GSTV

63 લાખથી વધારે ટેક્સપેયર્સ માટે આવી ખુશખબર/ આવક વિભાગે રિફંડ તરીકે ખાતામાં નાખ્યા 92961 કરોડ રૂપિયા, આવી રીતે ચેક કરી લો આવ્યા કે નહીં

રોકાણ

Last Updated on October 21, 2021 by Pravin Makwana

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 63.23 લાખથી વધારે ટેક્સપેયર્સના ખાતામાં આઈટીઆર રિફંડના 92,961 કરોડ રૂપિયા નાખ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગે ચાલૂ નાણાકીય વર્ષ 2021-22માં 1 એપ્રિલ 2021થી 18 ઓક્ટોબર 2021ની વચ્ચે રિફંડ જાહેર કરવામાં આવ્યુ છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેંટે 61,53,231 ઈંડિવિઝ્યુઅલ મામલે 23,026 કરોડ રૂપિયા રિફંડ જાહેર કર્યુ છે. તો વળી 1,69,355 મામલામાં 69,934 કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ રિફંડ જાહેર કર્યુ છે.

આપને જણાવી દઈએ કે, સરકારે અસેસમેંટ ઈયર 2021-22 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ વધારીને 31 ડિસેમ્બર 2021 કરી દીધી છે. આ અગાઉ મેમાં આઈટીઆર ફાઈલીંગ ડેડલાઈન વધારીને સીબીડીટીએ 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. પણ હવે ફરી એક વાર તેને લંબાવી દીધું છે.

ચેક કરી લો પોતાનું રિફંડ

ઈનકમ ટેક્સ વિભાગ તરફથી મોકલવામાં આવેલા રિફંડનું સ્ટેટસ ચેક કરવા માટે આવ વિભાગની નવી ઈ ફાઈલીંગ વેબસાઈટ પર જવાનું રહેશે. અહીં લોગીન કર્યા બાદ ઈન્કમ ટેક્સ રિફંડનો વિકલ્પ જોવાનો રહેશે. અહીં આપ સ્ટેટસ ચેક કરી શકો છો. જેને અત્યાર સુધી રિફંડ નથી મળ્યું તેમના માટે વિભાગે સલાહ જાહેર કરી છે.

નવા ઈન્કમ ટેક્સ પોર્ટલ પર આવી રીતે ચેક કરો

  • સૌથી પહેલા ઈનકમ ટેક્સની વેબસાઈટ www.incometax.gov.in પર જાઓ અને પોતાના પાન અને યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને અકાઉન્ટમાં લોગીન કરો.
  • લોગીન કર્યા બાદ ઈ ફાઈલ ઓપ્શન પર ક્લિક કરો. ઈ ફાઈલ ઓપ્શન અંતર્ગત ઈનકમ ટેક્સ રિટર્ન્સને સિલેક્ટ કરો અને ફરીથી વ્યૂ ફાઈલ્ડ રિટર્ન્સ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ પોતાની ફાઈલ માટે લેટેસ્ટ આઈટીઆરને ચેક કરો. વ્યૂ ડિટેલ્સ ઓપ્શન સિલેક્ટ કરો. એક વાર સિલેક્ટ કર્યા બાદ આપ ફાઈલ કરવામાં આવેલા આઈટીઆરનું સ્ટેટસ દેખાશે. તેમાં આપ ટેક્સ રિફંડને જાહેર કરવાની તારીખ, રિફંડ કરવામાં આવેલી રકમ અને વર્ષ માટેના બાકીના નાણાની ક્લિયરેંસની તારીખ પણ જોઈ શકશો.

READ ALSO

Related posts

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave

Sovereign gold bond scheme : આજથી ખુલી છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ પરંતુ શું તમે જાણો છો તેના ફાયદા, અહીં જાણો બધું

Vishvesh Dave

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!