GSTV

CBI વિવાદ, આ દિવસે લેવાશે નિર્ણય : સુપ્રીમે ભાજપના નેતાને ઝાટકી નાખ્યા

સીબીઆઈ લાંચ કાંડના વિવાદમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશને સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે સુનાવણીને રિપોર્ટ વાંચવા માટે શુક્રવાર સુધી ટાળી દીધી છે. ફોર્સ લીવ પર મોકલવામાં આવેલા સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટે સીવીસીને બે સપ્તાહમાં તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા માટે તાકીદ કરી હતી. આલોક વર્માએ તેમને ફોર્સ લીવ પર મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. કેન્દ્ર સરકારે આલોક વર્માના તમામ અધિકારો પાછા ખેંચીને તેમને રજા પર મોકલ્યા છે.

સૂત્રો મુજબ સીવીસીની તપાસમાં આલોક વર્મા વિરુદ્ધ કોઈ એવા નક્કર પુરાવા હાથ લાગ્યા નથી કે જેનાથી નાણાંની લેવડ-દેવડ સાબિત થાય. વર્માએ સીબીઆઈના ફોર્સ લીવ પર મોકલવામાં આવેલા સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના દ્વારા લગાવવામાં આવેલા આરોપોને બિંદુવાર રદિયો આપ્યો છે. સીબીઆઈ લાંચ કાંડમાં સુપ્રીમ કોર્ટમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશને પોતાના રિપોર્ટની ત્રણ કોપીઓ અદાલતને સોંપી છે.

સીબીઆઈએ પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં બે સીલબંધ કવરમાં રિપોર્ટ સોંપ્યો છે. સીબીઆઈ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટો રજૂ થયા બાદ તેને વાંચવા માટે સુનાવણી ટાળવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 16 નવેમ્બરે શુક્રવારે હાથ ધરવામાં આવશે.  આ પહેલા પીઆઈએલ મામલે ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે આવી જ સ્થિતિ રહેશે તો તેઓ જાહેરહિતની અરજીઓ મામલે રોક લગાવી દેશે.

મહત્વપૂર્ણ છે કે આલોક વર્મા અને અસ્થાનાએ એકબીજા પર આરોપો લગાવ્યા હતા. તેના પછી વિવાદ વધતા સીવીસીની ભલામણ પર બંને ટોચના અધિકારીઓને ફોર્સ લીવ પર મોકલીને તેમના તમામ અધિકારો પાછા ખેંચી લીધા હતા. સીબીઆઈ લાંચ કાંડમાં સુપ્રીમ કોર્ટમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશને પોતાના રિપોર્ટની ત્રણ કોપીઓ અદાલતને સોંપી છે.

સીબીઆઈના ટોચના અધિકારીઓ નિદેશક આલોક વર્મા અને વિશેષ નિદેશક રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલા જંગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. સીવીસીના ચાર અધિકારીઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સીવીસી દ્વારા સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સોંપશે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સમક્ષ ફોર્સ લીવ પર મોકલાયેલા સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની પેશી થઈ ચૂકી છે. સીવીસી દ્વારા સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં રિપોર્ટ સોંપવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે સીબીઆઈની તપાસ કમિટીની આગેવાની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એ. કે. પટનાયકે કરી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની આગેવાનીવાળી ખંડપીઠ આના સંદર્ભે સુનાવણી કરી રહી છે. સીબીઆઈ પણ આજે સુપ્રીમ કોર્ટમાં બે રિપોર્ટ રજૂ કરી રહી છે. જેમાં એક નાગેશ્વર રાવ દ્વારા કરવામાં આવેલા નિર્ણય અને સીબીઆઈ દ્વારા કરવામાં આવેલા નિર્ણયની વિગતો સામેલ છે.

મહત્વપૂર્ણ છે કે લાંચ કાંડના વિવાદમાં આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને 23 ઓક્ટોબરે સીવીસીની ભલામણ પર ફોર્સ લીવ પર મોકલી દેવામાં આવ્યા હતા. બંને અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં આના સંદર્ભે અરજી કરી છે. સીવીસી કે. વી. ચૌધરીની આગેવાનીમાં બનેલી સમિતિ સમક્ષ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા અને ખુદનો બચાવ કર્યો હતો. તપાસ સમિતિમાં ચૌધરી સિવાય સુપ્રીમ કોર્ટના રિટાયર ન્યાયાધીશ એ. કે. પટનાયક અને સીવીસી તેજેન્દ્ર મોહન ભસીન અને શરદ કુમાર સામેલ છે. જાણકાર સૂત્રો મુજબ સમિતિ સમક્ષ એક કલાક ચાલેલી પૂછપરછમાં વર્માએ ખુદ પર અસ્થાના દ્વારા લગાવવામાં આવેલા આરોપોને રદિયો આપ્યો હતો. મહત્વપૂર્ણ છે કે સીબીઆઈએ હૈદરાબાદના કારોબારી સના સતીષ બાબુ પાસેથી બે કરોડ રૂપિયાની કથિતપણે લાંચ લેવાના મામલે અસ્થાના વિરુદ્ધ 15 ઓક્ટોબરે એફઆઈઆર દાખલ કરી હતી. બાદમાં રાકેશ અસ્થાનાએ પણ આલોક વર્મા પર પણ લાંચના આરોપો લગાવ્યા હતા.

Related posts

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

બદલો તમારી જીવનશૈલી/ જો તમારે પણ મોર્નિંગ હૈબિટ્સમાં સામેલ છે આ આદતો, તો તમે પણ થઈ શકો છો જલ્દી વૃદ્ધ

Pravin Makwana

સંબંધોમાં શાણપણ/ પાર્ટનર સાથે ક્યારેય આ બાબતે જૂઠ્ઠુ ન બોલો, સંબંધોમાં આવી જશે ખટાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!