GSTV
Home » News » સાવધાન: હવે દિવસો નજીક આવી ગયા છે, તમારો કોઈ પણ મેસેજ સરકાર ગમે ત્યારે ચેક કરી શકશે

સાવધાન: હવે દિવસો નજીક આવી ગયા છે, તમારો કોઈ પણ મેસેજ સરકાર ગમે ત્યારે ચેક કરી શકશે

તમારા કોમ્પયુટર પર સરકારે નજર રાખવા માટે 10 એજન્સીઓને તો નીમેલી જ છે પરંતુ હવે સરકાર અધિનિયમની કલમ 79ને અમલમાં લાવવાની તૈયારીમાં છે. એક અહેવાલ અનુસાર આ સેક્શન દેશભરનાં તમામ ઑનલાઇન પ્લેટફોર્મ પર લાગુ પડશે. આ કાયદાના અમલીકરણ પછી ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, શેરચૅટ, ગૂગલ, એમેઝોન અને યાહૂ જેવી કંપનીઓને સરકાર દ્વારા પૂછવામાં આવેલા કોઈ પણ મેસેજની સંપૂર્ણ માહિતી આપવી પડશે.

ઉદાહરણ તરીકે જો સરકારને કોઈ મેસેજ, વિડિયો અથવા ફોટો પર શંકા થાય છે તો સરકાર આવા મેસેજ વિશે સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી માહિતી માંગશે અને આ કંપનીઓને મેસેજની તમામ જાણકારી આપવી પડશે.

સેક્સન 79ના અમલીકરણ પછી ગેરકાયદેસર રીતે ઑનલાઇન જોવામાં આવતી તમામ વસ્તુ પર રોક લાગશે. અહેવાલનું માનીએ તો શુક્રવારે આ મુદ્દા સંબંધિત એક બેઠક પણ થઈ હતી છે જેમાં પાંચ પાનાનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં સાયબર લો ડિવીઝન, ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય, ઓઈન્ટરનેટ સેવા પ્રદાતા સંગઠનનાં એક અધિકારી, ગૂગલ, ફેસબુક, વોટ્સએપ, એમેઝોન, યાહૂ, ટ્વિટર, શેરચેટ અને સેબીના પ્રતિનિધિઓ પણ સામેલ હતા.

આ કાયદાનાં અમલીકરણ પછી કોઈપણ બાબત પર સોશિયલ મીડિયા કંપનીઓને સરકારને 72 કલાકની અંદર માહિતી આપવી પડશે. તેના માટે આ કંપનીઓએ ભારતમાં તેમના નોડલ અધિકારીઓની પણ નિમણૂંક કરવી પડશે અને સાથે સાથે આ કંપનીઓને તમામ એકાઉન્ટનો 180 દિવસનો ડેટા પણ રાખવો પડશે.

READ ALSO

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!