એરલાઈન્સમાં પ્રવાસ કરનારા પ્રવાસી થઈ જાય સાવધાન, આ રીતે તમને લૂંટે છે કંપનીઓ

યૂકે નાગર વિમાનન ઑથોરિટી દ્વારા તાજેતરમાં કરાયેલી તપાસ દ્વારા એરલાઈન્સ કંપનીઓની વધારે પૈસા વસૂલવાની નીતિનો ખુલાસો થયો છે. તપાસ પરથી જાણવા મળ્યું છે કે ઘણી એરલાઈન્સ એક પરિવારના લોકોને એકબીજાની બાજુમાં સીટ આપવાના બદલે અલગ-અલગ બેસાડે છે, જેનો પરિવાર અનુરોધ કરે છે. પ્રવાસીઓ દ્વારા અનુરોધ કરવાથી કંપનીઓ તે લોકો પાસેથી વધુ રકમ વસૂલે છે, ત્યારે તેને સાથે બેસાડવામાં આવે છે.

એરલાઇન્સે સેટ કર્યુ અલ્ગોરિદ્મ

આ સંદર્ભમાં ડિજિટલ મિનિસ્ટર માર્ગોટ જેમ્સે જણાવ્યું કે, કેટલીક એરલાઈન્સે એક અલ્ગોરિદ્મ સેટ કર્યુ છે, જે અટકના આધારે સાથે યાત્રા કરી રહેલા પ્રવાસીઓની ઓળખ કરે છે. ઓળખ બાદ એક સરનેમવાળા લોકોને એકબીજાથી અલગ બેસાડવામાં આવી રહ્યાં છે. એવામાં જ્યારે કોઈ પરિવાર સાથે બેસવા ઈચ્છે છે તો તેની પાસેથી વધુ રકમ વસૂલવામાં આવે છે.

તપાસમાં જોડાયું નાગર વિમાનન મંત્રાલય

એવામાં કંપનીઓનું કહેવુ છે કે જે લોકો પોતાની મનપસંદ બેઠક પસંદ કરવા માટે વધુ રકમની ચૂકવણી કરતા નથી, તેને રેન્ડમલી બેઠક આપવામાં આવે છે. જોકે, નાગર વિમાનન મંત્રાલય એક વર્ષથી વધુના સમયથી સીટ એલૉકેશન માટે અપાતી રકમના મામલાની તપાસમાં જોડાયેલી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter