Archive

Category: Religion

કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે દ્વારકા નગરી શ્રીકૃષ્ણમય બની

શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા નગરી શ્રીકૃષ્ણમય બની ગઈ હતી. રાત્રીના ૧૨ના ટકોરે ભગવાન દ્વારકાધીશના ત્રૈલોકય સુંદર જગતમંદિરમાં દ્વારકાવાસીઓ અને બહારથી મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓએ શ્રીકૃષ્ણ ભગવાનના જન્મોત્સવને ધામધૂમથી ઉજવ્યો હતો. જન્માષ્ટમીનું પર્વ એ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ…

શામળાજીમાં ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરી અનુભવી રહ્યા છે ધન્યતા

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે કાળિયા ઠાકોરના ધામ શામળાજીમાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીને લઈને શામળાજીના મંદિરને પવિત્ર આસોપાલવ અને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યુ છે. રાજ્યના વિવિધ વિસ્તાર અને રાજસ્થાનમાંથી પણ ભક્તો શામળાજી પહોંચી…

દિલ્હીના ઈસ્કોન મંદિરમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

ઈસ્કોન મંદિરમાં કૃષ્ણભક્તિનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે દિલ્હી ખાતેના ઈસ્કોન મંદિરમાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ઈસ્કોન મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા. અને ભગવાનની એક ઝલકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.સમગ્ર મંદિર પરિસર “હરે કૃષ્ણ…

કૃષ્ણના જન્મ સ્થળ એવા મથુરામાં ભક્તોનું ઘોડાપુર

કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના જન્મ સ્થળ એવા મથુરામાં પણ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યુ  છે. મથુરા ખાતેના કૃષ્ણ મંદિરને રોશનીથી સજાવી દેવામાં આવ્યુ છે. તેમજ દેશ વિદેશથી ભક્તો મથુરા ખાતે પહોંચી ગયા છે. મથુરામાં મોડી રાતે કૃષ્મ જન્મના પર્વની…

આજે શ્રાવણ માસનો પવિત્ર સોમવાર, સવારથી સોમનાથ મંદિરમાં ભક્તોનો ધસારો

આજે શ્રાવણ માસનો પવિત્ર સોમવાર છે. ત્યારે વહેલી સવારથી સોમનાથ સહિતના શિવ મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આજે સોમનાથ મંદિરમાં વહેલી સવારે ભક્તો પહોંચી ગયા હતા. અને સોમનાથ દાદાની આરતીમાં સામેલ થઈ ધન્યતા અનુભવી હતી.  

વિશ્વભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી, દ્વારકામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા

જન્માષ્ટમીના પર્વને લઈને કૃષ્ણ ભગવાનની નગરી દ્વારકામાં ભક્તોનો ધરાસો જોવા મળી રહ્યો છે. દ્વારકામાં આજે વિશેષ પૂજન અર્ચન અને નૈવૈધ ધરાવવામાં આવી રહ્યા છે. ત્યારે બીજીતરફ, દ્વારકા મદિરની ધજા બદલવાની વિધિ સંપન્ન થઈ છે. આજે દિવસાં પાંચ વખત ધ્વજા બદલવામાં…

કડવા પ્રવચન માટે ખ્યાતનામ જૈન મુનિત તરૂણ સાગર મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા

જૈન મુનિત તરૂણ સાગર મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા છે. 51 વરસની વયે તેઓ કાળધર્મ પામ્યા છે. દિલ્હીના શાહદરાના કૃષ્ણાનગરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓને કમળો થતા પથારીવશ હતા. સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં  દાખલ કરાયા હતા. જો કે જૈન…

જ્યાં સાક્ષાત શિવનો વાસ છે તેવા કૈલાસ માનસરોવર વિશે જાણો રોચક માન્યતાઓ

કૈલાશ પર્વત અને માનસરોવરને ધરતીનું કેન્દ્ર માનવામાં આવે છે. ભગવાન શિવનો જ્યાં સાક્ષાત વાસ હોવાનું મનાય છે તે કૈલાશ પર્વત હિન્દુઓનું સૌથી મુખ્ય તીર્થસ્થાન છે. પવિત્ર માનસરોવર તળાવથી ઘેરાયેલા હોવાથી કૈલાશ પર્વતનું માહાત્મ્ય ઘણું જ વધી જાય છે. કૈલાશ માનસરોવરના…

જાણો કોણે કર્યો શિરડીના સાઈંબાબાનું નામ મતદાતા તરીકે જોડવાનો કથિતપણે પ્રયાસ

એક અજાણ્યા વ્યક્તિએ ચૂંટણી પંચની ઓનલાઈન સેવા દ્વારા અહમદનગર જિલ્લાના સ્થાનિક વિધાનસભા મતવિસ્તારમાં શિરડીના સાઈંબાબાનું નામ મતદાતા તરીકે જોડવાનો કથિતપણે પ્રયાસ કર્યો છે. ઓનલાઈન ફોર્મની તપાસ દરમિયાન અધિકારીઓ સામે આ મામલો આવ્યો અને તેમણે પોલીસને આની જાણકારી આપી છે. પોલીસ…

બદ્રીનાથ હાઈવે સતત છઠ્ઠા દિવસે બંધ

બદ્રીનાથ હાઈવે સતત છઠ્ઠા દિવસે લામબગડ ખાતે અવરુદ્ધ છે. જેના કારણે બદ્રીનાથની યાત્રા માટે તીર્થયાત્રીઓ પગપાળા આવાગમન કરી રહ્યા છે. લગભગ 244 તીર્થયાત્રીઓ હાઈવેના ખુલવાની રાહ જોઈ રહ્યા છે. સવારે બદરીનાથ હાઈવે પર બે અન્ય સ્થાનો પર કાટમાળ આવવાને કારણે…

ગોરખમઢીના ખેડૂતની અનોખી શિવ ભક્તિ, રૂદ્રાશના વૃક્ષનો ઉછેર કર્યો ગીરમાં

શિવ સ્વરૂપ ગણાતા રૂદ્રાશના અનેક પ્રકાર હોય છે. આજે અમે આપને એવા રૂદ્રાશના દર્શન કરાવવા જઇ રહ્યા છીએ. જે રૂદ્રાશ માત્ર હિમાલયમાં જ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે રૂદ્રાશના વૃક્ષનો ઉછેર કરાયો છે ગીર સોમનાથમાં. શિવજીના અશ્રુસ્વરૂપ…

રસ્તા પર ફરી રહેલા રોમિયોથી તમારી બહેનને બચાવશે આ ગેજેટ્સ, રક્ષાબંધને આપો ભેટમાં

રક્ષાબંધન નજીક આવી રહી છે, તેથી બહેનના વીરાઓને પણ હવે ટેન્શન વધી રહ્યું છે. આખરે આ વખતના રક્ષાબંધનના પર્વ પર પોતાની બહેનને શું ભેટમાં આપુ કે ભાઈ-બહેનનો હેતનો પર્વ મહત્વનો બની જાય. જો તમે આવુ વિચારી રહ્યા હોય તો તમારે…

આ દરગાહમાં 90 કિલોનો પત્થર એક આંગળીથી લોકો ઊંચકી શકે છે

મંદિર હોય કે પછી મસ્જિદ. લગભગ દરેક ધાર્મિક સ્થળ સાથે કોઈ ચમત્કારી કહાની સાંભળવા મળતી હોય છે. પરંતુ મહારાષ્ટ્રના પુણેની પાસે એક દરગાહ એવી છે, જેની સાથે જોડાયેલુ રહસ્ય વિજ્ઞાન પણ આજ સુધી શોધી શકાયુ નથી. મુંબઈથી લગભગ 16 કિલોમીટર…

આ શિવમંદિરમાં દિવસે ને દિવસે વધતી જાય છે નંદીની પ્રતિમા, શું છે રહસ્ય

એવી માન્યતા છે કે જ્યાં સુધી શિવજીના પ્રિય વાહન નંદી મંજૂરી આપે નહીં ત્યાં સુધી ભોલે બાબાના દર્શન થતા નથી. આ કારણ છે કે શિવ મંદિર નાનુ હોય કે મોટું, દરેક મંદિરમાં ગર્ભગૃહની બહાર નંદીની મૂર્તિ હોય છે. ભારતમાં એક…

શ્રાવણમાં શિવજીને માનેલી માનતા પૂરી થતાં આ શખ્સે જુઓ કર્યુ ચોંકાવનારું કામ

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે લોકો શિવમય બની જાય છે. લોકો અનેક માનતા માને છે. અને માનતા પૂરી થતા પોતે આપેલું વચન પૂરું કરે છે. માનતામાં લોકોની આસ્થા અતૂટ હોય છે. ત્યારે દિલ્હીના બંટી નામના એક ભક્તે પોતાની…

આખરે હરિદ્વારના બહ્મકુંડ પર જ અસ્થિ વિસર્જન કેમ થાય છે?

સનાતન પરંપરામાં વ્યક્તિ પોતાના જીવનની શરૂઆતથી લઇને અંતિમ યાત્રા સુધી માતા ગંગા સાથે જોડાયેલો રહે છે. કોઈ વ્યક્તિ જીવન દરમ્યાન પાપોમાંથી મુક્તિ મેળવવા માટે મોક્ષની ઈચ્છા રાખી ગંગામાં ડૂબકી લગાવે છે. તો અંતિમ સંસ્કાર બાદ તેની અસ્થિને પણ ગંગામાં પ્રવાહિત…

અહીંથી જાય છે પાતાળ લોકનો રસ્તો, દર્શન કરવાથી દૂર થાય છે કાલસર્પ દોષ

પાતાળ લોકનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યુ નથી. પરંતુ ધર્મ નગરી વારાણસીમાં આજે પણ એવો કૂવો જાણીતો છે, જેને પાતાળ લોકનો દરવાજો જણાવવામાં આવે છે. શાશ્વત નગરી કાશીમાં ધાર્મિક રહસ્યોની કોઈ કમી નથી. અહીંના નવાપુરા નામના એક સ્થાન પર…

બિલીપત્ર તોડતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો તો થઈ જશો માલામાલ

શિવલિંગ પર ગંગાજળની સાથે-સાથે બિલીપત્ર અર્પણ કરવાથી દેવોના દેવ જલ્દી પ્રસન્ન થાય છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને બીલિપત્ર અર્પણ કરવાથી મનના અધૂરા મનોરથ પૂર્ણ થાય છે. બિલીપત્રને સંસ્કૃતમાં ‘બિલ્વપત્ર’ કહેવામાં આવે છે. માન્યતા છે કે બિલીપત્ર અને જળનો અભિષેક કરવાથી…

શ્રાવણ માસ : જાણો શિવાલયમાં નંદી અને કાચબાનું શું છે મહત્વ?

દેવોના દેવ મહાદેવ એવા ભોળાશંભુનો શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવાલયોમાં ‘બમ બમ ભોલે’ના નાદ ગુંજ્યા હતાં. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આજે અમે તમને જણાવીશું કે શિવતત્વ શું છે? શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાનું…

થાનનું ત્રિનેત્રેશ્વર ધામ : અહીં રચાયો હતો દ્રૌપદીનો સ્વયંવર

તરણેતરથી ખ્યાતનામ આ પ્રદેશ જ્યા ભગવાન શિવશંકરનું ત્રિનેત્રશ્વર રૂપ બિરાજમાન છે ત્રિ નેત્રે એટલે ત્રણ નેત્રવાલા શિવશંભુ. પરંતું શું તમને ખબર છે કે મહાદેવનું  સ્વરૂપ અહિયા કેવી રીતે બિરાજમાન થયા તો તેના પાછળ પણ એક કથા છે એક લોકવાયકા પ્રમાણે…

બિહારના મુઝફ્ફરપુરમાં ગરીબનાથ મંદિરમાં જળાભિષેક સમયે ભાગદોડ, 25 લોકો ઘાયલ

બિહારના મુઝફ્ફરપુરમાં આવેલા ગરીબનાથ મંદિરમાં જળાભિષેક સમયે ભાગદોડ મચી હતી. જેમાં 25 લોકો ઘાયલ થયાના અંદાજ છે. ઘાયલોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. આજે શ્રાવણ સાનનો સોમવાર હોવાના કારણે મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા હતા અને ત્યારે ભાગદોડ મચી હતી….

બારે મહિનામાં પવિત્ર શ્રાવણ માસનું ઘણું મહત્વ, આજે પ્રથમ સોમવાર મંદિરમાં ભક્તોની ભીડ જામી

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. બારે મહિનામાં પવિત્ર શ્રાવણ માસનું ઘણું મહત્વ છે. અને તેમાંય સોમવાર અતિ મહત્વ માનવામાં આવે છે. કેમકે સોમવાર શિવજીનો પ્રિય વાર છે. અનેક શ્રદ્ધાળુઓ આખો શ્રાવણ માસ ઉપવાસ કરતા હોય છે. જોકે આખો મહિનો…

સૂર્ય ગ્રહણ પૂર્ણ થયા બાદ જરૂરથી કરો આ 8 કામ

11 ઓગષ્ટ 2018 એટલેકે આજના દિવસે ચાલુ વર્ષનુ ત્રીજુ અને છેલ્લુ સુર્ય ગ્રહણ યોજાશે. આ સુર્ય ગ્રહણ આંશિક હશે અને ભારતમાં દેખાશે નહીં. ભારતીય સમય અનુસાર આ બપોરે 1 વાગે 32 મિનિટથી સાંજે 5 વાગ્યા સુધી રહેશે. આ ગ્રહણનો કુલ…

વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ થોડાં સમયમાં થશે શરૂ, આ રાશિના જાતકો માટે અશુભ

વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ બસ થોડા જ સમયમાં થવાનું છે. આ પહેલા 2 સૂર્યગ્રહણ 13 જુલાઈ 2018 અને 15 ફેબ્રુઆરી 2018ના રોજ થઈ ચૂક્યું છે. વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ તમામ 12 રાશિઓ પર પોતાનો પ્રભાવ પાડશે. કેટલીક રાશિઓ માટે આ ગ્રહણ શુભ…

આજે અંગારકી ચતુર્થી, ગણેશજીની ઉપાસનાનું વિશેષ મહત્વ

આજે અંગારકી ચતુર્થીનું પર્વ છે. આ શુભ દિવસે ગણેશજીની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. વ્રતવિધિમાં સવારે નિત્યકમૅ કરી ગણપતી દાદાના દર્શન કરીને શ્રદ્ધાળુઓ અંગારકી ચતુર્થીનું વ્રત કરે છે. કહેવાય છે 21ચોથનું ફળ એક માત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થીમાંથી પ્રાપ્ત થતુ હોય છે….

અષાઢ વદ બીજના દિવસથી હિંડોળા પર્વ શરૂ

અષાઢ વદ બીજ એટલે ભગવાન સ્વામિનારાયણના હિંડોળાનું પર્વ. દર વર્ષે અષાઢ વદ બીજના દિવસે વિવિધ મંદિરોમાં હિંડોળા કરવામાં આવતા હોય છે. બાપુનગર એપ્રોચ મંદિરમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવતર હિંડોળા રૂપે ઇલેક્ટ્રોનિક હિંડોળા તૈયાર કરવામાં આવ્યા છે…

ખરાબ હવામાનને કારણે પવિત્ર કૈલાસ-માનસરોવર યાત્રા અને ચારધામની યાત્રા અસરગ્રસ્ત

ખરાબ હવામાનને કારણે પવિત્ર કૈલાસ-માનસરોવર યાત્રા પણ અસરગ્રસ્ત બની છે. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં આઠ દિવસથી ફસાયેલી તીર્થયાત્રીઓની 57 સદસ્યોની આઠમી ટુકડી મંગળવારે ગુંજી તો પહોંચી ગઈ છે. પરંતુ હવે આ ટુકડી ગુંજીથી આગળ વધી શકી નથી. તો કૈલાસ માનસરોવર યાત્રાની નવમી…

સૌરાષ્ટ્રના સંત બજરંગદાસબાપાના ધામમાં ગુરૂપુર્ણિમાંનું વિશેષ મહત્વ  

સૌરાષ્ટ્રના સંત બજરંગદાસબાપાની દેશભક્તિને પણ લોકો એટલી જ યાદ કરે છે. ભારત અને ચીનના ૧૯૬૫ના યુદ્ધ વખતે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની એક હાકલે બાપાએ તેમની મઢીની તમામ ચીજવસ્તુઓની હરાજી કરી નાખી હતી. તેમાંથી પ્રાપ્ત થયેલી તમામ રકમ સંરક્ષણ ભંડોળમાં મોકલાવી…

જાણો જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણની અસરો અને ગ્રહણના સુતક વિશે વિગતે,મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર

આજે રાત્રે ચંદ્રગ્રહણ દેખાવાનું હોય ગુરૂપૂર્ણિમાને ગ્રહણ નડશે. 21મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ. આજે અને આવતીકાલે બે દિવસ દેખાશે. 26 જુલાઇ 1953ના વર્ષ પછી પ્રથમવાર 65 વર્ષ બાદ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે અને ચંદ્ર સંપૂર્ણ ઢંકાઇ જશે. તેને બ્લડમૂન કહેવાશે. ચંદ્રગ્રહણમાં…

ઈસ્કોનના નેતૃત્વમાં મથુરામાં ચંદ્રોદય મંદિરનું નિર્માણ રોકવા એનજીટી દ્વારા કરાઈ અરજી

એનજીટીમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં ઈસ્કોનના નેતૃત્વમાં મથુરામાં ચંદ્રોદય મંદિરનું નિર્માણ રોકવાની માગણી કરવામાં આવી છે. આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ધાર્મિક સોસાયટી અને કેન્દ્રીય ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીને નોટિસ જાહેર કરવામાં આવી છે. અરજીમાં આરોપ લગાવાયો છે કે ઈસ્કોન…