ડેટા લીક બદલ સવાલોના ઘેરામાં આવેલી સૌથી લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક ફરી એક વખત વિવાદમાં છે. ફેસબુકના સર્વરથી અંદાજે 42 કરોડ યુઝર્સના મોબાઇલ નંબર લીક થતાં વિશ્વભરમાં ફેસબુકની પ્રાઇવસી સામે સવાલો ઉઠી રહ્યા છે.

જે યુઝર્સના મોબાઇલ નંબર લીક થયા છે તેમાં યુઝર્સના નામ જેન્ડર અને એડ્રેસ સહિત તમામ મહત્વની જાણકારી સામેલ હતી. સમગ્ર મામલે ઉહાપોહ થતાં ફેસબુક ફરી બચાવની મુદ્રામાં આવી ગયું છે.

ડેટા લીકને લઇને વારંવાર નિશાના પર રહેલા ફેસબુકનો ડેટા ફરી એક વખત લીક થતાં વિશ્વભરમાં ફેસબુકની શાખ સામે સવાલો ઉઠી રહ્યા છે.ફેસબુકના સર્વરથી અંદાજે 42 કરોડ યુઝર્સના મોબાઇલ નંબર લીક થતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.એક રિપોર્ટ અનુસાર ફેસબુક યુઝ કરનારા 42 કરોડ યુઝર્સના મોબાઇલ નંબર લીક થયા છે.જે પૈકી સૌથી વધુ અમેરિકાના 13.3 કરોડ. બ્રિટનના 1.8 કરોડ અને વિયેતનામના 5 કરોડ મોબાઇલ નંબર સામેલ છે. આ લીકના માધ્યમથી યુઝર્સને ફેક કોલ અને સિમ સ્વેપીંગ જેવી ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે.

મળતી માહિતી મુજબ આ મોબાઇલ નંબર લીક થવાનું કારણ પાસવર્ડ પ્રોટેક્ટેડ સર્વર ન હોવાનું સામે આવી રહ્યું છે. પાસવર્ડ પ્રોટેક્ડેટ સર્વર ન હોવાને કારણે સર્વર એક્સેસ કરવું સરળ બન્યું.ફેસબુકની યુઝર આઈડીથી લગભગ 42 કરોડ યુઝર્સના ફોન નંબર લિંક્ડ હતા.આ સાથે જ તેમાં યુઝર્સના નામ. જેન્ડર અને એડ્રેસ સહિતની તમામ જાણકારી સામેલ હતી.મહત્વની વાત એ છે કે આ ડેટા લીકમાં કેટલાક વીવીઆઇપી લોકોના નંબર પણ સામેલ છે.

સમગ્ર મામલે ઉહાપોહ મચ્યા બાદ ફેસબુક ફેસ સેવિંગની મુદ્રામાં આવી ગઇ છે. ફેસબુકે જણાવ્યું છે કે લીક થયેલો ડેટા જૂનો છે.અને તેનાથી ડરવાની જરૂર નથી.કારણ કે. ગત વર્ષે જ ફેસબુકે મોબાઈલ નંબરના માધ્યમથી યુઝર્સને શોધવાની સુવિધા બંધ કરી દીધી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ડેટાના માધ્યમથી અકાઉન્ટ હેક કરવાની એક પણ ઘટના સામે આવી નથી.વિવાદોમાં આવ્યા પછી ફેસબુકે આ ડેટા હટાવી દીધો છે. મહત્વનું છે કે ગત મહિને એફટીસીએ ફેસબુકને 5 અબજ ડોલર એટલે કે 3500 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.ફેસબુકને યુઝર્સના વ્યક્તિગત ડેટાનો દુરૂપયોગ કરવા બદલ આ દંડ ફટકારાયો. પરંતુ હવે ફરી ડેટા લીકને લીધે કંપની પર ફરી સવાલ ઉભા થયા છે કે શા માટે આટલા મોટા ડેટાબેઝને કોઈ પણ પાસવર્ડ પ્રોટેકશન વગર સર્વર પર રાખવામાં આવ્યો હતો.
READ ALSO
- ‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું
- આ એક્ટ્રેસને આ રીતે કમર હલાવવાના મળશે 3 કરોડ રૂપિયા, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો
- સાઉથની આ પાંચ અભિનેત્રીઓ છે અત્યંત ખૂબસૂરત, બોલિવુડમા છે તેમની ચર્ચા
- ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર
- અચનાક બેકાબુ થયા ઘોડા, રથ લઈને ભાગ્યા પછી થયું એવું કે….