Archive

Category: Rajkot

VIDEO : શહીદોનું લોહી વહ્યું અને દેશનું ઉકળ્યું, આજે રાજ્યભરમાં બંધ તો ક્યાંક આવી મદદ

પુલવામાં આતંકી હુમલાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ છે અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાને લઇને સરકારે સર્વપક્ષીય બેઠક યોજી છે. ગૃહપ્રધાન…

ખેડૂતોને મળવા પાત્ર 6 હજાર માટે પહેલા દાખલા કઢાવો અને પછી દોડાદોડી કરો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 6 હજાર રૂપિયાની સહાય માટેની સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ ફોર્મમાં જરૂરી દાખલાઓ કઢાવવા અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મ સબમિટ કરવા માટે ઇન્ટરનેટની સ્પીડ સાવ ધીમી હોવાના કારણે અને લાભકર્તાનો આંકડો મોટો હોવાના…

સમગ્ર ગુજરાતભરમાં થઈ રહ્યો છે નાપાક પાકનો વિરોધ, જુઓ તમારા શહેરે કઈ રીતે કર્યો : Videos

અમદાવાદ પુલવામા આતંકી હુમલાનો અમદાવાદની એચ.કે. કોલેજમાં વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. કોલેજમાં વિદ્યાર્થીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. તો સાથે જ શહીદ જવાનોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા હતા. જુનાગઢ ગઈકાલે કાશ્મીરના પુલવામા મા થયેલ આંતકવાદી હુમલાની દુઃખદ ઘટનામાં શહીદ…

રાજકોટ : લોહી આપીને પણ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી આ લોકોએ

રાજકોટમાં ભરતીપ્રક્રિયા અને વિવિધ પ્રશ્નોને લઈને સફાઈ કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. અને તેઓ આવતીકાલે હડતાલ પર ઉતરવાના છે. તેઓ લોહી આપીને વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.આજે સફાઈ કર્મચારીઓએ રેલી યોજી હતી. અને મહાપાલિકા કચેરી ગયા હતા.મહાપાલિકામાં છેલ્લા…

બાબા આંબેડર સ્મારક ભવનના લોકાર્પણમાં આંબેડકરની તસવીર જ ન હોવાથી થયો હોબાળો

રાજકોટમાં બાબા આંબેડકર સ્મારક ભવન લોકાર્પણમાં હોબાળો થયો હતો જોકે પોલીસ અને ભાજપના નેતાઓએ મામલો થાળે પાડ્યો છે. વિપક્ષ નેતા વશરામ સગઠિયાએ સ્ટેજ પર પહોંચીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મહાપાલિકા દ્વારા 1 કરોડ 70 લાખના કર્ચે આંબેડકર સ્મારક ભવન અને…

Happy Valantine Day : પ્રેમિકાએ સવારે પાંચ વાગ્યે પ્રેમીને હોસ્પિટલ બોલાવી લમધારી નખાવ્યો

વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ પ્રેમિકાએ પોતાના વિધર્મી પ્રેમીની ધોલાઈ કરાવ્યાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી શારદા નામની યુવતીએ પોતાના પ્રેમી તોસિફને સવારે પાંચ વાગ્યે હોસ્પિટલ બોલાવ્યો હતો. અને સવારે નવ વાગ્યા સુધી બેસાડીને…

રાજકોટમાં કનૈયાકુમારે કહ્યું, 2019માં મોદી તો જશે પણ રૂપાણીને પણ ઘરે લેતા જશે

રાજકોટમાં પાસ નેતા હાર્દિક પટેલ, વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમારની રેલી યોજાઈ છે. હોસ્પિટલ ચોકથી સંવિધાન બચાવ રેલી નીકળી હતી. રેલી પહેલા ત્રણેય યુવા નેતાઓએ હોસ્પિટલ ચોકમાં બાબાસાહેબ…

હાર્દિક પટેલે ચૂંટણી મામલે કર્યા મોટા ખુલાસા, કનૈયાકુમારે કહ્યું આપ જાનેવાલે હૈ અચ્છે દિન આનેવાલે હૈ

લોકસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલ પોતે ચૂંટણી લડવી કે કેમ તેના પર અસમંજસમાં જોવા મળે છે. રાજકોટમાં હાર્દિક પટેલે નિવેદન આપ્યુ હતુ કે, 2019માં લડુ કે નહીં તે નક્કી નહીં પણ ચૂંટણી લડીશ એ…

મોદી મોદી કહેવું એ કંઈ દેશભક્તિ નથી, કનૈયા કુમાર કુમારની રાજકોટમાં રેલી

સંવિધાન બચાવો દેશ બચાવોના નારા સાથે આજે રાજકોટમાં યુવા નેતા કનૈયા કુમારની રેલી આયોજિત થઈ રહી છે. ત્યારે આ રેલી પહેલા કનૈયા કુમારે પત્રકાર પરિષદ કરી ને સરકાર નિશાન તાક્યુ હતુ. ચૂંટણી હવે માથે આવી છે. ત્યારે નરેન્દ્ર મોદીને બંધારણની…

કનૈયા કુમારનો રાજકોટમાં વિરોધ, કેટલાક પોસ્ટરોમાં લાગી કાળી શ્યાહી તો કેટલાક સળગાવાયા

રાજકોટમાં સંવિધાન બચાવો રેલીમાં જેએનયુના વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારને અપાયેલા આમંત્રણનો વીરોધ હજુ યથાવત છે. કનૈયાકુમારના ફોટા પર કાળી શ્યાહી લગાડવામાં આવી છે.તો કેટલાંક પોસ્ટરમાં આગ લગાવાઇ છે. કાલાવડ રોડ, કેકેવી સર્કલ, સ્વામિનારાયણ મંદિર પાસે લાગેલા બેનરમાં ચોકડી મારી વિરોધ…

રાજકોટના યાજ્ઞિક રોડ પર જાગનાથ પોલીસ ચોકી નજીક મારામારી

રાજકોટના વૈભવી યાજ્ઞિક રોડ વિસ્તારમાં જાહેર રસ્તા પર મારામારીના દુશ્યો જોવા મળ્યા. સૌથી મહત્વની વાત એ છે કે મારામારીના આ દુશ્યોથી જાગનાથ પોલીસ ચોકી ખૂબજ નજીકમાં હતા. માથાકૂટના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામના સર્જાયો હતો. જો કે બાદમાં એક…

રાજકોટઃ સરકારી અધિકારીએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ, આવું છે અધિકારીનું ઘર

સત્તાના દુરુપયોગ મામલે અધિક કલેકટર ચંદ્રકાંત પંડ્યાના રાજકોટના ઘરે એન્ટી કરપ્શન બ્યુરો ત્રાટક્યું છે. એસીબીના અધિકારીઓએ તેમના ઘર પર સર્ચ હાથ ધર્યું છે. એસીબી દ્વારા તેમની પરવાનગી વગર ઘરમાં પ્રવેશ ન કરવાની નોટિસ લગાડવામાં આવી છે. સુરેન્દ્રનગર કલેકટર કનકપતિ રાજેશે…

બજેટમાં મંજુર-નામંજુરની રમત રમાઈ રહી છે રાજકોટમાં, જાણો શું શું રફેદફે કરી નાખ્યું

રાજકોટ મહાપાલિકાનું નાણાકીય વર્ષ 2019-20નું કરબોજ વિનાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યુ છે. ડ્રાફ્ટ બજેટમાં કર વેરાના વધારાની જોગવાઈઓ સૂચવવામાં આવી હતી. જોકે તે જોગવાઈઓને સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધી છે. અને બે હજાર 126.10 કરોડનું બજેટ મંજૂર કરાયુ છે. આ…

સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત્, રાજકોટમાં આજે 7 નવા કેસ નોંધાયા

સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત છે. રાજકોટમાં આજે સ્વાઈનના વધુ 7 નવા કેસ પોઝિટીવ નોંધાયા. શનિવારે સ્વાઈન ફ્લૂથી વધુ બે લોકોના મોત થયા છે. રાજકોટમાં 39 દિવસમાં 170 કેસો નોંધાયા હતા. અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂથી 30 લોકોના મોત થયા છે.

રાહુલ ગાંધીના ગઢને ધરાશાઈ કરવા ભાજપની તાડામાર તૈયારીઓ

કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પ્રહાર કરતા કહ્યુ કે, અમેઠીમાં કામદારના કામથી નામદારોને આજે સડક ઉતરવાની ફરજ પડી છે. પાંચ વર્ષ પહેલા રાહુલ ગાંધી બૂથ-બૂથ પર ભાગ્યા હતા અને હવે નામદારોને સડક પર દોડવાનો વારો…

સ્વાઈન ફ્લૂને રોકવામાં નિષ્ફળ નિવડેલા તંત્રએ પ્રાથમિક શાળા માટે લીધો આ નિર્ણય

રાજકોટમાં વકરતા સ્વાઈન ફ્લૂને લેવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યુ હોય તેમ દેખાય છે. ત્યારે હવે બાળકોમાં સ્વાઈન ફ્લૂ ન ફેલાય તે માટે તંત્રએ એક નિર્ણય કર્યો છે. જે વિદ્યાર્થીઓને તાવ, શરદી ઉધરસ હોય તેવા બાળકોને પ્રાથમિક શાળામાં અન્ય બાળકોથી અલગ બેસાડવાની…

આખલાઓ લડતા લડતા કૂવામાં ખાબક્યા, જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ઘટનાસ્થળે

જામકંડોરણના ચાવંડી ગામે કુવામાં ખાબકેલા બે આંખલાઓનું રેસ્કયુ કરવામાં આવ્યુ છે. ચાવંડી ગામે બે આંખલાઓ લડતા લડતા કુવામાં ખાબક્યા હતા. જે અંગેની જાણ થતા જ જીવદયા પ્રમીઓ, મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. તેમજ ફાયરબ્રિગેડની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને આખલાઓનું…

સ્ટોન ક્રશરના માલિક પર પહેલા ફાયરિંગ અને બાદમાં હુમલા બાદ હેમ-ખેમ બચ્યા, 3ની ધરપકડ

જેતપુર તાલુકાના અમરાપર ગામે સ્ટોન ક્રશરના માલીક પર ફાયરીંગના મામલે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હુમલામાં ઉપયોગમાં લેવાયેલો દેશી તમંચો તેમજ તલવાર સહિતના હથિયારો કબ્જે કરવામાં આવ્યા હતા….

ગુજરાત પણ હેપ્પીનેસ ડિપાર્ટમેન્ટ બનાવે તેવી સંભાવના, સરકારને

વિશ્વના દેશોમાં હેપ્પીનેસ દેશની ટોપ 15ની યાદીમાં ભારતનો સમાવેશ થતો નથી પરંતુ ભારતમાં બે સ્ટેટ એવા છે કે જેમણે હેપ્પીનેસ ડિપાર્ટમેન્ટની રચના કરી છે. હેપ્પીનેસ એટલે કે યોગ્ય શિક્ષણ, ઓછો ક્રાઇમરેટ, મજબૂત આરોગ્ય, રોજગારી અને રહેવા-જમવાની સુવિધા એટલે હેપ્પીનેસ. 2017માં…

પોરબંદર-રાજકોટ હાઈવે પર બીમાર પેશન્ટને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ ખુદ દવાખાને

પોરબંદર-રાજકોટ હાઇવે પર 108 એમબ્યુલન્સ પલટી ખાઇ ગઇ છે. વહેલી સવારે 5 વાગ્યે બીમાર પેશન્ટને લેવા જતી 108 એમ્બ્યુલન્સ પોરબંદર-રાજકોટ હાઇવે પર નરસગ ટેકરી નજીક પલટી ખાઇ ગઇ હતી. એમબ્યુલન્સના ડ્રાયવરે ભારે ઠંડને કારણે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવી દીધો હતો…

રાજકોટના બોગસ ડોક્ટર શ્યામ રાજાણીની પૂર્વ પત્ની કરિશ્માની ધરપકડ

રાજકોટના બોગસ ડોક્ટર શ્યામ રાજાણીની પૂર્વ પત્ની કરિશ્માની ધરપકડ કરવામાં આવી છે. કરિશ્મા લાંબા સમયથી બેંગાલુરુ રહેતી હતી. રાજકોટ બી ડિવિઝન પોલીસે સરકારી દવાઓના જથ્થાની ચોરીના ગુનામાં તેની ધરપકડ કરી છે. રાજકોટ જિલ્લા આરોગ્ય શાખાના અધિકારીઓએ શ્યામ રાજાણી અને તેની…

સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો એવો હાહાકાર, આટલા લોકોનો લેવાયો ભોગ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂથી હાહાકાર છે. ત્યારે રાજકોટમાં સ્વાઈન ફ્લૂએ વધુ એક મહિલાનો ભોગ લીધો છે. ઉપલેટા તાલુકાના સમઢીયાળા ગામની મહિલાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ગઈકાલે રાજકોટમાં સ્વાઈન ફ્લૂના 10 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 38…

12 કલાકમાં જ ભાજપના બીજા નેતાએ કહ્યું લડવી છે લોકસભા, ટિકિટ નહી આપે તો અપક્ષ લડીશ

હજુ તો હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાતને ગણતરીના કલાકો જ થયા છે ત્યાં પાસમાંથી ભાજપમાં આવેલા રેશમા પટેલે પણ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રેશમા સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડી શકે છે. જો ભાજપમાંથી ટિકિટ નહીં મળે…

ખોડલધામના પરેશ ગજેરાની ચૂંટણી લડવા અંગેની તસવીરો થઈ વારયલ, કરી આ સ્પષ્ટતા

રાજકોટના પાટીદાર નેતા અને ખોડલધામના અગ્રણી પરેશ ગજેરાના વાયરલ થયેલા પોસ્ટર બાદ તેઓ સ્પષ્ટતા કરવા સામે આવ્યા છે. તેમણે કહ્યુ કે હું ચૂંટણી લડવાનો નથી. મારા હિત શત્રુ દ્વારા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. પરેશ ગજેરાએ સ્પષ્ટતા આપતા એમ…

રાજકોટમાં ફરી એક વખત વિજ્ઞાન જાથા દ્વારા એક ભૂવાની તાંત્રીક છેતરપિંડી પર રોક લગાવી

રાજકોટમાં વધુ એક ભૂવા ભારાડીનો વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજકોટના માલિયાસણ ગામે ખોડીયાર માતાજીના મંદિરે અરજણ નામનો ભૂવો છેતરપિંડી કરતો હોવાની માહિતી બાદ વિજ્ઞાન જાથાએ રેડ કરીને આ ભૂવાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વિજ્ઞાન જાથાની ટીમે આ…

માતેલા સાંઢની માફક આવેલા ટ્રકે ઝુપડા સહિત 3 વાહનને અડફેટે લીધા અને પછી કુવામાં ધબાયનમ:

રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઇ છે. બેકાબુ બનેલા ટ્રકે એક ઝુંપડા સહિત 3 વાહનોને હડફેટે લીધા હતા. ટ્રકની વધારે પડતી ગતિના કારણે બેકાબુ ટ્રક અંતે એક કુવામા પડી ગઇ હતી. ટ્રક કુવામા પડયાના સમાચાર ફેલાતા ઘટના…

રાજકોટ હિટ એન્ડ રનમાં મૃત્યું પામેલી યુવતીને ન્યાય આપવાની માગ સાથે નીકળી રેલી

રાજકોટના થોડા દિવસ પહેલાના હિટ એન્ડ રનને લઈને આજે વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. અને ચક્કાજામ કર્યો છે. પંચાયત ચોક પાસે એક કારે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. જેમાં બે યુવતીઓ ફંગોળાઈને રસ્તા પર પડી હતી. આ અકસ્માતમાં ચાર્મી નામની…

ચોટીલામાં કોળી સમાજના સંમેલનમાં લોકોની સંખ્યા જોઈને કોંગ્રેસ માટે પેટમાં દુખાવો થઈ શકે છે

ચોટીલામાં આજે અખિલ ભારતીય કોળી સમાજનું મહાસંમેલન મળ્યું. જેમાં પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ હતું. તો સીએમ વિજય રૂપાણીએ પણ સભાને સંબોધી હતી. ચોટીલા સાયલા રોડ પર કોળી સમાજના મહાસંમેલનમાં ભારે મેદની એકઠી થઇ. સમાજના આર્થિક શૈક્ષણિક અને સામાજીક…

રાજકોટમાં કોંગ્રેસ પ્રમુખ અને કલેક્ટર આવી ગયા આમને-સામને, બહાર નિકળ કહ્યું તો થયા ગુસ્સે

રાજકોટ-કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ. કુબલિયાપરા વિસ્તારના રહિશોની રજૂઆત સમયે ચાલુ વિડીયો કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા ઘૂસી જતાં કલેક્ટર લાલઘૂમ થયા હતા. જે બાદ પોલીસે કોંગ્રેસના નેતાઓને બહાર કાઢ્યા હતા. અશોક ડાંગરે કલેક્ટરને…

લોકો પોતાના સળગેલા ઘરોની વ્યથા CM રૂપાણીને કરવા જતાં લાકડી ખાવી પડી

રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમનો વિરોધ કરનારાઓ પર લાઠીચાર્જ થયો છે. કુબલિયા પરાના વિસ્તારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. કુબલિયાપરાના લોકોના પ્રશ્ને વશરામ સાગઠીયાની આગેવાનીમાં વિરોધ સમયે આગેવાનની અટકાયત થઈ હતી. અને આ અટકાયતના વિરોધ પ્રદર્શનમાં સામેલ મહિલાઓ પોલીસવાન આગળ…