GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

સાવધાન! યુવાનો તમાકુ નહીં પણ મોતને ગલોફામાં ભરાવી રહ્યા, મોઢાનાં કેન્સરમાં રાજ્યનાં આ શહેરમાં સૌથી વધુ કેસ

યુવાનો તમાકુ નહીં પણ મોતને ગલોફામાં ભરાવી રહ્યા છે. સિગારેટ અને હુક્કાને મર્દાનગીનું સિમ્બોલ ગણતી યુવાપેઢી પોતાના જીવતરને ધુમાડામાં ઉડાડી રહી છે, અને એટલે જ કેન્સર નામનો રોગ લોકોના જીવનને ધડાધડ ‘કેન્સલ’ કરી રહ્યો છે. તમાકુ અને ધુમ્રપાનને લીધે પુરુષોમાં કેન્સરનું પ્રમાણ સ્ત્રીઓ કરતા ડબલ જોવા મળે છે.

જિલ્લામાં તમાકુ અને ધુમ્રપાન કરનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે તમાકુ સહિતના નિકોટીનજન્ય પદાર્થોનું સેવન કરતા લોકોની સંખ્યા વધારે હોવાથી મોઢાના કેન્સરના દર્દીઓમાં વધારો જોવા મળે છે. વિશ્વમાં મોઢાના કેન્સરના જેટલા કેસ  છે તેમાંના ત્રીજા ભાગના ભારતમાં નોંધાયેલા છે. ભારતમાં કેન્સરના જેટલા કેસ નોંધાય છે તેમાંના ૩૦% કેસ મોઢાના કેન્સરના હોય છે.

વધુ ચોંકાવનારી વાત એ છે કે, ભારતમાંથી મોઢાના કેન્સરના કેસ સૌથી વધુ નોંધાતા હોય તેવા શહેરમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં યોજાઇ રહેલી કેન્સર કોન્ક્લેવમાં કેન્સરના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કેન્સરની સારવાર માટેની એપોલો CBCC  કેન્સર દ્વારા ૧૬મીથી બે દિવસીય ઇન્ડિયા કેન્સર કોન્ફરન્સ, CBCC   કેન્સર કોન્ક્લેવનો પ્રારંભ થયો છે.

જેમાં દેશભરના ૧૦૦ જેટલા કેન્સરના ડોક્ટર્સ ભાગ લઇ રહ્યા છે. ભાગ લઇ રહેલા ડોક્ટર્સના મતે ભારતમાં દર વર્ષે કેન્સરના સરેરાશ ૧૨ લાખ નવા કેસ નોંધાય છે. જેમાંથી પુરુષોમાં મોઢાનું અને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધારે હોય છે.  ડો. શિરિષ અલુરકરે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ ઓરલ કેન્સરનું હેડક્વાર્ટર બની ગયું છે તેમ કહેવામા અતિશયોક્તિ નથી. જેના માટે લોકોમાં સતત વધી રહેલી ગૂટકા-સિગારેટનું વ્યસન જવાબદાર છે.

ભારતમાં ઓરલ કેન્સરના જેટલા કેસ નોંધાય છે તેમાં મોટાભાગના અમદાવાદના હોય છે. ‘ ડો. વેલુ નાયરે જણાવ્યું હતું કે, ‘આપણે  ત્યાં કેન્સરના જેટલા કેસ નોંધાય છે તેમાંના ૪૦% બ્રેસ્ટ કેન્સરના હોય છે. મહિલાઓમાં હવે નવજાત બાળકોને બ્રેસ્ટફિડિંગ કરાવવાનું પ્રમાણ ઘટી રહ્યું છે અને આ કારણે બ્રેસ્ટ કેન્સરના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. મહિલાઓએ માતા બન્યા બાદ ઓછામાં ઓછા ૬ મહિના બાળકોને બ્રેસ્ટફિડિંગ કરાવવું જોઇએ. ભારતમાંથી છેલ્લા ૧૦  વર્ષમાં કેન્સરના કેસમાં વધારો નોંધાયો છે. દર વર્ષે મહિલા દર્દીની સરખામણીએ પુરુષ કેન્સરના દર્દીઓનું મૃત્યુનું પ્રમાણ વધારે છે. ભારતમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગ બાદ મૃત્યુનું બીજું સૌથી મોટુ કારણ કેન્સર છે. ‘ તબીબોના મતે સમયસર સારવાર મળે અને હકારાત્મક્તા સાથે લડવામાં આવે તો કેન્સરને પરાસ્ત કરવું મુશ્કેલ નથી. કેન્સરમાં રાહ જોયા વિના વહેલામાં વહેલી તકે સારવાર લેવી જરૃરી છે.

READ ALSO

Related posts

પહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

Pravin Makwana

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

SBIની ગ્રાહકોને ચેતવણી : પાન કાર્ડ અને IT રિટર્નની જાણકારી વગર આટલા લાખથી વધુના ઉપાડ પર આપવો પડશે ટેક્સ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!