CBIએ ઓનલાઇન બાળ જાતિય શોષણ સંબંધિત આરોપો પર 23 અલગ-અલગ કેસ નોંધ્યા છે. આ સંબંધમાં CBIએ દેશના 14 રાજ્યો/કેન્દ્રશાસિત રાજ્યોના વિવિધ 77 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સંબંધમાં ગુજરાતના ત્રણ શહેરોમાં પણ દરોડા પાડ્યા છે.

CBI એ બાળકનો જાતિય શોષણ કેસમાં કાર્યવાહી કરતા 83 આરોપી વિરુદ્ધ 23 કેસ નોંધ્યા છે. આ તમામ આરોપીઓ પર બાળકોના જાતિય શોષણ અને તેનો વીડિયો બનાવી વેચવાનો આરોપ છે. આ કેસમાં CBIએ દેશના 14 રાજ્યો/કેન્દ્રશાસિત રાજ્યોના વિવિધ 77 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સંબંધમાં ગુજરાતના ત્રણ શહેરો જૂનાગઢ, જામનગર, ભાવનગરમાં પણ દરોડા પાડ્યા છે.
આ રાજ્ય/કેન્દ્રશાસિત રાજ્યોમાં દરોડા
CBIએ જે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરોડા પાડ્યા છે તેમાં આંધ્રપ્રદેશ, દિલ્હી, યુપી, પંજાબ, બિહાર, ઓડિશા, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, એમપી, હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ/મોબાઇલ/લેપટોપ મળી આવ્યા છે. આ કાર્યવાહીમાં કેટલાક લોકો આ ગોરખધંધામાં સામેલ હોવાના પુરાવા મળ્યા છે.

શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે 50થી વધુ ગ્રુપ્સમાં 5000થી વધુ બાળ જાતિય શોષણની સામગ્રી શેર કરવામાં આવી છે. આ ગ્રુપમાં વિદેશી નાગરિકો સામેલ હોવાની માહિતી પણ મળી આવી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમા વિવિધ મહાદ્વિપના 100 દેશોના નાગરિકો સામેલ હોઈ શકે છે. CBI સહયોગી સંસ્થાઓ સાથે વાતચીત કરી વધુ તપાસ હાથ ધરશે.
Read Also
- ઉનાળામાં કસરત કરવાનો કયો છે શ્રેષ્ઠ સમય? જાણો શું કહે છે નિષ્ણાંતો, કઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન
- કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ હાજરી આપશે ,નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તને લઈ તૈયારીનો ધમધમાટ
- Video/ મેદાન વચ્ચે અમ્પાયર સાથે બાખડી પડ્યો કૃણાલ પંડ્યા, આ વાતને લઇને ભડકી ઉઠ્યો
- પૃથ્વીરાજનો સેટ 12મી સદીનો બતાવવા આદિત્ય ચોપરાએ ખર્ચ્યા 25 કરોડ રૂપિયા, આ શહેરોની આબેહૂબ છબી બનાવી
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા