GSTV

જામનગર : લાખોના ખર્ચે બનાવેલ કોઝવે ઉદ્દઘાટન પહેલા જ તૂટી ગયો, 56 લાખ પાણીમાં

ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ, કોઝવે તેમજ ગ્રામ્ય પંથકના રસ્તાઓમાં તૂટ્યા છે. રાજ્યના દરેક શહેરોમાં, ગામોમાં રસ્તાઓની રામાયણ તો ચાલુ જ છે, પરંતુ એક એવું ગામ છે જ્યાં લાખોના ખર્ચે બનાવેલ કોઝવે ઉદ્દઘાટન પહેલા જ પાણીમાં ગરકાવ થઈ ગયું. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામમાંથી જૂનીઆજી નદીમાંથી સામાકાંઠા વિસ્તારમાં આવન-જાવન માટે થઈને સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી વખતો વખત સરકારમાં કોઝવે બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. જેને ઉદ્દેશીને ગુજરાત ઈકોલોજી કમિશન વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર ભારત સરકાર અનુદાનિત સ્માર્ટ ઈકો વિલેજ પ્રોજેક્ટ દ્વારા વર્ષ ૨૦૧૯ ૨૦૨૦ ની ગ્રાન્ટ ફાળવી કરી અંદાજે રૂપિયા ૫૬ લાખ ફાળવવામાં આવેલ હતા.

કોરોના વાયરસની મહામારી દરમિયાન આ કોઝવેનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું નહોતું. ત્યારબાદ ભારે વરસાદને કારણે આજી ડેમ ચાર માંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા માત્ર ચાર માસમાં જ બાંધેલો કોઝવે પાણીમાં ગરકાવ થતા તૂટી ગયો. જેને લઇને સ્થાનિક ખેડૂતોની જમીનને ખુબજ નુકસાન પહોંચ્યું છે. પુરસંરક્ષણ દીવાલ પણ નમી જતા બાજુના ખેતરોમાં નુકસાન થયું છે. કોઝવે બાંધવાથી ખેડૂતોને આશા હતી કે પોતાની જમીન સુરક્ષિત અને સામા કાંઠે આવન-જાવન માટે થઈને સહેલાઈ રહેશે. પરંતુ ચાર જ માસમાં પાણીમાં ગરકાવ થઈ જતા લાખો રૂપિયા અને ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!