GSTV
India News ટોપ સ્ટોરી

માનીતા ગુજરાતી અધિકારીઅો ભરાયા, CBIના વડા સાથે મોદીની બંધબારણે કરી બેઠક

CBIના સ્પેશિયલ ડાયરેક્ટર અને ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાનાની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે CBIના વડા આલોક વર્માએ PM મોદી સાથે અસ્થાનાના કેસ મુદ્દે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠક લગભગ એક કલાક ચાલી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે PM મોદીએ અસ્થાનાના 2 કરોડની લાંચ કેસની તમામ જીણવટ પૂર્વકની માહિતી લીધી છે. તેમણે FIR મુદ્દે પણ વિગતે ચર્ચા કરી હતી. PMની નજીકના ગણાતા CBIના બે ડાયરેક્ટર લાંચ લેવાના કેસમાં શંકાના દાયરા PM મોદીની નજીકના ગણાતા એવા CBIના બે ડાયરેક્ટર લાંચ લેવાના કેસમાં શંકાના દાયરામાં આવ્યા છે. બંને CBI ડાયરેક્ટર સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના અને જોઈન્ટ ડાયરેક્ટર એ કે શર્મામાં ગુજરાત કેડરના IPS અધિકારીઓ છે.

ગોધરાકાંડ વખતે ઘટના પછી તપાસમાં રાકેશ અસ્થાનાએ મોદીને મનગમતું કામ કરી તેના ફેવરિટ અધિકારીઓના લિસ્ટમાં તેમનું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ જે વખતે મોદી CM હતા ત્યારે રાકેશ અસ્થાના ગુજરાતના મુખ્ય શહેરો એવા વડોદરા અને સુરતના વધુ સમય માટે પોલિસ કમિશનર રહેવાનો રેકોર્ડ પણ છે. રાકેશ અસ્થાના આ પૂર્વે પણ CBIમાં રહી ચૂક્યા છે જેમાં નોંધપાત્ર એવા લાલૂ યાદવાના ચારા કૌભાંડના કેસમાં લાલૂની સતત 6 કલાક પુછપરછ અને તેમની સામે ધરપકડના આદેશ આપી તેમને જેલ હવાલે પણ કર્યો હતો. આ બધા કેસમાં મહત્વની ભુમિકા ભજવવા બદલ અને મોદીના ફેવરિટ હોવાથી મોદી જેવા જ 2014માં PM બન્યા એટલે રાકેશ અસ્થાના CBIના સ્પેશિયલ ડાયરેક્ટર બની ગયા.

આજે 4 વર્ષ પછી ખૂદ CBIના વડાએ જ દુબઈથી મનોજકુમાર પાસેથી 2 કરોડની લાંચ લીધી છે એ કેસમાં તેમની સામે FIR નોંધાવી છે. મોદી જ્યારે પ્રથમ વખત ગુજરાતના CM બન્યા ત્યારે MLAની ચૂંટણી રાજકોટ બેઠક પરથી લડી હતી. જે તે વખતે એ કે શર્મા મહેસાણાના SP હતા પરંતુ ચૂંટણી નજીક આવતા જ તેમની બદલી રાજકોટ SP તરીકે કરી ચૂંટણીમાં ઉપયોગી બનાવ્યા હતા. ત્યારથી જ શર્મા મોદીના ફેવરિટ અધિકારી બની ગયા હતા. આ ઉપરાંત રાજ્યની મહત્વની અમદાવાદ ક્રાઈમ બ્રાંચના JCP તરીકે નિમણૂક પામી જ્યાં સુધી મોદી CM રહ્યા ત્યાં સુધી ક્રાઈમ બ્રાંચની જવાબદારી સંભાળી હતી. જોકે જેવા જ મોદી PM બન્યાને શર્મા ડેપ્યુટેશન પર CBIના જોઈન્ટ ડાયરેક્ટર બની ગયા. શર્મા પર હજુ ગત મહિને જ રાહુલ ગાંધી ઓફિસિયલ ટ્વિટ કરી આરોપ લગાવ્યો છે કે તેમની મદદથી જ બેંક કૌભાંડી વિજય માલ્યા લંડન ભાગી ગયો છે.

Related posts

ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ

Hardik Hingu

આમ આદમી પાર્ટીનો રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખિલવાડ, ભાજપે લગાવ્યા આ મોટા આરોપ

Hardik Hingu

જગદીશ ટાઈટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરવા બદલ કરમજીતસિંહ ગિલની ઝાટકણી, થઈ ફરિયાદ

Hardik Hingu
GSTV