Archive

Category: Junagadh

કેશોદમાં જો સમયસર પોલીસ ન આવી હોત તો આ યુવકનો જાન ખતરામાં હતો

કેશોદ બોમ્બે પ્રોવિઝનની બાજુમાં એક અજાણ્યા યુવકને લોકોએ ચોર સમજીને ઢોર માર માર્યો. પોલીસે તાત્કાલીક ભીડની ચુંગાલમાંથી આ યુવકને છોડાવ્યો હતો. અને સિવિલ હોસ્પિટલ લઇને પહોંચેલી હતી. ત્યારે યુવકની તપાસ કરતા તેના શરીર પર જૂના બ્લેડના કાપા મારેલા દેખાયા હતા….

કેશોદના અક્ષયગઢમાં શરદપૂનમ નિમિત્તે યોજાનાર મેળામાં આ વર્ષે છે ખાસ તૈયારી

જૂનાગઠ જિલ્લાના કેશોદમાં આવેલા અક્ષયગઢમાં શરદપૂનમ નિમિત્તે મેળો યોજાશે. ત્રણ દિવસ યોજાનારા આ મેળામાં અંદાજે પાંચ લાખ લોકો ભાગ લેશે. ત્યારે તેને લગતી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અક્ષયગઢનો આ મેળો ગુજરાતનો ચોથા નંબરનો મોટો મેળો કહેવાય છે. કેશોદના…

સૌરાષ્ટ્રમાં નકલી નોટનો થયો પર્દાફાશ, જૂનાગઢથી પકડાય 1 લાખ 52 હજારની નોટ

સૌરાષ્ટ્ર મારફતે રાજ્યમાં નકલી નોટ ફરતી કરવાના કાવતરાનો પર્દાફાસ થયો છે. જેમાં જૂનાગઢથી સંજય દેવળીયા નામના શખ્સને  રૂપિયા ૧ લાખ ૫૨ હજારની નકલી નોટ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. બાતમી આધારે ગુજરાત એટીએસની ટીમ જુનાગઢ બસ સ્ટેન્ડ ખાતે વોચમાં હતી….

જૂનાગઢમાં કારતક સુદ અગિયારસથી શરૂ થશે પરિક્રમા, તંત્ર સાથે સંતોની બેઠક

જૂનાગઢમાં દર વર્ષે કારતક માસમાં યોજાતી લીલી પરિક્રમાના આયોજનને લઈ વહીવટીતંત્ર અને સાધુ સમાજ આગેવાનોની એક બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી જેમાં સાધુ-સંતોએ પરિક્રમામાં આવતા યાત્રિકોને માટે જરૂરી સુવિધાઓના સૂચનો કર્યા હતા. કારતક સુદ અગિયારસથી શરૂ થનારી લીલી પરિક્રમાનો ૩૬…

જૂનાગઢઃ તમારા કોઈ કામ તલાટી મંત્રીઓ પાસે છે તો સોમવાર પહેલા પુરા કરી દેજો

જુનાગઢ માંગરોળના તલાટી કમ મંત્રીઓ વિવિધ માંગણીઓને લઈને સોમવારથી અચોક્ક્સ મુદતની હડતાળ પર ઉતરશે. માંગરોળ તલાટી મંડળ દ્વારા છેલ્લા ઘણાં સમયથી સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓને મુદ્દે આવેદનપત્ર, ધરણા સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા છે. તેમ છતાં સરકાર તરફથી કોઇ પ્રતિક્રિયા…

જૂનાગઢ : કેરાળા ગામની પ્રાથમિક શાળામાં સિમેન્ટ બેન્ચ પડતા વિદ્યાર્થીનું મોત

જૂનાગઢના કેરાળા ગામની પ્રાથમિક શાળામાં સિમેન્ટની બેન્ચ પડતા વિદ્યાર્થીનું મોત નિપજ્યુ છે. શાળામાં મોટા ભાગની બેન્ચ સિમન્ટની છે. વિદ્યાર્થીના મોતને લઈને પરિવારજનોએ શિક્ષકની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. તો શિક્ષકો સમગ્ર બનાવ છુપવાવનો પ્રયાસ કરતા હોય તેવો આરોપ પણ લાગ્યો છે….

ભૂવાએ ખેડૂતને કહ્યું, વાડીમાં કરવું પડશે આ કામ અને 1.94 લાખનો લાગ્યો ચૂનો

વિસાવદરના વિછાવડ ગામે બીમારી મટાડવાના બહાને અરવિંદ ભાઇ ભાલિયાના  ખેડૂત સાથે હસમુખ ચૌહાણ નામના તાંત્રિકે છેતરપિંડી કરી છે. બીમારી મટાડી દેવાનો ભુવાએ દાવો કર્યો. જે બાદ વિધિ માટે તાંત્રિકે ભોળવીને રૂ.1.94 લાખના દાગીનાની છેતરપીંડી કરીને નાસી છૂટ્યા હતા. નોંધનીય છેકે…

જૂનાગઢ : આટલી સ્ફૂર્તિ અને આવો મણિયારો તમે જોયો નહીં હોય

સૌરાષ્ટ્રનો સુપ્રસિદ્ધ મણિયારો રાસ તેની વિશેષ રિતભાત અને સ્ટાઇલના કારણે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના મોટી ધણેજના ધનવંતરી દાંડીયા રાસ ગ્રુપ દ્વારા રમાતો મણિયારો રાસ દર વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. આ વર્ષે…

જૂનાગઢના ભેસાણમાં પાણીનો બે ફામ બગાડ, કેનાલમાંથી પાણી ખેતરોમાં ઘુસી જતુ હોવાની બૂમરાણ

જૂનાગઢ ભેસાણના નવા વાઘણીયામાં કેનાલમાંથી પાણીનો બે ફામ બગાડ થઇ રહ્યો છે. અહી કેનાલમાં પાણી રોકવા માટેની વ્યવસ્થા મન ફાવે તે રીતે કામ કરતી હોવાથી મોટા ભાગે પાણીનો બગાડ થઇ રહ્યો છે. નાની સિંચાઇ યોજનામા કેનાલમાં પાણી છોડાય ત્યારે તેમાં કોઇ…

સૌરાષ્ટ્રમાં 10 લાખ હેક્ટરમાં કપાસનો પાક ખતરામાં, પાણી ન મળ્યું તો થશે અા મોટી અસર

સૌરાષ્ટ્રમાં પાછોતરો વરસાદ ખેંચાતા પાક અને પાણીની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આ વર્ષે અપુરતા વરસાદને લીધે જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. પરંતુ ૧૫ દિવસ પછી તો મોટાભાગના ડેમ તળિયા ઝાટક…

જામનગરમાં PSI સાથે 2 હેડકોન્સ્ટેબલ 50 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા PSI એસ. કે. મહેતા, પોલીસ હેડ કોંસ્ટેબલ દિનેશ મકવાણા અને હસમુખ તેરેયાને એસીબીએ 50 હજારની લાંચ લેતા ઝડપી પાડયા,. ત્રણેય પોલીસ કર્મીઓએ એક ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પાસેથી લાંચ માંગી હતી. વાહન પરિવહનમાં કનડગત…

જૂનાગઢના કેશદમાં અસામાજિક તત્વોનો આતંક, વેપારીઓએ રાખ્યું બંધ

જૂનાગઢના કેશોદમાં અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરતાં વેપારી મહામંડળે બંધ પાળ્યો હતો. જેને પગલે કેશોદના બજારોમાં બંધની અસર જોવા મળી હતી. કેશોદ-માંગરોળ રોડ પર સજ્જડ બંધ જોવા મળ્યો હતો. ત્યારે જિલ્લા એસપી સૌરભ સિંઘે ઘટનાની મુલાકાત લઈને ફરિયાદી અને વેપારી…

જૂનાગઢ શહેરના વણઝારી ચોકમાં થતી પ્રાચીન ગરબી આજે પણ ગુજરાતભરમાં લોકપ્રિય

જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલા વણઝારી ચોકમાં નવાબી કાળથી યોજાતી ગરબીની પરંપરા આજેય પણ અકબંધ છે. આ ગરબીમાં આજે પણ બાળાઓ ભુવા રાસ, વીંછુડો રાસ, સળગતી હિંઢોણી રાસ રમે છે. આ રાસમાં ગરબે રમતી બાળાઓને ઘણો કષ્ટ પણ વેઠવો પડે છે….

સરકારે મદદ ન કરતા ખેડૂતોએ જાતે જ 25 વીઘામાં બનાવ્યું તળાવ, હકીકત ચોંકાવનારી

એક તરફ ખેડૂતો પાક વીમા માટે ટળવળી રહ્યા છે. અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરી તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે ત્યારે ઉનાના ખેડૂતોએ સરકારી સહાયની રાહ જોયા વિના જાત મહેનતે તળાવ ખોદી નાખ્યું છે. આવી જ જાતમહેનત આશરે છ મહિના પહેલા…

ગામના લોકોએ જાતે તળાવ બનાવતા, સુઝલામ સુફલામ યોજનાની ફરીવાર ખુલી પોલ

સરકાર ભલે સુઝલામ સુફલામ યોજના સફળ થઈ હોવાનો દાવો કરે પરંતુ સરકારની સફળતાને ઊના તાલુકાના પડાપાદર ગામના લોકોએ ઉધઈ લગાવી છે. ઊનાના પડાપાદર ગામના ખેડૂતો 25 વીઘા જમીનમાં સાત ફૂચ ઊંડુ તળાવ બનાવ્યુ છે. તળાવમાં રાવલ નદી અને ડેમનું પાણી…

સૌરાષ્ટ્રને સરકારની દિવાળી ભેટ : 15થી 20 મીનિટમાં અમદાવાદ પહોંચી જશો

સૌરાષ્ટ્ર પાસે એરપોર્ટના નામે ખાવા પુરતુ રાજકોટનું એરપોર્ટ છે. વર્ષો પહેલા કેશોદ એરપોર્ટ હતું, પરંતુ પ્રવાસીઓની તંગીના કારણે તેને બંધ કરવું પડ્યું, પરંતુ હવે ગુજરાત સરકાર આ દિવાળી પર સૌરાષ્ટ્ર તેમાં પણ સોરઠવાસીઓને મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. કેશોદ એરપોર્ટ…

15 નવેમ્બરથી ફરી ધમધમતુ થશે કેશોદ એરપોર્ટ

કેશોદ એરપોર્ટ 15 નવેમ્બરથી ફરી ધમધમતુ થશે. ટ્રુ જેટ કંપની દ્વારા 72 સીટવાળું વિમાન કેશાદ અમદાવાદ આવન જાવન કરશે. ભારત સરકારના ઉડાન અંતર્ગત નાનામાં નાનો માણસ મુસાફરી કરી શકે તે માટે મહત્તમ ભાડું રૂ. 2500 રહેશે. 2004માં એવીએશનની લાયસન્સ પોલીસી…

જૂનાગઢમાં જૂના તળાવોની માટી ચોરાઈ રહી છે, તંત્રને 500 વખત જાણ કરી પણ સાંભળતું કોઈ નથી

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના બરૂલા ગીર ગામે વર્ષો જૂના તળાવનો પારો માથાભારે શખ્સોએ ખોદી નાખ્યો હતો. જો કે આ અંગે તંત્રને અનેક રજૂઆતો કરવા છતા કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. જેથી સરપંચનું કહેવું છે કે આવી જ પરિસ્થિતિ રહે…

કેશોદઃ 70 વર્ષ જુનું વૃક્ષ વીજ પોલને સાથે લઈ ધરાશાયી, વાહનોનો બોલાવી દીધો ખુરદો

કેશોદ શરદચોકની બાજુમાં એક વિશાળ વૃક્ષ ધારાશાયા થવાને કારણે એક છકડો રીક્ષા અને સ્કુટર દટાયા છે અને એક વીજ પોલ પણ ધરાશાયી થયેલ છે. ધરાશાયી થયેલ ઝાડ ૭૦ વર્ષ કરતાં જુનુ છે અને તેના પડી જવાનું કારણ જાણવા પ્રમાણે ઝાડના…

ગુજરાતના દરિયા કિનારા પરથી લુબાન વાવાઝોડાનું સંકટ હટતા માછીમારોને રાહત

ગુજરાતના દરીયાઇ કીનારા ઉપરથી લુબાન વાવાઝોડાનુ સંકટ હટતાની સાથે જ માછીમારી બોટો માછીમારી કરવા રવાના કરાઇ છે. અગાઉ લુબાન વાવાઝોડાની દહેશતને લઇને માછીમારી કરવા ગયેલ બોટોને પરત બોલાવી લેવાઇ હતી. તેમજ માછીમારોને દરીયો નહીં ખેડવા માટેની પણ સુચના અપાઇ હોવાથી…

જૂનાગઢના જોષીપરામાં જંતુનાશક દવાનો નકલી જથ્થો કોની પાસેથી ઝડપાયો જાણો

જૂનાગઢના જોષીપરા વિસ્તારમાંથી જંતુનાશક દવાનો ડુપ્લીકેટ જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાયો છે. જૂનાગઢમાં વેપારીઓ લાયસન્સ વિના જ છૂટકમાં આ નકલી દવાઓનું વેચાણ કરતા હતા. આ અંગે જૂનાગઢ નાયબ ખેતી નિયામક વિસ્તરણ વિભાગની ટીમે સફળ ઓપરેશન પાર પાડીને ડુપ્લીકેટ જંતુનાશકોના કૌભાંડનો પર્દાફાશ…

જૂનાગઢ : જંતુનાશક દવાઓનો જથ્થો ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર

જૂનાગઢના માંગરોળમાં ફરી એક વખત શંકાસ્પદ જંતુનાશક દવાનો જથ્થો ઝડપાયો છે. માળીયા હાટીના પોલીસે ગાંગેચા ગામેથી ગુરૂવારે જંતુનાશક દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. જે બાદ પોલીસે સઘન તપાસ શરૂ કરતા આજે જંતુનાશક દવાનો વધુ કેટલોક જથ્થો ઝડપાયો છે. પોલીસે જંતુનાશક…

કેશોદમાં બિસ્માર રસ્તાના મામલે નગરપાલિકાના પ્રમુખના ઘરે હોબાળો

બિસ્માર રસ્તાના મામલે કેશોદ નગરપાલિકાના પ્રમુખ યોગેશ સાવલીયાના ઘરે હોબાળો કરીને તોડફોડ કરાઇ.આ અંગે પોલીસ ફરિયાદ કરાઇ છે. રસ્તાના મુદ્દે રજૂઆત કરવા આવેલા લોકોએ નગરપાલિકાના પ્રમુખની ગેરહાજરીમાં ગેરવર્તન કર્યુ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે તોડફોડના મુદ્દે કરાયેલી ફરિયાદ બાદ…

જૂનાગઢ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ કરી રી-એન્ટ્રી

જુનાગઢના માળીયા હાટીના પંથકમાં ઘણા ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદે લાંબા વિરામ બાદ ફરીથી ધમાકેદાર રી-એન્ટ્રી કરી હતી. ગળૉર જુથલ, પ્રાણીધા, ભંડુરી, ગડુ, લાઠૉદ્રા, તેમજ નવાગળૉદર અને પૂર્વ માળીયા ગ્રામીણમાં બપોર બાદ વરસાદે અમીછાંટણા કર્યા હતા. ધીમી ધારે વરસાદ શરૂ…

અમેરિકાથી મંગાવેલી વેક્સીનનો મુંબઈથી જૂનાગઢ આવવા રવાના થયો

ગીરના દલખાણિયા રેન્જમાં 23 સિંહોના મોત મામલે વન વિભાગ હરકતમાં આવ્યું છે.અમેરિકાથી મંગાવેલી વેક્સીનનો મુંબઈથી જૂનાગઢ આવવા રવાના થયો છે.વનવિભાગના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ સક્કરબાગ ઝૂના ડાયરેક્ટ વેક્સીન લઈને આવી રહ્યા છે. જે 25 સિંહોનું રેસ્ક્યુ કરાયુ છે તેમને આ રસી…

જૂનાગઢમાં ઝેરી જંતુનાશક દવાનાં ગોડાઉનમાં પોલીસના દરોડા

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગાંગેચા ગામે શંકાસ્પદ ઝેરી જંતુનાશક દવાનો જથ્થો મળી આવ્યો. પોલીસે આ ઝેરી જંતુનાશક જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ગાંગેચા ગામમાં સુરેશ વડારીયાની વાડીના ગોડાઉનમાં શંકાસ્પદ જંતુનાશક દવાનો મોટો જથ્થો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો…

જાણો ઘટાડા બાદ ગુજરાતમાં આવતીકાલથી પેટ્રોલ-ડીઝલનો ભાવ કયા શહેરમાં કેટલો?

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં કરાયેલા ભાવ ઘટાડા બાદ હવે રાજ્ય સરકારે પણ જનતાને હાશકારો આપ્યો છે. અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે તેમણે રાજ્ય સરકારને પેટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડવા માટે…

તુલશી શ્યામ રેન્જમાંથી નરસિંહ લાપતા, પ્રકૃતિપ્રેમીઓમાં ચિંતા

એક તરફ સિંહોના મોતથી પ્રકૃતિપ્રેમીઓ ચિંતિત છે. ત્યાં ઉનાના તુલસી શ્યામ રેન્જમાંથી એક નરસિંહ લાપતા બન્યો છે. જોકે વનવિભાગ હજુ કુંભકર્ણની નિંદ્રામાં છે. રાયડી પાટી બીટના સળવા ધાર ખાતેથી સિંહ લાપતા બન્યો છે. આ વિસ્તારમાં બે સિંહની જોડી દેખાતી હતી….

જામનગરના પ્રેમી પંખીડાએ જૂનાગઢમાં કર્યો આપઘાત

જૂનાગઢ શહેરના મુરલીધર ગેસ્ટહાઉસમાં પ્રેમી પંખીડાનો આપઘાત કર્યાના સમાચાર થી ચકચાર મચી ગઇ. પ્રેમીપંખીડાઓ એ ઝેરી દવા પીને જીવાદોરી ટૂંકાવી છે. ગેસ્ટ હાઉસના એકજ રૂમમાંથી પ્રેમી પંખીડાનાં મૃતદેહ પોલિસને હાથ લાગ્યા હતા. મૃતકો એક રાત પહેલાજ હોટલમાં રોકાયા હોવાનું જાણવા…

કેશોદમાં એક મહિનામાં ચોરીના સંખ્યાબંધ બનાવો, પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ

કેશોદમાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યાં છે. છેલ્લા એક મહિનામાં ચોરીના સંખ્યાબંધ બનાવો બન્યાં છે. ત્યારે પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. છેલ્લાં 10 દિવસમાં ઘણી દુકાનો અને મકાનોના તાળાં તૂટ્યાં છે. જેમાં મોટાભાગના અસરગ્રસ્તોએ પોલીસ ફરિયાદ કરવામાં પણ…