માટે મારે ફરીવાર ઊભુ રહેવુ પડશે તો હું એ કામ ફરીવાર કરવા તૈયાર છું. આલોક વર્મા 77 દિવસની રજા બાદ ફરીવાર સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. પરંતુ એક દિવસમાં તેમની પાસેથી તમામ અધિકારો પરત લેવામાં આવ્યા હતા. જે બાદ આલોક વર્માને ગૃહમંત્રાલયના નાગરિક સુરક્ષા વિભાગના નિદેશક બનાવી દેવામાં આવ્યા હતા.

48 કલાકમાં હટાવાયા પદ પરથી

છેલ્લા ઘણા સમયથી સીબીઆઈને લઈ ચાલી રહેલા વિવાદમાં આજે એક પછી એક વળાંક આવ્યા હતાં. બુધવારે સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ચીફ આલોક વર્માને ફરીથી પદ સંભાળી લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પદ સંભાળતાની સાથે જ આલોક વર્માએ સપાટો બોલાવતા નિર્ણયો લીધા હતાં. તેમણે પાંચ ઉચ્ચ અધિકારીઓની કરવામાં આવેલી બદલીનો ઓર્ડર રદ્દ કરી નાખવા સહિતના નિર્ણયો લીધા હતા.

આ ઘટના બાદ સાંજ પડતા આલોક વર્માને સીબીઆઈના અધ્યક્ષપદેથી ફરી એકવાર હટાવવામાં આવ્યા છે. સલેક્ટ કમિટીએ નિર્ણય લેતા આલોક વર્માને પદ પરથી હટાવી દીધા હતાં. સિલેક્શન કમિટીના અધ્યક્ષ નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં વિરોધ પક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગે પણ શામેલ હતાં. તેમણે આલોક વર્માને પદ પરથી હટાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

સમગ્ર ઘટના ક્રમ

  • માત્ર 36 કલાકમાં સીબીઆઈના ચીફ આલોક વર્માને પાણીચું
  • ફાયર સેફ્ટિ અને હોમગાર્ડનાં ડીજી તરીકે મુકાયા
  • હાલ વચગાળાના પ્રમુખ તરીકે નાગેશ્વર રાવ ની નીયુક્તી
  • વડાપ્રધાનના વડપણ હેઠળની હાઇપાવર કમિટીનો નિર્ણય
  • રાજકીય ગરમાવો

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter