GSTV
Home » News » સાવધાન! તમારા ડેટા થઈ શકે છે હેક, સોફ્ટવેર કંપની Subexનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે

સાવધાન! તમારા ડેટા થઈ શકે છે હેક, સોફ્ટવેર કંપની Subexનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે

ભારતીય સોફ્ટવેર કંપની Subexની એક ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે જાણો શું છે હકિકત. એ રિપોર્ટમાં માલવેરના સતત રીતે વધતા એટેકનું સ્તર એક નવો ટ્રેન્ડ દર્શાવી રહ્યું છે. આ નવા ટ્રેન્ડ હેઠળ હેકર્સ લોકોના ડેટા ચોરી કરવા માટે ઘણાં ધૈર્ય સાથે રાહ જોવે છે. સાથે જ નવા માલવેર વેરિએન્ટ જુના માલવેરની સરખામણીએ ઘણાં વધુ ગુપ્ત છે અને લાંબા સમય સુધી પકડમાં આવ્યા વિના કામ કરી શકે છે.

ઘરમાં ઈન્ટરનેટ સાથે જોડાયેલ દરેક ડિવાઈસ ઈન્ટરનેટ ઓફ થિંગ્સમાં સામેલ કરેલા છે. જેમાં 2019ના બીજા ક્વાર્ટરમાં બહુ ગંભીર 500 એટેક થયા છે. જેમાં 7890 માલવેર શોધી કઢાયા છે. કુલ થયેલ સાયબર એટેકમાં સ્માર્ટ સિટીઝ, ફાઈનાન્શિયલ સર્વિસિસ અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટરોમાં 51 ટકા જેટલા એટેક થયા છે. આ માલવેર 90 દિવસ સુધી ડિટેક્ટ થયા વિના ડિવાઈસમાં ઘુસ્યા રહે છે.

ચેક રિપબ્લિક, પોલેન્ડ અને સ્લોવેનિયાથી સૌથી વધુ સાયબર એટેક ડિટેક્ટ થયા છે. ભારતમાં તેજીથી મોડ્યુલર માલવેર આધારિત એટેકના સમાચારો આવી રહ્યા છે. માલવેરની વધતી વેરાઈટી જોતા ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર સૌથી વધુ રિસ્ક છે. ફર્સ્ટ ટાઈમ એટેકની સંખ્યામાં બહુ તેજીથી વૃદ્ધિ થઈ છે. અત્યંત ગંભીર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મજબૂત પોલિટિકલ પ્રભાવ જોવા મળી રહ્યો છે. ભારત દુનિયામાં સૌથી વધુ એટેકનો શિકાર બનતા દેશમાં સામેલ છે. હેકર્સના નિશાના પર દિલ્હી, મુંબઈ અને બેંગલુરૂ મુખ્ય ત્રણ શહેરો છે.

READ ALSO

Related posts

પાકના નાપાક ઇરાદા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા ઘડ્યો આ પ્લાન

Bansari

સોનમના શરીરમાં ઊભી થઈ છે આ એક મહત્વના તત્વની ઊણપ, તેણે જાતે જ કર્યો ખુલાસો

NIsha Patel

INX મીડિયા મામલે મોટો ખુલાસો, કાર્તિ ચિદમ્બરમને મળ્યા હતા 11 લાખ 23 હજાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!