GSTV
Health & Fitness Trending

સાવધાન/ એક વાર પીઝા ખાવાથી જીવનની 7.8 મિનિટની ઉંમર થાય છે ઓછી, લાંબુ જીવન જીવવું હોય તો આ વસ્તુઓથી બનાવી લેજો દૂરી

દરેક વ્યક્તિ ઈચ્છતો હોય કે તેનું આયુષ્ય લાંબુ અને તંદુરસ્ત બનેલું રહે. વર્લ્ડ લાઇફ એક્સપેક્ટન્સી અનુસાર, ભારતમાં પુરુષોની સરેરાશ ઉંમર 69.5 વર્ષની અને સ્ત્રીઓની ઉંમર 72.2 વર્ષની છે. આ દરમિયાન તંદુરસ્ત હેલ્થ હોય તો કેટલાય લોકો એનાથી વધુ પણ જીવે છે. તો જે લોકો પહેલેથી જ હેલ્થ પ્રત્યે સજાગ નથી તેઓ નાની ઉંમરે અમુક રોગથી ગ્રસ્ત થઈ જતા હોય છે. હ્રદય સંબંધિત રોગો, ફેફસાના રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ સહિત એવા શરીરમાં જોવા મળતા અને જીવલેણ સાબિત થતા 50 જેટલા રોગો છે, જે નાની ઉંમરમાં મૃત્યુનું કારણ બની શકે છે. વિજ્ઞાન માને છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ સારી વસ્તુઓનું કહેતાં હેલ્ધિ વસ્તુઓનું સેવન કરે છે તો તેનું આયુષ્ય વધી શકે છે અને જો કોઈ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરે છે તો તેનું જીવન પણ ઘટી શકે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારું લાંબુ આયુષ્ય હોય તો કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ ન ખાવી તેનું ધ્યાન આપો.

6 હજાર ખાદ્ય પદાર્થો પર સંશોધન કરવામાં આવ્યું

નેચર ફૂડ જર્નલમાં પ્રકાશિત થયેલા વૈજ્ઞાનિકોના અભ્યાસ અનુસાર, આ અભ્યાસ વ્યક્તિના જીવનની સારી ગુણવત્તા પર આધારિત હતો. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ લગભગ 6 હજાર જેટલી વિવિધ વસ્તુઓ જેમાં નાસ્તાના પેકેટ, ફૂડ, લંચ અને વિવિધ પીણાંઓની તપાસ કરી. તેઓએ જોયું કે જો કોઈ વ્યક્તિ પ્રોસેસ્ડ મીટ ખાય છે, તો તે દરરોજ તેના જીવનમાં 48 વધારાની મિનિટ ઉમેરી શકે છે.

આ વસ્તુઓ ખાવાથી જીવન ટૂંકું થાય

રિપોર્ટ અનુસાર આ વસ્તુઓ છે જેનું સેવન કરવાથી વ્યક્તિનું જીવન ટૂંકાવી શકે છે.

હોટ ડોગ: જીવન 36 મિનિટ ઓછું કરે છે

પ્રોસેસ્ડ મીટ (બેકન): જીવનની 26 મિનિટ ઘટાડે છે

ચીઝી બર્ગર: 8.8 મિનિટ ઉંમર ઓછી કરે

સોફ્ટ ડ્રિંક્સ: 12.4 મિનિટ ઉંમર ઓછી કરે

પિઝા:7.8 મિનિટ ઉંમર ઓછી કરે

આ વસ્તુઓ ખાવાથી ઉંમર વધે

જે રીતે અમુક વસ્તુઓ ખાવાથી ઉંમર ટૂંકી થાય છે એ જ રીતે અમુક વસ્તુઓ ખાવાથી ઉંમર પણ વધી શકે છે.

પીનટ બટર અને જામ સેન્ડવિચ: આયુષ્ય 33.1 મિનિટ વધે

બેકડ સૅલ્મોન માછલી: 13.5 મિનિટ ઉંમર વધારે

બનાના: 13.5 મિનિટની ઉંમર વધે છે

ટામેટાં: 3.8 મિનિટની ઉંમર વધે છે

એવોકાડો: 1.5 મિનિટ ઉંમર વધે છે

માનવ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે આહારમાં ફેરફાર કરો

આ અભ્યાસનો હેતુ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર ખોરાકની અસર એ વિષય પર હતો. જેમાં એક્સપર્ટે કહ્યું કે સૅલ્મોન ફિશમાં ઘણાં ન્યુટ્રિશ્યન જોવા મળ્યા છે.જેના સેવનથી લાઈફમાં 16 મિનિટ વધી જાય છે. રિસર્ચ ટીમમાં સામેલ પ્રોફેસર ઓલિવિયર જોલિયેટે કહ્યું, “સંશોધનમાંથી જે પરિણામો સામે આવ્યા છે તેનાથી લોકોને તેમના સ્વાસ્થ્ય અને પર્યાવરણને સુધારવામાં મદદ મળશે. લોકોએ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને સુધારવા માટે તેમના આહારમાં પણ ફેરફાર કરવો જોઈએ.

આ વસ્તુઓ ખાવાથી જીવનમાં ઘટાડો થઈ શકે

રિપોર્ટ મુજબ મિશિગન યુનિવર્સિટીના નિષ્ણાતોએ કેટલીક ખાદ્ય વસ્તુઓ અને સ્વાસ્થ્ય પર તેની અસરો વિશે જાણવા માટે સંશોધન કર્યું હતું. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે કેટલીક વસ્તુઓ એવી છે જે તમારી આયુષ્યની થોડી મિનિટો વધારી દે છે, જ્યારે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી તમારું આયુષ્ય થોડી મિનિટો સુધી ઘટાડી પણ દે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ એક અખરોટ ખાય છે, તો તેનું જીવન 26 મિનિટ સુધી વધી શકે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ હોટ-ડોગની એક સર્વિંગ ખાય છે, તો તેનું જીવન 36 મિનિટ સુધી ઘટી જાય છે. આ સિવાય પીનટ બટર અને જામ સેન્ડવિચ કોઈપણ વ્યક્તિની ઉંમર અડધો કલાક વધારી શકે છે.

READ ALSO

Related posts

નવી રણનીતિના સંકેત! / POK અંગે અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, US રાજદૂતે ગણાવ્યું આઝાદ કાશ્મીર

Hemal Vegda

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda
GSTV