GSTV
Business India Trending

સાવધાન: આ રીતે ખાલી થાય છે તમારું ATM કાર્ડ, આટલુ કરો તો બચી જશો

આજે માણસો એટીએમને લઈને સૌથી વધુ ઠગાઈ છે. ફ્રોડ કરનાર લોકો પહેલા એટીએમને જ ટારગેટ કરે છે. અને લોકોને ચૂનો લગાવે છે. દેશના ઘણા ભાગોમાં આ પ્રકારના ગુનાઓ થાય છે. રાજધાની દિલ્હીમાં એ.ટી.એમ. સાથે જોડાયેલા ફ્રોડની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે, ઘણી ગેંગ એટીએમ ફ્રોડનો ધંધો કરે છે. અને તેના દ્વારા સંપૂર્ણ ATMને હેક કરી દેવામાં આવે છે.

જાણકારો અનુસાર, એટીએમમાંથી પૈસા લૂંટવા માટે, બાકસની દિવાળી, ગ્લુ સ્ટિક, થર્મો કેમ, સ્કીમર, શોલ્ડર સર્ફિંગ (પાછળ ઊભાં રહીને યુઝર્સનો પિન જાણી લેવો), સ્લીક ટ્રિક એટ પાઉચ અને સ્લીક ટ્રિક કેશ ડિસ્સ્પેસર વગેરે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. સાયબર એક્સપર્ટ પ્રબેશ ચૌધરીનો દાવો છે કે ચિરાગ દિલ્હીમાં પી.એન.બી.નાં એટીએમ હેક કેસમાં સ્કીમર ટ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો એટીએમ ફ્રોડ માટે આ દિવસોમાં સૌથી વધુ ઉપયોગ થાય છે.

આ રીતે થાય છે ફ્રોડ

ક્રિપ્ટસ સાયબર સિક્યોરિટી એજન્સીના ડાયરેક્ટર મનીષ કુમાવત આ ઉપકરણ અને ઉપયોગની ટેકનીકી માહિતી આપે છે કે એટીએમ ક્લોનિંગ કાર્ડ પર આધાર રાખે છે કે તે કેવું કાર્ડ છે. જો તમે મને ફ્રેશ એટીએમ આપો છો અને મારી પાસે બ્લેન્ક કાર્ડ છે તો હું સરળતાથી ક્લોનિંગ કરી શકું છું. તેના માટે એક ઉપકરણ હોય છે, જેનાથી તેને સ્કેન કરવામાં આવે છે અને બ્લેન્ક કાર્ડ પર મૂકવામાં આવે છે. તેનાં પછી જરૂર પડે છે એટીએમ પિનની. કે જેને ફ્રોડ કોલ્સ દ્વારા યુઝર પાસેથી ફોન પર મંગાવવામાં આવે છે અને પૈસા કાઢી લેવામાં આવે છે.

આટલુ ધ્યાન રાખો

કુમાવતે કહ્યું કે ઘણી વાર યુઝર એટીએમ મશીન પર ટ્રાંઝેક્શન કરવા જાય છે. કાર્ડ સ્વાઇપ પણ કરે છે પરંતુ પિન દાખલ કર્યા પછી એરર અથવા ટ્રાંઝેક્શન ફેલ દેખાય કે તરત તે જતો રહે છે. થોડા સમય પછી તેને ટ્રાંઝેક્શન સક્સેસ થવાનો મેસેજ મળે છે. આ બધી વસ્તુઓ એક સ્કીમર ઉપકરણ દ્વારા થાય છે.

આ ઉપકરણથી એટીએમ ક્લોન થાય છે અને જે નંબર પૅડ છે તેમાં એક ફેક નંબર પૅડ લગાવવામાં આવે છે અને ફેક નંબર પૅડ બધાના પિન મેળવી આપે છે. માટે ક્યારેય તમારે અધુરા ટ્રાંઝેક્શને જતુ ન રહેવું જોઈએ અને ઉપર નીચે ચેક કરી લેવુ જોઈએ કે ક્યાંય કેમેરો તો નથી લગાવ્યો.

READ ALSO

Related posts

દિવાળી અને છઠના તહેવારના કારણે રેલવે 350થી વધુ ટ્રેનો ચલાવશે

GSTV Web Desk

ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે રાહુલ ગાંધી, ગુજરાત અને હિમાચલ માટે કોંગ્રેસનો શું હશે પ્લાન બીઃ આ નેતાને મળી શકે છે જવાબદારી?

HARSHAD PATEL

તમારા કામનું / શરદી-ઉધરસમાં કફ સીરપ લેવી કેટલી જરૂરી છે? આ જાણવું ખૂબ જરૂરી

Hardik Hingu
GSTV