Archive

Category: Gir Somnath

જસદણની ચૂંટણી પતી સરકારની ગરજ પતી, સૌરાષ્ટ્રમાં 55 જળાશયોમાંથી ખેડૂતો માટે બંધ કરાયું પાણી

શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂર છે ત્યારે જ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કુલ ૬૩ જેટલા જળાશયોમાંથી ૫૫ ડેમમાં સિંચાઈ માટે પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે દેકારો બોલી ગયો છે. સૌરાષ્ટ્રમાં આ…

રાજ્યભરમાં ઠંડીનો માહોલ, ધ્રુજાવી દેતી ટાઢનો લોકોએ કર્યો અનુભવ

રાજ્યભરમાં ઠંડીનો માહોલ જામ્યો છે અને અમદાવાદમાં પણ આજે લોકો ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સવારના સમયે ભેજના ૫૦ ટકાથી વધુ પ્રમાણના કારણે ધ્રુજાવી દેતી ટાઢનો અનુભવ લોકોએ કર્યો. ગીરનારમાં પારો ૬ સેલ્સીયસ સુધી નીચે ઉતરી જતા…

સાવરકુંડલાના બોરાળામાં ટ્રેનની અડફેટે બે સિંહ અને એક સિંહણનું મોત

અમરેલીના સાવરકુંડલાના બોરાળા ગામે ટ્રેનની અડફેટે બે સિંહ અને એક સિંહણનું મોત થયું છે. મધરાતે 12 વાગ્યાના અરસામાં બોરાળા ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર સિંહો હતા અને ટ્રેનની અડફેટે આવતા મોત નિપજ્યા હતા. તમામ મૃતક સિંહોની ઉંમર એકથી…

VIDEO: અમરેલીના રાજુલા નજીક એક સાથે 14 સિંહોનો પરિવાર જોવા મળ્યો

સિંહોનું ટોળું ન હોય તે કહેવતને ખોટી પાડતા દ્રશ્યો ફરી એક વખત જોવા મળ્યા છે. અમરેલીના રાજુલાના રામપરા ભેરાઈ ખાતે 14 સિંહોનું ટોળું જોવા મળ્યું છે. આ સિંહો રસ્તો ક્રોસ કરતા સમયે વાહન ચાલકોએ પોતાના વાહન પર બ્રેક લગાવી દેવી…

VIDEO: ગીરમાં બાળ સિંહોની પાસે પહોંચી આ વનકર્મીએ પાણી પીવડાવ્યું

જંગલના રાજા સિંહ સાથે વનકર્મીના સ્નેહ બંધનનો અનોખો વિડિયો સામે આવ્યો છે. એક વનવિભાગનો કર્મચારી સિંહણ અને તેના બચ્ચાને પાણી પીવડાવતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સાસણ ગીરના કડેલ વિસ્તારનો હોવાનું મનાય છે. સામાન્ય રીતે સિંહની ત્રાડ…

ઊનાના કાંધી ગામે ખેડૂતે ડુંગળીનો 7 વિઘાનો ઊભો પાક ઘેટાં-બકરાંને ચરાવી દીધો

ઊનાના કાંધી ગામે ખેડૂતે ડુંગળીનો 7 વિઘાનો ઊભો પાક ઘેટા બકરાને ચરાવી દીધો છે. ડુંગળીનો ભાવ ન હોવાથી ખેડૂતે ડુંગળીનો પાક ઢોરને ચરાવી દીધો હતો. હાલ ડુંગળીના ભાવ 40થી 50 રૂપિયા છે. ઉલ્લેખનિય છે ડુંગળી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી…

બોપલના મહિલા PSI પતિ-પત્ની અને વો ના પ્રકરણમાં પોલીસ સ્ટેશનમાં નાહકના પીટાઈ ગયા

ઘુમામાં રહેતી એક મહિલાએ તેના પતિ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ સદંર્ભે મહિલા તેની માતા સાથે બોપલ પોલીસ સ્ટેશન આવી હતી અને તમે કેમ કંઈ કાર્યવાહી કરતા નથી, એમ કહીને મહિલા પીએસઆઇ સાથે મારઝુડ કરી હતી. બોપલ…

30 મિનિટ સુધી કરાવી કસરત અને પછી હાથમાં આવ્યો મગર, જોવા માટે લોકોના ટોળે-ટોળા

કોડીનારના દેવલી ગામે મગર જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મગર અંગેની જાણ સ્થાનિક વહીવટી તંત્રને કરવામાં આવતા મગરનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. મગરને પાંજરે પુરવા માટે વન વિભાગે 30 મિનિટ સુધી જહેમત કરી હતી. જોકે બાદમાં વન વિભાગને…

PM મોદીના ખાસ વિશ્વાસુ અને વડાપ્રધાનના PRO એવા ગુજરાતી પત્રકારનું નિધન

આજે વડાપ્રધાન કાર્યાલયના PRO જગદીશ ઠક્કરનું મલ્ટિ ઓર્ગન ફેઈલ્યોરને કારણે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્રણ મહિનાથી તેઓ દિલ્હીની એઈમ્સમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેમણે આજે અંતિમ શ્વાસ લીધો હતો. ત્યાર બાદ પીએમ મોદી જગદીશ ઠક્કરના પરિવારજનોને…

જિતુ વાઘાણીને સોમનાથ બોલાવી ભાજપના આ નેતાએ લઇ લીધો ઉધડો, આપી આ ધમકી

ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમમાં ભાજપનો કોર કમિટી અને મહિલા અધિવેશનની બેઠકો મળી હતી. સોમનાથમાં અમિત શાહ આવ્યા ત્યારે જિતુ વાઘાણીને કડક શબ્દોમાં કરેલા સૂચનો પાર્ટીના નેતાઓને જણાવવામાં આવ્યા હતા. સાથે જ પીએમ મોદીની ગુજરાત મુલાકાતને લઈને ચર્ચા કરવામાં આવી હતી….

સોમનાથની મુલાકાતે અમિત શાહ, પરિવાર સાથે કરી પૂજા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથની મુલાકાતે છે. અમિત શાહે સોમનાથમાં પોતાના પરિવાર સાથે પૂજા કરી હતી. અમિત શાહ સાથે તેમની સાથે ભાજપના પ્રદેશ અદ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ભીખુભાઈ દલસાણીયા પણ હાજર રહ્યા હતા. અમિત શાહ સોમનાથ મંદિરમાં દર્શન માટે…

કોઈ પણ રાજ્યની ચૂંટણી પ્રચાર બાદ અમિત શાહ સીધા પહોંચે છે ગુજરાતની આ જગ્યાએ

રાજસ્થાનમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સોમનાથ દર્શન માટે આવી પહોંચ્યા છે. અમિત શાહે વાયા અમદાવાદ કેશોદ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. જ્યાંથી તેઓ સપરિવાર સડક માર્ગે સોમનાથ આવી પહોંચ્યા. સોમનાથમાં જિલ્લાભરના ભાજપના આગેવાનો તેમજ…

પાકિસ્તાનની જેલમાં અઢી મહિના પહેલા મૃત્યુ પામેલા નાનુભાઇનો મૃતદેહ આજે ઉનાના પહોંચ્યો

પાકિસ્તાનની જેલમાં અઢી મહિના પહેલા મૃત્યુ પામેલા નાનુભાઇનો મૃતદેહ આજે ઉનાના કાજરડી ગામે લાવવામાં આવ્યો હતો. ત્યારે પરિવારે હૈયા ફાટ રુદન કર્યું હતું. પરિવારને આશા હતી કે વહેલા મોડા પાકિસ્તાન કબજામાંથી છૂટીને ઘરે આવશે પણ પરિવારની આશા ઠગારી નીવડી હતી….

ઊનામાં ડૉક્ટરોએ સામૂહિક રીતે ઈમરજન્સી સેવાઓ કરી દીધી બંધ

ઉનામાં 2 દિવસ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 યુવાનોના પરિવારજનોએ ડોકટરને માર મારી તોડફોડ કરી હતી. જે મામલે ડોક્ટરે ઇમરજન્સી સેવાઓ બંધ કરી છે. ઊનાના તમામ ડોકટરો દ્વારા આ ઘટનાના વિરોધમાં અને તોડફોડ કરનાર ટોળા વિરુદ્ધ કાર્યવાહી ન થાય ત્યાં…

ગૌતમ અને ગૌરવને થઈ આજીવન કેદ, દેવળિયા લાયન સફારી પાર્ક ફરી ખૂલ્યો

સાસણ ગીરના સિંહો હાલમાં સૌથી વિકટ સ્થિતિમાં સપડાયા છે. ગીરમાં સિહોંના મોતનો મામલો ઉકેલાયો પણ નથી ત્યાં સિંહોએ એક વ્યક્તિને ફાડી ખાતાં હોવાના સમાચાર ચર્ચામાં છે. ગીરમાં સિંહોની સ્થિતિ બદલાઈ રહી છે. આજદીન સુધી માણસ પર હુમલો ન કરનારા આ…

પ્રખ્યાત ગીર અભ્યારણ્યના દેવળિયા પાર્કમાં સિંહોએ વનકર્મચારીઓ પર કર્યો હુમલો

ગીરના દેવળિયા પાર્કમાં સિંહે વનકર્મી પર હુમલો કરતા તેમનું મોત નિપજ્યું. પરંતુ જે રીતે સિંહોએ આક્રમક વલણ અખત્યાર કરીને વનકર્મી પર હુમલો કર્યો તેને લઇને વન વિભાગ તેમજ નિષ્ણાતોમાં ચિંતા પ્રવર્તી રહી છે. કેમ કે સિંહ સામાન્ય રીતે માનવીઓ પર…

સાસણગીરમાં દેવળિયા પાર્કમાં સિંહનો હુમલો, એક કર્મચારીનું મોત અન્ય સારવાર હેઠળ

સાસણ ગીરના દેવળીયા પાર્કમાં સિંહે વન વિભાગના કર્મચારીઓ પર કરેલા હુમલામાં એકનું મોત થયું છે.  સિંહોએ વન વિભાગના કર્મચારી દિનેશ અને રજની ઉપર હુમલો કર્યો હતો.  સવારે 11 વાગ્યે દિનેશ, રજની અને ઘેલા નામના ત્રણ ટ્રેકર કમ જીપ ચાલક લોકેશન…

ઊનાના આ દલિત પીડિતોએ રાષ્ટ્રપતિને પત્ર લખી કરી ઈચ્છા મૃત્યુની માંગ

બહુચર્ચિત ઊના દલિત કાંડ મામલે પીડિતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પુરા કરવામાં ન આવતા ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે. ઈચ્છા મૃત્યુ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, આનંદીબહેન…

પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી તો યુવકે કેરોસીન છાટી સળગાવી દીધી

કોડીનારના માધવાડ ગામે પ્રેમિકાને જીવતી સળગાવી દેનાર પ્રેમીની કોડીનાર પોલીસે ધરપકડ કરી છે. ગત 20 નવમ્બરે માધવાડ ગામે રહેતી પીડિત યુવતીને તેના પ્રેમી અક્ષયે ભાગીને લગ્ન કરવાનું કહ્યું હતું. પરંતુ યુવતીએ ના પાડતા અક્ષયે તેના ઘરે પહોંચી યુવતી પર કેરોસીન…

વેરાવળના બાલાજી એપાર્ટમેન્ટમાં પહોંચી પોલીસ, બહાર આવી તો સાથે હતી આ વસ્તુ

વેરાવળના બાલાજી એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડો પાડતા ઘરમાંથી રૂ.46 લાખની રોકડ મળી આવી હતી. સાથે જ 800 ગ્રામ સોનાના દાગીના મળી આવતા ચકચાર મચી હતી. પોલીસે રૂ.66 લાખનાં મુદામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને ઘરમાંથી 12 જુદી-જુદી બેંકના 12…

સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ઢોરને કતલખાને લઇ જવાતી ગાડી ઝડપાય

વેરાવળના ઇણાજ ગામ પાસેથી ગેરકાયદેસર ઢોરની હેરાફેરી કરતો ટેમ્પો ઝડપાયાના સમાચારની સહી સુકાઇ નથી ત્યાંજ વેરાવળનાં જ તાલાલા નાકે થી ઢોરને કતલખાને લઇ જતું અન્ય એક વાહન ઝડપાયું છે. ઝડપાયેલા વાહનમાં 6 ભેસ અને 2 બળદોને લઇ જવાતા હતા. આ…

ઉનાના ખેતરમાં સિંહ લટાર મારવા માટે આવ્યો અને ગામ આખુ ઉમટી પડ્યું

ઊના ના ચાચકવડ ગામે એક ખેતર મા શિકારની શોધ મા ડાલા માથાની લટાર ની વાત સામે આવી છે. ચાચકવડ ગામે ખેતરમાં શિકારની શોધ મા આવી ચડેલ ડાલા મથાને જોવા ગામ  લોકો ઉમટી પડયા હતા. ખેતરમાં કામ કરનારાઓ માટે જાણે કોઇ…

નીતિન પટેલ ત્રાટક્યા મગફળીનું મોનીટરીંગ કરવા, અધિકારીઓને કર્યા સૂચનો

રાજયમાં મગફળીનું ભૂત છેલ્લા કેટલાય સમયથી જુદા જુદા મુદ્દાઓ પર ધૂણી રહ્યું છે અને સમગ્ર તંત્રને ડરાવી રહ્યું છે. હાલના દિવસોમાં સરકાર દ્વાર મગફળી ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેની કામગીરી પર પણ જાતજાતના માછલા ધોવાઇ રહ્યા છે. ત્યારે…

જેલના ભજીયાની સુવાસ પ્રસરી સોમનાથના લોકમેળામાં

સોમનાથના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે.લોકો મેળાની મજા માણી રહ્યાં છે. તો મેળામાં આંગળી ચાટતા રહી જાવ તેવા મેથીના ભજીયા ખાઇને લોકો ખુશીથી મોજ મનાવી રહ્યાં છે. આવો જોઇએ એવું તો શું છે આ ભજીયાની ખાસિયત કે બાળકો પણ તેનો…

ગીરમાં ડ્રોન કેમરાથી કરવામાં આવશે નિરીક્ષણ, સિંહોના મોત અને પજવણીના કારણે લેવામાં આવ્યો નિર્ણય

23 સિંહોના મોત અને અવાર નવાર ગેરકાયદે લાયન શોના વીડિયો વાયરલ થાય છે. ત્યારે સિંહોના સંવર્ધન અને રક્ષા માટે વનવિભાગ વધુ સક્રિય બન્યુ છે અને ડ્રોનથી સિંહો પર નજર રાખવાની કામગીરી શરૂ થઈ રહી છે. ગીર સોમનાથના દેવાળિયા સફારી પાર્ક…

દેર આયે દૂરસ્ત આયેઃ સિંહો માટે સરકાર જાગી, ખર્ચશે 350 કરોડ રૂપિયા

તાજેતરમાં સિંહોના ઇન્ફેક્શનના કારણે મોતના કિસ્સાઓ બાદ રાજ્ય સરકારે આગામી પાંચ વરસ માટે સિંહોના સંવર્ધન માટે ત્રણસો કરોડથી વધુનો ખર્ચો કરાશે. આ ઉપરાંત સિંહો માટે નવી આધુનિક હોસ્પિટલ બનશે. તો આઠ જેટલા રેસ્ક્યૂ સેન્ટર પણ બનાવાશે. તો સાસણગીરમાં પ્રવાસીઓનું ભારણ…

ઊના માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈને તાલુકાના રાજકારણમાં ગરમાવો, જાણો કોની પાસે કેટલી બેઠક

ઉના માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈને તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. યાર્ડમાં ખેડૂત પેનલની 8 ,વેપારી પેનલની 4 અને સહકારી ક્ષેત્રની 2 બેઠકો સહિત કુલ 14 બેઠક પર ચૂંટણી જંગ ખેલાશે. આ 14 બેઠક પર કુલ 29 ઉમેદવાર લડી રહ્યા છે….

સોમનાથ મંદિરના પ્રાંગણમાં કાર્તિકી પૂનમના લોકમેળાનો થયો શુભારંભ

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના પ્રાંગણમાં કાર્તિકી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોહિલે મેળાને ખુલ્લો મુક્યો હતો. આ લોકમેળાનું ધાર્મિક અને ઐતિહાસિક રીતે ઘણું મહત્વ માનવામાં આવે છે. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન…

VIDEO : ગીરની બોર્ડર પર નાળીયેરીના બગીચામાં વનરાજનો રાજાશાહી ઠાઠમાઠ

આપણા પ્રિય પ્રાણીને પ્રાણીસંગ્રહાલયમાં ફરતો જોઇએ તેના બદલે ખુલ્લામાં ફરતો જોઇએ તેની કંઇક અલગ જ અનુભુતિ હોયછે. તેમાંય વાધ સિંહ જેવા જાનદાર પ્રાણી હોય તો કહેવું જ શું. આ વિડીયોમાં એક સિંહનેનિશ્ચિંત થઇને તફરીહ કરતો જોઇને આનંદ અને રોમાંચની અનુભૂતિ…

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના અવસર પર ભક્તોનું માનવમહેરામણ ઉમટી પડ્યું

દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરે આમ તો બારેમાસ અસંખ્ય શ્રદ્ધાળુઓ શીશ ઝૂકાવે છે. પરંતુ દર વર્ષે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાતા કાર્તિકી પૂર્ણિમાનો અનેરો મહિમા છે. અગિયારસથી પૂનમ એમ પાંચ દિવસ સુધી મેળામાં માનવમહેરામણ ઉમટી પડે છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ…