Archive

Category: Cricket

IND vs AUS: બીજી T20 મૅચ વરસાદને કારણે રદ્દ, ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગની આજે પણ ટીકા

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 મેચ શરૂ થઈ હતી જેમાં આજે ફરી એક વખત વરસાદ વિલન બન્યો હતો. પરિણામે આજની બીજી મેચ રદ્દ કરવી પડી હતી. કૅપ્ટન કોહલીએ ટૉસ જીતીની ઓસ્ટ્રેલિયાને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું…

ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 મેચ, વરસાદ બન્યો વિલન, ઓસ્ટ્રેલિયાએ ફટકાર્યા 132 રન

ભારત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબોર્નમાં આજે બીજી ટી-20 મેચ ચાલી રહી છે. ભારત માટે આજે કરો યા મરો જેવી સ્થિતિ છે. ભારત આ મેચ હાર્યું તો ટી-20 સિરિઝ હારી જશે. પહેલી ટી-20 જીતીને ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની સીરીઝમાં 1-0થી આગળ છે. ટીમ…

INDvAUS: ‘કરો યા મરો’ની સ્થિતી વચ્ચે આજે બરાબરી કરવા ઉતરશે ટીમ ઇન્ડીયા

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટ્વેન્ટી-૨૦માં લડાયક દેખાવ છતાં ભારતને ડકવર્થ લુઈસની ફોર્મ્યુલાને કારણે ચાર રનથી હારનો સામનો કરવો પડયો હતો. જે પછી હવે કોહલીની ટીમ આજે મેલબોર્નમાં રમાનારી શ્રેણીની બીજી ટી-૨૦માં જીતના દબાણ હેઠળ ઉતરશે. શ્રેણીમાં ૦-૧થી પાછળ પડેલા ભારતે સિરીઝમાં…

વેસ્ટ ઈન્ડીઝમાં રમાઈ રહેલા મહિલા વર્લ્ડ ટી-20માંથી ભારતીય ટીમ બહાર

વેસ્ટ ઈન્ડીઝમાં રમાઈ રહેલા મહિલા વર્લ્ડ ટી-20 ભારતીય ટીમ બહાર ફેંકાઈ ગઈ છે. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો. ભારતને હરાવીને ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટના કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો…

માત્ર 4 ઓવરમાં 96 રન કરી ટીમ જીતી ગઈ : આ એકલા ખેલાડીની ધૂઆંધાર બેટિંગ

અફઘાનિસ્તાનના મોહમ્મદ શહજાદે બુધવારે દુબઈમાં રમાયેલી T10 લીગમાં માત્ર 12 બોલમાં અર્ધસદી ફટકારી દીધી. તેણે કુલ 16 બોલનો સામનો કરીને 8 છગ્ગા અને 6 છગ્ગા સાથે પોતાની હાફ સેન્ચુરી બનાવી હતી. પોતાની તોફાની ઇનિંગમાં શહજાદ એક પણ ડૉટ બોલ રમ્યો…

INDvAUS: અમારી આ ચાલાકીના કારણે હાર્યો કોહલી, ઑસ્ટ્રેલિયન બૉલરે કર્યો ખુલાસો

પહેલી ટી-20 મેચમાં ચાર રનથી જીત્યા બાદ ઑસ્ટ્રેલિયન બોલર માર્કસ સ્ટોઇનિસે કહ્યું કે ભારતને હરાવવા માટે અમે ખાસ રણનીતી બનાવી હતી. બ્રિસ્બેન ટી-20ના હીરો સ્ટોઇનિસે જણાવ્યું કે ભારત સામે ડેથ ઓવરોમાં બોલની સ્પીડ ઓછી કરવી તેમની રણનીતી હતી. ભારતને અંતિમ…

INDvAUS: ‘પિકચર અભી બાકી હૈ’ ઑસ્ટ્રેલિયા સામે હારથી વિચલિત ન થયો કોહલી

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયા સામે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચને ચાર રનથી ગુમાવ્યા બાદ જણાવ્યું કે હારનું વધુ દુખ નહી થાય, કારણ કે સીરીઝની બાકીની બે મેચ જલ્દી 23 અને 25 નવેમ્બરે રમાશે. તેમણે કહ્યું કે, જ્યારે અમારા ત્રણ કે…

IND vs AUS: પ્રથમ રોમાંચક T20 મૅચમાં ટીમ ઇન્ડિયાની હાર, આ હતું મોટું કારણ

ડકવર્થ લુઇસના આધાર પર મળેલા 174 રનના લક્ષ્યાંકના જવાબમાં ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરી હતી. જેમાં ટીમ ઇન્ડિયાના બૅટ્સમેનો 17 ઓવરમાં 7 વિકેટે 169 રન કરી શક્યાં હતાં. ટીમ ઇન્ડિયા તરફથી 35 રને જ રોહિત શર્મા (7) ની વિકેટ પડી જતાં…

ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા 158 રન પણ ભારતને 17 ઓવરમાં 174 રનનો અપાયો લક્ષ્યાંક

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સીરીઝનો પહેલો ટી-20 મુકાબલો બ્રિસબેનમાં રમાય રહ્યો છે. બ્રિસબેનમાં બંને ટીમો ટી-20 ફોર્મેટમાં પહેલી વખત સામસામે રમી રહ્યાં છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરના અંતે  158 રન કર્યાં છે….

INDvAUS: Video-કોહલી ઑસ્ટ્રેલિયા સામેની પહેલી જ મેચમાં કરી બેઠો આ મોટી ભૂલ

ઑસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત ટી-20 મેચથી કરનાર ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને યજમાન ટીમને બેટિંગ માટે આમંત્રિત કરી છે. શરૂઆતની ઓવરમાં ભારતનું આક્રમણ ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી પર હાવી રહ્યું પરંતુ કેપ્ટન એરૉન ફિંચનો કેચ ચૂકી જતાં ભારતીય ફેન્સ નિરાશ થયાં હતા. A…

INDvAUS T-20: ….તો અમે પણ શાંત નહી બેસીએ, કાંગારૂઓને કોહલીનો ‘વિરાટ’ સંદેશ

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રણ ટી-20 મેચની સીરીઝ શરૂ થઇ રહી છે. પહેલી મેચ બ્રિસબેનના ગાબા સ્ટેડિયમમાં રમાશે. આ વચ્ચે મેચ પહેલાં જ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને શ્રેષ્ઠ બેટ્સમેનની…

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં રોહિત શર્મા રચશે આ ઈતિહાસ!

ભારતીય ટીમમાં તોફાની અંદાજથી બેટિંગ કરનાર બેટ્સમેન રોહિત શર્માની બેટિંગ અત્યારે ક્રિકેટ મેદાનમાં આગ ફેલાવી રહીં છે. હાલમાં જ વેસ્ટ ઈન્ડીઝની સામે સંપન્ન થયેલી વન-ડે અને ટી-20 શ્રેણીમાં હિટમેને વિશ્વ ક્રિકેટના કેટલાંક કિર્તીમાન પોતાના નામે કર્યા છે. હવે બુધવારથી ઓસ્ટ્રેલિયા…

સિક્સર ક્વીન: હરમનપ્રીતે માર્યો મહિલા વિશ્વ કપનો સૌથી લાંબો છગ્ગો

વેસ્ટ ઈન્ડીઝમાં ચાલી રહેલા મહિલા વિશ્વ કપ દરમ્યાન થોડા દિવસો પહેલા ભારતની મેચ ઓસ્ટ્રેલિયા સાથે હતી. ભારતીય ટીમ તરફથી ભલે તાબડતોબ 83 રન બનાવીને સ્મૃતિ મંધાના પૂર્વ મેચમાં છવાઈ ગઈ. પરંતુ મેચ દરમ્યાન બીજી એક ઘટના પણ પ્રશંસાને પાત્ર રહીં,…

ઑસ્ટ્રેલિયા સીરીઝ :પ્રથમ T-20 માટે ટીમ ઇન્ડિયાનું એલાન, ધોનીનું સ્થાન લેશે આ ખેલાડી

યજમાન ઑસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયા પોતાના પ્રવાસની શરૂઆત ટી-20 સીરીઝ સાથે કરી રહી છે. ત્રણ મેચની સીરીઝનો પહેલો મુકાબલો બુધવારે બ્રિસબેનમાં રમાશે. વિરાટ બ્રિગેડ પોતાની તૈયારીને અંતિમ રૂપ આપી ચુકી છે. બંને કેપ્ટન (વિરાટ કોહલી અને એરૉન ફિંચ) ટી-20 ટ્રૉફીનું…

બૉલ ટેમ્પરિંગ વિવાદ : સ્મિથ,વૉર્નર અને બેનક્રૉફ્ટ પ્રત્યે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાનું સખત વલણ, પ્રતિબંધ રહેશે યથાવત

બૉલ ટેમ્પરિંગ મામલે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર પર એક વર્ષ જ્યારે કેમરૂને બેનક્રૉફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંગળવારે આ ત્રણેયની સજા પર સમીક્ષા કરવામાં આવી પરંતુ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા તરફથી કોઇ નરમાશ દાખવવામાં નથી આવી અને આ…

‘લાંબા ઓસ્ટ્રેલિયન બોલરોને મળશે લાભ, પરંતુ અમે પણ તૈયાર’

ભારતીય વાઈસ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન બોલરોને પોતાના લાંબા કદનો ફાયદો મળશે, પરંતુ ભારતીય ટીમ પણ આ વખતે ક્રિકેટની આ સ્પર્ધાત્મક પરિભાષાને બદલવા માટે તૈયાર છે. ભારતીય ટીમની રમવાની શરૂઆત 21 નવેમ્બરે ટી-20 મેચથી થશે. ઊંચા બોલરોને ફાયદો,…

‘વિરાટ કોહલી સુપરહ્યુમન છે, રન બનાવવાથી પણ વધારે તેમની આ વાતથી પ્રભાવિત છું’

ટીમ ઈન્ડિયાના વિશ્વ વિજેતા કેપ્ટન કપિલ દેવનું માનવુ છે કે વિરાટ કોહલી સુપરહ્યુમન છે. પૂર્વ કેપ્ટને કહ્યું, મને લાગે છે કે વિરાટ કોહલી વિશેષ વ્યક્તિ અને ખેલાડી છે. મારા વિચારથી કેટલાંક લોકો વિશેષ હોય છે અને તેઓ તેમાંથી એક છે….

વિરાટ નહી, ટીમ ઇન્ડિયાના આ વિસ્ફોટક બેટ્સમેનથી ભયભીત છે કાંગારૂ ખેલાડીઓ

ભારત સામે ક્રિકેટ સીરીઝ પહેલા માઇંડ ગેમ રમવામાં માહેર ઑસ્ટ્રેલિયાના ખેલાડી ટીમ ઇન્ડિયાના એક બેટ્સમેનથી ભયભીત છે. કાંગારૂ ક્રિકેટર વિરાટ કોહલી નહી પરંતુ ટીમ ઇન્ડિયાના અન્ય એક સ્ટાર બેટ્સમેનથી ડરેલા છે. આ બેટ્સમેન બીજુ કોઇ નહી ટીમ ઇન્ડિયાના વન ડે…

INDvAUS: વિરાટ કોહલીને લઇને ઑસ્ટ્રેલિયાના આ ફાસ્ટ બોલરે કરી વિચિત્ર ટિપ્પણી, જાણો શું કહ્યું

ભારતીય ક્રિકેટ ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી ચુકી છે. 21 નવેમ્બરથી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની ટ્વેન્ટી-20 સીરીઝ શરૂ થશે અને તે બાદથી 6 ડિસેમ્બરથી ચાર મેચની ટેસ્ટ સીરીઝની શરૂઆત થશે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને લઇને ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ…

ધોનીએ બે દિવસ પહેલા મનાવ્યો સાક્ષીનો જન્મદિવસ, જુઓ VIDEO

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જ્યારે ક્રિકેટ રમી રહ્યાં નથી ત્યારે તેઓ પોતાનો મોટાભાગનો સમય પરિવારની સાથે વિતાવી રહ્યાં છે. દીકરી જીવા અને પત્ની સાક્ષીની સાથે તેઓ મોટાભાગનો સમય વિતાવી રહ્યાં છે. વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20…

….જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ બસ ચલાવીને ટીમને હોટલ સુધી પહોંચાડી હતી, વાંચો સમગ્ર કિસ્સો

હાલમાં ભારતના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ પોતાની આત્મકથા ‘281 એન્ડ બિયૉન્ડ’ને લઈને ચર્ચામાં છે. લક્ષ્મણે આ બુકમાં પોતાના સાથી ખેલાડીઓ સાથે જોડાયેલી કેટલાંક કિસ્સાનું પણ વર્ણન કર્યુ છે. આ જ વાર્તામાંથી એક વાર્તા લક્ષ્મણે મહેન્દ્ર સિંહ ધોની વિશે લખી છે….

રવિ શાસ્ત્રીને ઓસ્ટ્રેલિયામાં આ ખેલાડીની કમી મહેસૂસ થાય છે, જાણો શું કહ્યું

ભારતીય ટીમ વિદેશી ધરતી પર ખરાબ પ્રદર્શનના કલંકને નાથવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે, પરંતુ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવુ છે કે જ્યારે મોટાભાગની ટીમ વિદેશી ધરતી પર સારું પ્રદર્શન કરવામાં નબળી પુરવાર થઈ રહી છે તો પછી કોઈ પણ…

‘કોહલીને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરતાં, નહી તો…’આ દિગ્ગજે કાંગારૂઓને આપી સલાહ

સાઉથ આફ્રીકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે ભારત સામેની સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાને એક મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે ઓસ્ટ્રેલિયાની ટીમને કહ્યું કે જો તે વિરાટ કોહલી સાથેની ટક્કરથી બચવા માગતા હોય તો તેમની સામે ચુપ રહેજો. તેનાથી ઓસ્ટ્રેલિયાની ટીમને જ ફાયદો…

મેચ દરમ્યાન “સુપરમેન” બની ગયા મેક્સવેલ, જુઓ VIDEO

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ જેટલા આક્રમક બેટ્સમેન છે, તેટલાં જ શાનદાર ફિલ્ડર પણ છે. ક્વીસલેન્ડમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજાયેલી એકમાત્ર ટી-10 મેચમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યુ હતું, પરંતુ મેચમાં મેક્સવેલે સુપરમેન બનીને એક કેચ ઝડપ્યો હતો, ત્યારબાદ…

હવે તમે વર્લ્ડ કપ 2019ની ટીકિટ ખરીદીને તેને વેચી પણ શકશો, ICCએ લોન્ચ કરી નવી વ્યવસ્થા

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (આઈસીસી) આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાનારા ક્રિકેટ વિશ્વ કપ માટે સત્તાવાર રિસેલ ટિકિટ પ્લેટફોર્મ મંગળવારે લોન્ચ કર્યુ છે. આ પ્લેટફોર્મ પ્રશંસકોને ટિકિટને તેના વાસ્તવિક મૂલ્ય પર ખરીદવા અને વેચવા માટે સુરક્ષિત સ્ટેજ પુરૂ પાડશે. આઈસીસીના નિવેદન મુજબ, આ…

પંતની સાથે પરસેવો પાડી રહ્યો છે વિરાટ કોહલી, શેર કર્યો VIDEO

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર આગામી પડકારપૂર્ણ સીરીઝ માટે પહોંચી ગઈ છે. જ્યાં કેપ્ટન વિરાટ કોહલી પહેલા પોતાની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં લાગી ગયા છે અને ફીટ રહેવા માટે બાકીના ખેલાડીઓ સાથે પરસેવો પાડી રહ્યાં છે. વેસ્ટ ઇન્ડીઝની સામે…

આ રેકોર્ડની બાબતે સચીન, વિરાટ અને ધોની રાહુલ દ્રવિડ પાસે પાણી ભરે છે: BCCI

થોડુક ઓછું જાણીતું નામ એટલે કે રાહુલ દ્રવિડ. કે જેને ભારત ક્રિકેટ ટીમની દિવાલ કહેવામાં આવે છે. શાંત સ્વભાવ અને પોતાના એક અલગ અંદાજ માટે આ ખેલાડીને કોણ ના ઓળખે. શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રાહુલ સંબંધિત એક ખાસ અહેવાલ…

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનની બેટીંગ પોઝીશન જોયા પછી અમ્પાયર અને વિરોધી ટીમ પણ તાળીઓ પાડવા માંડી…

ક્રિકેટની દુનિયામાં હાલ અવનવા શોટ્સ રમવાની પ્રથા ચાલી રહી છે. ક્રિકેટના નિયમોને નેવે મુકી લોકો અવનવા શોટ્સ રમી રહ્યા છે. વાત હોય ભારતના ઉત્તરપ્રદેશના ખેલાડી શિવા સિંહની. જેણે 360 ડિગ્રીમાં બોલિંગ કરી આખી દુનિયાને વિચારતા કરી દીધા હતા કે પછી ન્યૂઝિલેન્ડના…

વિરાટને નોટિસ: એ ભુલી ન જાઓ કે દેશની ટીમનાં તમે કેપ્ટન છો

પ્રશાસકોની સમિતિએ કેપ્ટન વિરાટ કોહલીને પોતાના ગુસ્સા પર કાબુ રાખવાનુ કહ્યું છે અને નારાજગી વ્યક્ત કરી છે. તેમજ કહ્યું હતું કે જ્યારે તે પ્રેસ અને જનતા સાથે વાત કરે ત્યારે તેને વિનમ્ર વર્તન કરવું જોઈએ. મુંબઇ મિરરે આવો અહેવાલ પ્રકાશિત…

સચિનની નિવૃત્તિના 5 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા આજે ક્યા ઉભી છે, વાંચો રિપોર્ટકાર્ડ

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજના દિવસે જ 5 વર્ષ પહેલા પોતાના ક્રિકેટ પર પૂર્ણવિરામ લગાવી દીધુ હતું. 16 નવેમ્બર, 2013ના રોજ વેસ્ટ ઇન્ડીઝની સામે રમાયેલી ટેસ્ટ ફક્ત સચિન તેંડુલકરની જીવનની 200મી ટેસ્ટ હતી, પરંતુ આ…