Archive

Category: India

હવે શિમલાને ‘શ્યામલા’ કરવાની પ્રબળ માંગ, ભાજપ સમર્થનમાં, જાણો કોંગ્રેસે શું કહ્યું

દેશમાં શહેરોનું નામ બદલવાની કવાયત હેઠળ હવે નવુ નિશાન પહાડોની રાણી શિમલા છે. હિમાચલ પ્રદેશમાં શિમલાનું નામ બદલીને ‘શ્યામલા’ કરવાને લઈને પદ્ધતિસર અભિયાનનો શુભારંભ થયો છે. તો બીજીતરફ સત્તારૂઢ ભાજપે આ વાતનું સમર્થન કર્યુ છે, તો કોંગ્રેસે આ મુદ્દે સવાલ…

કલામને મુસ્લિમોનાં રોલ મોડલ બનાવવા માટે RSSનું અભિયાન, જુઓ કોણે બતાવી નારાજગી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગી સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ખાસ કરીને દેશના મુસ્લિમ વિદ્યાર્થીઓએ પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને એક ‘રોલ મોડેલ’ તરીકે અપનાવવા માટે પ્રેરણા આપવાના હેતુથી મુહિમ ચલાવી છે. ભારતના મુસ્લિમ વ્યક્તિગત લો બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ આ અભિયાનને…

વધુ એક બેંક ડિફોલ્ટરને વિદેશ જવા માટે ખુદ CBI દ્વારા અપાઈ મંજૂરી

કરોડો રૂપિયાનો ચૂનો લગાડનારા માલેતુજારોની ફેવર કરવાની વધુ એક ઘટના સામે આવી છે. અહેવાલ આવ્યો છે કે IDBI બેંકના 600 કરોડની લોનના ડિફોલ્ટર આરોપી અને એરસેલના પૂર્વ પ્રમોટર સી શિવસંકરણની સામેના લૂક આઉટ સર્ક્યુલરમાં CBI દ્વારા ફેરફારો કરી દેવામાં આવ્યા….

બ્રાન્ડ એમ્બેસેડર દારૂ : અહીં ચૂંટણી પ્રચારમાં થઇ રહ્યો છે દારૂનો ઉપયોગ

ચૂંટણી પ્રચારના અલગ અલગ તોર તરીકા તમે જોયા હશે. કોઇ ઘરે ઘરે વોટ માગવા આવે, કોઇ બેનર લગાવે કોઇ સભાઓમાં સિંહ ગર્જના કરે, અને કોઇ દારૂની પાર્ટીઓ કરી વોટ ઉઘરાવે, પણ મધ્યપ્રદેશની ચૂંટણીમાં હવે દારૂ જ ચૂંટણી પ્રચારનું માધ્યમ બની…

તમારી મંજૂરી વગર હવે નેતાઓ પોતાનો આ રીતે પ્રચાર નહીં કરી શકે, જાણો નવો નિયમ

રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણા રાજ્યમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. જો કોઈ રાજકીય પક્ષના ઉમેદવાર વિના પરવાનગી કોઈ પણ ઘર પર ધ્વજ, બૅનર અથવા પોસ્ટર લગાવશે કે પછી મોબાઇલ પર એસએમએસ મોકલશે અને મત આપવાની અપીલ…

તેલંગાણામાં સ્વામી પરિપૂર્ણાનંદ બનશે સીએમ પદના ઉમેદવાર? ભાજપમાં થયા સામેલ

તેલંગાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દક્ષિણ ભારતના યોગી આદિત્યનાથ ગણાતા ફાયરબ્રાન્ડ નેતા તરીકે પરિપૂર્ણાનંદ પર દાંવ લગાવી રહ્યું છે. ભાજપની યોજના છે કે તેમણે તેલંગાણામાં ભાજપના ચહેરા તરીકે રજૂ કરવામાં આવે. આમ કરીને તેલંગાણા રાષ્ટ્ર સમિતિને પડકારવાની રણનીતિ પર ભાજપ…

દેશનું પ્રથમ અનોખું રેલવે સ્ટેશન જે બનશે સુરંગની અંદર, ખાસિયતો જાણીને ચોંકી જશો

હિમાચલ પ્રદેશમાં દેશનું સૌથી અનોખુ રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. ભારતીય રેલવે અંતર્ગત આ પ્રથમ સ્ટેશન એવુ હશે કે જેને સુરંગની અંદર બનાવવામાં આવશે. તમારી જાણકારી માટે જણાવવા માંગીએ છીએ કે આવા રેલવે સ્ટેશન દિલ્હી અને કોલકત્તા મેટ્રોમાં બનાવવામાં…

સીએમની પત્નીએ કર્યો સેલ્ફી સ્ટંટ, સુરક્ષાકર્મીની વિનંતી પણ અવગણી.. જુઓ Video

સેલ્ફીનો ક્રેઝ આજની પેઢીમાં સ્પષ્ટપણે જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને સામાન્ય લોકો પોતાના મોબાઈલથી સેલ્ફી લેતા જોવા મળે છે. પરંતુ ક્યારેક સેલ્ફીના ક્રેઝમાં ખતરનાક સ્થાનો પર તસવીરો લેવાની લ્હાયમાં જીવ ગુમાવનારા લોકોના સમાચારો પણ આવતા રહે છે. સેલ્ફી…

કૂકર્મોની પરાકાષ્ઠા: પેટમાં અન્ન નાખનાર ખેડૂતના મૂખમાં પેટ્રોલ ભભરાવી કરાઈ હત્યા

જૂની રંજિશમાં એક ખેડૂત સાથે ખૌફનાક વારાદાતને અંઝામ આપવામાં આવ્યો. આરોપીઓએ કઠોરતાથી ખેડૂતની હત્યા કરી. પહેલા ખેડૂતને બંધક બનાવાયો પછી મોઢામાં પેટ્રોલ ભરીને હત્યા કરાઈ. ઘટના હરિયાણાના રોહતકની છે. અહીંના થાણા સદર વિસ્તારની ગામ રીઠાલ નરવાલમાં પડોશીના પરિવારે શનિવાર બપોરે…

અફઘાનિસ્તાનમાં આતંકી હુમલામાં 13ના મોત, કાબુલમાં પોલિંગ સેન્ટર પર હુમલો

અફઘાનિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં સતત હિંસા ચાલી રહી છે. શુક્રાવેર કાબુલના એક પોલિંગ સેન્ટર પર થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત નીપજ્યા છે અને અન્ય ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગુરુવારે તાલિબાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં અફઘાનિસ્તાનના પોલીસ પ્રમુખ…

નરેન્દ્ર મોદી ઉલ્ટો ઇતિહાસ ભણાવી રહ્યા છે : કોંગ્રેસ પ્રવક્તા

કોંગ્રેસે પીએમ મોદીએ સવારે જ  લાલ કિલ્લા પરથી કરેલા ભાષણની આલોચના કરી છે અને પ્રધાનમંત્રી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ખોટા ઠેરવ્યા છે. પાર્ટીના સાંસદ અને પ્રવક્તા ડૉક્ટર અભિષેક મનુ સિંઘવીએ આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના હેડક્વાટર ખાતે પ્રેસ કોન્ફરન્સ…

હોટ સ્પ્રિંગ ઘટનાના બચી ગયેલાઓનું સન્માન, જાણો શું હતી હોટ સ્પિંગની ઘટના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ પોલીસ સમારંભ દિવસે પ્રસંગે હોટ સ્પ્રિંગ ઘટનાના બચી ગયેલાઓને સન્માનિત કર્યા હતા. 1959 માં લદ્દાખના ગરમ વસંત વિસ્તારમાં ચીનના સૈનિકો દ્વારા થયેલા હુમલામાં 10 પોલીસ જવાનોને મોતની સજા આપવામાં આવી હતી. પી.એમ. મોદીએ પોલીસ સમારંભ…

આસામ ગૌહાટીના DCPને સસ્પેન્ડ, કારણ કે ચીફ જસ્ટિસની સુરક્ષામાં રાખી આ ખામી

આસામની સરકારે શનિવારે પશ્ચિમ ગૌહાટીના DCPને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની સુરક્ષા ચૂકના મામલે સસ્પેન્ડ કર્યા હતા. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્સિટ રંજન ગોગોઈ કામાખ્યા મંદિરના દર્શન માટે આસામ ગયા હતા. કામાખ્યા મંદિરમાં જસ્ટિસ ગોગોઈની સાથે અસુવિધાના…

સાવધાન: 36 વર્ષીય નરાધમે કર્યો 5 વર્ષની સગીરા પર બળાત્કાર, હતો દિકરીનાં પપ્પાનો મિત્ર

અવારનવાર બનતાં રેપ કેસની એક વધુ ખબર હર બહાર આવી છે. રાજસ્થાનના ભરતપુરમાં દારૂના નશામાં એક વ્યક્તિએ 5 વર્ષીય માસુમ બાળકીને પોતાના હવસનો શિકાર બનાવી. પછીથી બાળકને લોહીલૂહાણ અવસ્થામાં પરિજનોએ સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરી છે. સૂચના મળ્યા પછી પોલીસ દ્વારા…

આસિયાન સંમેલનમાં નિર્મલા સીતારમણ, સિંગાપુરના ડેપ્યુટી પીએમને મળ્યા

ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે આસિયાન દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠકથી અલગ સિંગાપુરના નાયબ વડાપ્રધાન તેઓ ચી હેન સાથે મુલાકાત કરી છે. સિંગાપુરમાં બારમી આસિયાન સંરક્ષણ પ્રધાનની બેઠક અને પાંચમી એડીએમએમ પ્લસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સીતારમણ પણ આ બેઠકમં…

ધર્મકાંડ: 10 હજાર દલિતો અને OBC લોકોએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ, સમગ્ર ભારતને બૌદ્ધમયી બનાવવાનો દાવો

જાતિનાં હક માટે લડતા લોકો આપણે ખૂબ જોયા હશે અને ઈતિહાસમાં પણ ઘણી વખત આ ઘટનાનું પૂનરાવર્તન થતુ હતું. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે લોકોએ ધર્મમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ છલાંગ લગાવી હોય. તો જુઓ આ અસામાન્ય…

સબરીમાલા મંદિર વિશે રજનીકાંતે કહ્યું, કોઇએ પણ આમા હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં

દક્ષિણ ભારતીય ફિલ્મોના મેગાસ્ટાર રજનીકાંતે નેતા બનવા તરફ થોડા દિવસો પહેલા પગલા માંડયા છે. સબરીમાલા મંદિરમાં દશથી પચાસ વર્ષ વચ્ચેની વયજૂથની કિશોરીઓ અને મહિલાઓના પ્રવેશ મામલે વિવાદ પર રજનીકાંતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે. રજનીકાંતે કહ્યુ છે કે તમામ વયજૂથની મહિલાઓના…

કેરળના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ થતા, રાજકીય જગતમાં ખળભળાટ

કેરળ પોલીસની ક્રાઈમ બ્રાંચે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમાન ચાંડી વિરુદ્ધ અકુદરતી દુષ્કર્મના મામલામાં ફરિયાદ દાખલ કરી છે. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમન ચાંડી પર એક મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલાનો આરોપ છે કે ચાંડીએ તેની સાથે અકુદરતી દુરાચાર તેના કારોબારના…

અધધધ.. આ પોલિસ એવો દાવો કરે છે કે રેપ સહિત ક્રાઈમનાં કેસમાં 25-70 ટકા ઘટાડો થયો

મોંઘવારી સાથે સાથે ક્રાઈમનાં આકડા વધે છે એવું બધાને લાગતું હશે પણ અહીં આકડા કંઈક અલગ જ કહી રહ્યાં છે. દિલ્હીમાં પહેલેનાં સાપેક્ષમાં ક્રાઇમની ઘટનાં ઓછી થઈ છે એવો દાવો કર્યો છે દિલ્હી પોલિસે. દિલ્હી પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ…

ગેંગરેપથી બચવા મહિલા રાત્રે 3 વાગ્યે ત્રીજા માળેથી કૂદી, થયું એવું કે…

લગભગ રોજ સવારે ઉઠીને કૂકડાનાં અવાજ સાથે ગેંગરેપનો અવાજ સંભળાય છે, દિનવદિન વધતા જતા ગેંગરેપને હજું સૂધી અટકાવવામાં સરકાર સફળ નથી રહી. એક એવી જ ઘટનાં રાજસ્થાનની રાજધાની જયપુરની. જયપુરમાં ગેંગરેપથી બચવા માટે 32 વર્ષીય મહિલાએ એક મલ્ટિસ્ટોરી બિલ્ડિંગની ત્રીજા…

અમૃતસર ટ્રેન દુર્ઘટના: સરકાર વિરુદ્ધ લોકોના રેલવે ટ્રેક પર ધરણા, 2 ડઝનથી વધુ ટ્રેન રદ

અમૃતસરના જોડા ફાટક પર થયેલી રેલવે દુર્ઘટનાને લઈને લોકોનો આક્રોશ શાંત થયો નથી. એક તરફ દુર્ઘટનાને લઈને વહીવટી તંત્ર અને રેલવે દ્વારા પોતાની ભૂલ થઈ હોવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સ્થાનિક લોકો ધરણા પર બેઠા છે. આમા…

CBIના ઈતિહાસમાં પહેલીવાર, સીનિયર અધિકારી પર લાંચ લેવાના આરોપ બાદ FIR થઈ દાખલ

સીબીઆઈના ઈતિહાસમાં પહેલીવાર તપાસ એજન્સીએ પોતાના બીજા ક્રમાંકના અધિકારીને લાંચ કેસમાં આરોપી બનાવ્યા છે. સીબીઆઈના સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાનું નામ ગત સપ્તાહે લાંચના મામલામાં સામે આવ્યા બાદ તેમની વિરુદ્ધ સીબીઆઈએ 16મી ઓક્ટોબર એટલે કે મંગળવારે કેસ દાખલ કર્યો હતો. એફઆઈઆરમાં…

આઈએએફને બજેટમાં ઓછી ફાળવણી, અપગ્રેડેશન પ્રભાવિત

પાકિસ્તાન અને ચીનની વધતા લશ્કરી પડકારો વચ્ચે અપુરતા બજેટને કારણે ભારતીય વાયુસેનાની યુદ્ધસંબંધિત તૈયારીઓ પર અસર પડી રહી છે. ફંડની અછત ધીરેધીરે ભારતીય વાયુસેનાની ઓપરેશનલ તૈયારીઓને પણ પ્રભાવિત કરી રહી છે. જેના કારણે વાયુસેનાને હેલિકોપ્ટરો, નાના બોમ્બ અને મિસાઈલોની ખરીદીની…

J-K: કુલગામમાં એન્કાઉન્ટર, 3 આતંકી ઠાર, 2 જવાન ઈજાગ્રસ્ત

કુલગામ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટરમાં સેનાના બે જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે કુલગામના લર્રુ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન અજાણ્યા લોકો દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં…

ફરી મળી રાહત, સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો, આજે આ છે રેટ

રવિવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં 25 પૈસા ઘટાડા સાથે પેટ્રોલ 81.74 રૂપિયા અને ડીઝલ 17 પૈસાના ઘટાડા સાથે 75.19 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલમાં 25 પૈસાના ઘટાડા સાથે 87.21…

દેશના સપૂતોને ભુલવામાં આવ્યા, નેતાજીના બહાને કોંગ્રેસ પર મોદીનું નિશાન

આઝાદ હિંદ ફૌજની સરકારની સ્થાપનના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દિલ્હીના લાલકિલ્લામાં તિરંગો ફરકાવ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે 75 વર્ષ પહેલા દેશની બહાર બનાવવામાં આવેલી આઝાદ હિંદ સરકાર અખંડ ભારતની સરકાર હતી. તે અવિભાજિત…

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 77 ઉમેદવાર જાહેર કર્યા

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 90 માંથી 77 ઉમેદવાર જાહેર કર્યાં છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મળેલી બેઠકમાં 77 ઉમેદવારના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. 14 ધારાસભ્યોના પત્તા કાપીને નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. અને 14 મહિલાઓ…

રામ મંદિર નિર્માણ મુદ્દે ભાજપનું આ છે ગણિત, વરિષ્ઠ નેતાઓએ આપ્યા સંકેત

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે રામ મંદિરના નિર્માણ માટે કાયદો લાવવાની વાતને ભાજપના કાર્યકર્તાઓ ભલે અનુમોદન આપતા હોય. પરંતુ ભાજપના જ કેટલાક વરિષ્ઠ નેતાઓએ સંકેત આપ્યા છે કે પક્ષ રામ મંદિર મુદ્દે ચર્ચાઓ ચાલુ રાખી સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોશે. ભાજપનું…

શ્રીલંકાના વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘે ભારતની મુલાકાતે, આ મુદ્દે કરી ચર્ચા

શ્રીલંકાના વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘે ભારતની મુલાકાતે આવ્યા છે. તેમને પીએમ મોદી સાથે મુલાકાત કરી. તેમની આ યાત્રાનો હેતુ બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, દરિયાઈ સુરક્ષા સહિત અન્ય ક્ષેત્રોમાં સંબંધો મજબૂત બનાવવાનો છે. પીએમ મોદી સાથે મુલાકાત પહેલા રાનીલ વિક્રમસિંઘે ગૃહપ્રધાન…

બાળકના કપાયેલા માથાના વીડિયોની હકીકત ચોંકાવી દેશે, અહીં દર નવરાત્રિએ થાય છે આવું

સોશ્યલ મીડિયા પર કેટલાંક ફોટો અને એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. જેમાં એક બાળકનું કપાયેલું માથું કોઈ અર્થિ પર લઈ જવાઈ રહ્યું છે. સાથે એક ટોળું પણ ચાલી રહ્યું છે. એક માણસ તલવાર લઈને ચાલી રહ્યો છે જેના…