GSTV

14 વર્ષ જૂના કેસમાં ઇન્કમટેક્સ કમિશ્નરને સાત અને માતાને એક વર્ષની જેલ, ૩.૫૦ કરોડનો દંડ

Last Updated on June 19, 2019 by Mayur Vora

૧૪ વર્ષ જૂના આવકથી વધુ સંપત્તિના કેસમાં નોકરીમાં ચાલુ ઇન્કમટેક્સ કમિશ્નરને સાત વર્ષની જેલની કડક સજા અને ૩.૫૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

સીબીઆઇના વિશેષ જજ સુજાતા સિંહે ઇન્કમ ટેક્સ કમિશ્નર સ્વેતાભ સુમનની ૯૦ વર્ષીય માતા ગુલાબ દેવીને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. 

આઇપીસી હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા પછી પુત્ર-માતા ઉપરાંત આઇટી કમિશ્નરના બનેવી અરૂણકુમાર સિંહ અને તેમના નજીકના સહયોગી રાજેન્દ્ર વિક્રમ સિંહને પણ ચાર વર્ષની જેલની સજા આપવામાં આવી છે. 

એપ્રિલ, ૧૯૯૭થી લઇને માર્ચ, ૨૦૦૪ સુધીમાં દેહરાદૂન, ગાઝિયાબાદ, બિહાર અને ઝારખંડમાં આવકની વધુ સંપત્તિ પકડવામાં આવતા ૨૦૦૫માં સીબીઆઇએ આઇટી કમિશનર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે  ૫૦ લાખ રૂપિયાની લાંચ માગવાના અન્ય કેસમાં સીબીઆઇએ ૧૯૮૮ની બેન્ચના આઇઆરએસ અધિકારી સુમનની ધરપકડ કરી હતી.

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!