GSTV
Home » News » બાબરી વિધ્વંસ કેસ: ભાજપ નેતા કલ્યાણસિંહની મુશ્કેલીમાં વધારો, CBI કોર્ટે આપ્યો આ આદેશ

બાબરી વિધ્વંસ કેસ: ભાજપ નેતા કલ્યાણસિંહની મુશ્કેલીમાં વધારો, CBI કોર્ટે આપ્યો આ આદેશ

બાબરી મસ્જીદ વિધ્વંસ મામલે ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં દિગ્ગજ નેતા કલ્યાણ સિંહની મુશ્કેલી વધે તેવા અણસાર મળી રહ્યા છે. કલ્યાણસિંહ પર ગુનાહિત કાવતરૂ રચવાનો આરોપ છે. સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે રાજસ્થાનનાં પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહને 27 સપ્ટેમ્બરે બાબરી વિધ્વંસ સાથે સંકળાયેલા કેસમાં હાજર થવાનો આદેશ કર્યો છે.

જ્યારે તેઓ રાજસ્થાનનાં રાજ્યપાલ હતાં. ત્યારે તેમને બંધારણીય પદ પર હોવાને કારણે આ કેસમાં છૂટછાટ મળી હતી. જો કે હવે તેઓ રાજ્યપાલ રહ્યા નથી. આ પહેલા પણ કોર્ટે સીબીઆઇને કલ્યાણસિંહ રાજસ્થાનનાં ગવર્નર પદેથી ટર્મ પૂર્ણ કરે ત્યારબાદ આરોપી તરીકે કેસ ચલાવવા આગ્રહ કર્યો હતો.

બંધારણનાં અનુચ્છેદ 361 હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલનાં કાર્યકાળ દરમિયાન દિવાની અને ફોજદારી કેસમાંથી મુક્તિ આપવામાં આવી છે. અનુચ્છેદ 361 પ્રમાણે કોઇ પણ અદાલત કોઇ પણ કેસમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સમન્સ પાઠવી શકે નહિં.

બાબરી વિધ્વંસ મામલે કલ્યાણ સિંહ વિરૂદ્ધ સીબાઆઇ એ કેસ દાખલ કર્યો છે. જે પ્રમાણે કલ્યાણ સિંહ યુપીનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે રાષ્ટ્રીય એક્તા પરિષદને બાંહેધરી આપી હતી કે તેઓ મસ્જીદનાં વિવાદીત ઢાંચાને તોડવા નહિં દે. સીબીઆઇએ આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે કલ્યાણસિંહે કેન્દ્રિય સુરક્ષા દળોનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો નહોતો. ત્યારબાદ વિશેષ અદાલતે કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે કલ્યાણ સિંહ ગુનાહિત ષડયંત્રમાં શામેલ હતાં.

તેમજ 19,એપ્રિલ-2017નાં રોજ સુપ્રિમ કોર્ટે સીનિયર બીજેપી નેતા લાલકૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોષી અને ઉમા ભારતી વિરૂદ્ધ ગુનાહિત કાવતરાનો કેસ દાખલ કરીને ફરી સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.

READ ALSO

Related posts

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari

મહારાષ્ટ્ર વિધાનસભામાં એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપ-શિવસેનાને મળશે આટલી સીટો

Nilesh Jethva

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!