Archive

Category: Baroda

પેપર લીક કેસનો મુખ્ય આરોપી આ જગ્યાએ કરતો હતો નોકરી, હવે રોજ ગેરહાજરીની નોંધ કરાઈ છે

પેપરલીક કાંડના સુત્રધાર યશપાલ જ્યાં નોકરી કરતો હતો. ત્યાં તેની ગેરહાજરી નોંધાઈ છે. તે છેલ્લા 22 સપ્ટેમ્બર બાદ સતત ગેરહાજર નોંધાયો છે. યશપાલ કેસનો મુખ્ય આરોપી છે. જે પબ્લિક હેલ્થ વર્કર તરીકે તે વડોદરા કોર્પોરેશનમાં નોકરી કરે છે. યશપાલ જંતુનાશક…

ફૂટ્યું પેપર, દાઝ્યું ભાજપઃ સમગ્ર ગુજરાતમાં જુઓ ક્યાં ક્યાં થયા સરકાર સામે દેખાવો

લોકરક્ષક ભરતી દળના પેપરલીક મામલે આખરે ધરપકડનો દોર શરૂ થયો છે. અત્યાર સુધી પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. તો વળી ધરપકડ કરાયેલા શખ્સોમાં બે ભાજપના કાર્યકરોના નામ સામે આવ્યા છે. જે બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની સુચના બાદ…

6 કાળીયારના મોત બાદ તંત્ર કૂતરાઓ પકડવા હરકતમાં આવ્યું

વડોદરાના સયાજીબાગ ખાતે કાળિયાર હરણના મોત બાદ જાગેલા કોર્પોરેશન તંત્રએ કમાટીબાગમાં રખડતા શ્વાનોને પકડવા દોડધામ શરૂ કરી છે. હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા કમાટીબાગમાંથી રખડતા કૂતરાને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે. કામગીરી દરમિયાન બાગમાં રખડી રહેલા બાર જેટલા શ્વાન પકડાયા છે….

કમાટીબાગના પ્રાણી સંગ્રાહલયમાં શ્વાનોનો હુમલો, 6 હરણના મોત

વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં શ્વાને હરણ પર હુમલો કર્યા હોવાની ઘટના બની છે. શ્વાને કરેલા હુમલાના કારણે બ્લેક બક જાતિના 6 હરણના મોત થયા છે. હુમલાની ઘટના બાદ પ્રાણી સંગ્રહાલયના સંચાલતો દોડતા થયા હતા. મૃત્યુ પામેલા હરણના મૃતદેહને અજ્ઞાત સ્થળે…

વડોદરાના રિલાયન્સ પ્લાન્ટમાં ધડાકો થતાં 3ના મોત, પરિવારે કરી આ માગણી

વડોદરાના કોયલી ખાતે આવેલી રિલાયન્સ આઈપીસીએલના PBR-2 પ્લાન્ટમાં આજે વહેલી ધડાકા સાથે લાગેલી આગમાં ત્રણ કર્મચારીના મોત થયા છે. અને મૃતકોના પરિવારજનોએ યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી રાવ ગાયકવાડ…

રૂપાણી સરકારમાં રાજયકક્ષાના મંત્રીની ગાડીને કરજણ હાઈવે પર અકસ્માત

કરજણ હાઇવે પર ગઇ રાત્રે ભડકેલી ગાય હાઇવે પર દોડી આવ્યા બાદ ગાંધીનગર જતા રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરની સરકારી ઇનોવા ગાડીને અથડાતા અકસ્માત સર્જાયો હતો જો કે મંત્રીનો બચાવ થયો હતો પરંતુ ગાડીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ગાય…

વડોદરામાં રિલાયન્સના પ્લાન્ટમાં ધડાકાભેર આગ, 3 કર્મચારીઓમાં ભડથું થઈ ગયા

વડોદરા શહેર નજીક કોયલી ખાતે આવેલી રિલાયન્સ આઈપીસીએલના પીબીઆર 2 પ્લાન્ટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટના સમયે ફરજ બજાવી રહેલાં 3 કર્મચારીઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ બનાવને પગલે કંપનીમાં અફડાતફડી મચી ગઈ હતી. આ…

પાદરાના વનછરા ગામે વિચિત્ર બનાવ, ટ્રેકટર સાથે મૃતદેહ બંધાઈને આવ્યો

પાદરાના વનછરા ગામે એક વિચિત્ર બનાવ બનવા પામ્યો છે. ગામના એક અવાવરૂ વિસ્તારમાં ટ્રેક્ટર સાથે બાંધેલી એક યુવકની લાશ મળી આવી છે. લાશ ટ્રેકટરના ગાર્ડને દોરડું બાંધીને લટકેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી. જોકે યુવકની મોતનું કારણ હજી…

વડોદરા: બિલ્ડર મિહિર પંચાલના અપમૃત્યુને લઇને સસ્પેન્સ યથાવત, તારણ પર પહોંચવા અંગે તબીબોમાં અવઢવ

વડોદરાના બિલ્ડર મિહિર પંચાલના અપમૃત્યુ કેસનું કોકડું હજુ ગુંચવાયેલું જ છે. બાજવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબોએ મિહિર પંચાલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તાલુકા પોલીસને સુપ્રત કર્યો છે. જેમાં પ્રોવિઝનલ ડેથ ઓફ કોઝને લઈને સસ્પેન્સ યથાવત છે. પી.એમ રિપોર્ટ વિશેરા અને એફ.એસ.એલના રિપોર્ટ…

ખેડૂતોને લીલાલહેર, 1,000 કરોડ રૂપિયાનો થશે ફાયદો : હાઇકોર્ટે આપ્યો ચૂકાદો

ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન મામલે મોટો ચુકાદો આપતા ખેડૂતોને રાહત આપી છે. ભાવનગરથી વેરાવળ વચ્ચે નેશનલ હાઇવે અને વડોદરાથી મુંબઈ વચ્ચે હાઇવેની જમીન સંપાદન મામલે જારી થયેલા વટહુકમને હાઈકોર્ટે રદ કર્યો છે. જમીન સંપાદન મામલે સરકારે કરેલી કાર્યવાહીને ખેડૂતોએ હાઈકોર્ટમાં…

વડોદરાના નામાંકિત બિલ્ડર મિહિર પંચાલના મૃત્યુ બાદ ખુલ્યા નવા રાઝ

વડોદરાના નામાંકિત બિલ્ડર મિહિર પંચાલના મૃત્યુ બાદ હવે નવા વળાંક આવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે મિહિર પંચાલ મૃત્યુ બાદ તેમની પોસ્ટમોર્ટમ પ્રક્રીયા દરમિયાન રજીસ્ટરમાં તેમના નામની નોંધણી કરવામાં આવી નહોતી. બિલ્ડર મિહિર પંચાલના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ માટે બાજવા…

પરેશ ધાનાણીના મિત્ર મિહિર પંચાલના મૃત્યુ કેસ મામલે નવો ઘટસ્ફોટ, આરોગ્ય કેન્દ્રના ચોપડેથી નામ જ ગાયબ થઇ ગયું

વડોદરાના જાણીતા બિલ્ડર મિહિર પંચાલના અપમૃત્યુ મામલે નવો વિવાદ સામે આવ્યો છે. મિહિર પંચાલનું અકસ્માતે મોત થયું છે કે હત્યા થઈ છે તે વિવાદ વચ્ચે ઘટસ્ફોટ થયો છે કે બાજવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ચોપડેથી મિહિર પંચાલનું નામ ગાયબ થયું છે….

વડોદરા: વિજય રૂપાણી પહેલીવાર નરસિંહનાં દર્શને આવ્યાં

વડોદરા ખાતે દેવ દિવાળી નિમિત્તે યોજાતા ભગવાન નરસિંહજીના વરઘોડામાં રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યાં હતા. આ વર્ષે નરસિંહજીના વરઘોડામાં રાજયના મુખ્યપ્રધાન હાજર રહ્યા હોય તેવી પ્રથમ ઘટના બની હતી. આ પ્રસંગે વિજય રૂપાણીએ વિધાનસભા અધ્યક્ષ કાર્યાલયની મુલાકાત લીધી હતી….

વડોદરા : બાઇક પર સવાર થઇ આવ્યા લૂંટારૂઓ, ત્રણ લાખની મતા લઇ ફરાર થઇ ગયા

વડોદરામાં લુંટની ઘટના બનવા પામી છે. શહેરના નિઝામપુરા વિસ્તારમાં એક વેપારીને લૂંટી લેવાયો છે. જાણકારી મુજબ બાઈક પર સવાર થયેલ 2 લૂંટારુઓ વેપારીની 3 લાખની મતા લઇ ફરાર થઇ ગયા. આ વેપારી પોતાના કર્મચારીઓનો પગાર ચૂકવવા રોકડ રૂપિયા લઇને જઇ રહ્યો…

જેલના ભજીયાની સુવાસ પ્રસરી સોમનાથના લોકમેળામાં

સોમનાથના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે.લોકો મેળાની મજા માણી રહ્યાં છે. તો મેળામાં આંગળી ચાટતા રહી જાવ તેવા મેથીના ભજીયા ખાઇને લોકો ખુશીથી મોજ મનાવી રહ્યાં છે. આવો જોઇએ એવું તો શું છે આ ભજીયાની ખાસિયત કે બાળકો પણ તેનો…

કારમાં સળગીને મૃત્યુ પામનાર આ યુવક, પરેશ ધાનાણીનો હતો ખાસ મિત્ર…

વડોદરા નજીક સેવાસી ખાનપુર પાસે નામાંકિત બિલ્ડર મિહિર પંચાલના કારમાં આગ લાગવાને કારણે થયેલા મોતે અનેક તર્કવિતર્ક સર્જ્યા છે. મિહિરના પરિવારજનો દ્વારા મિહિરની હત્યા કરાઇ હોવાનો આક્ષેપ કરાયો છે. બીજી તરફ એફએસએલની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઇ સેમ્પલ એકત્રિત કરી તપાસ…

વડોદરમાં કારમાં આગ લાગવાગી સળગી ગયેલા બિલ્ડરના પરિવારનો હત્યાનો આક્ષેપ

વડોદરામાં કારમા આગ લાગવાથી બિલ્ડર મિહિર પંચાલના મોતને લઈને પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. બિલ્ડરનું અકસ્માતે મોત નહી પરંતુ હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. જોકે હાલ તો એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પરિવારજનોનો…

વડોદરા : લક્ઝુરીયસ કારમાં જીવ બચાવનાર સુવિધાએ જ લીધો યુવકનો જીવ, બળીને ભડથું

વડોદરા નજીક આવેલા સેવાસીના ખાનપુર પાસે લક્ઝરીયસ ફોર્ડ એન્ડઓવર કારમાં આગ લાગતા કારમાં સવાર યુવાનનું મોત નિપજ્યું હતુ. સીટ બેલ્ટ બાંધ્યો હોવાથી યુવાન કારમાંથી નીકળી શક્યો નહોતો. આગમાં ભડથું થયેલ યુવાનની ઓળખ થઇ હતી. મૃતક યુવાન બિલ્ડર મિહિર પંચાલ હોવાનું…

બરોડાઃ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બન્યું એવું કે મચી ગઈ અફરાતફરી

વડોદરાનાં વૃંદાવન ચોકડી ખાતે ગેસ લાઇનમાં આગ લાગી હતી. પાલિકાની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બનાવ બન્યો હતો. દબાણ હટાવતાં જેસીબી ચાલકની બેદરકારીને કારણે આગ લાગી હતી. ઘરેલું ગેસ પુરવઠો પુરી પાડતી લાઇનમાં આગથી અફરાતફરી મચી હતી. ગેસ લાઇનમાં લાગેલી આગની…

વડોદરાની ધરતી પર પહોંચ્યા બચ્ચન સાહેબ, આ ખાસ એવોર્ડનો કર્યો સ્વીકાર

ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન સયાજી રત્ન એવોર્ડ સ્વીકારવા માટે આજે વડોદરા આવી પહોંચ્યા હતા. બપોરે એક વાગ્યે અમિતાભ બચ્ચન વડોદરા એરપોર્ટ ખાતે ખાનગી ચાર્ટર પ્લેલનમાં આવી પહોંચ્યા હતા. ચાલુ કારમાં જ તેમને ચાહકોનું અભિવાદન જીલ્યુ હતું. તેમને જોવા માટે ચાહકોની…

સમસેરપુરાના કમલેશે ખેલ મહાકુંભમાં તીરંદાજીમાં બે ગોલ્ડ, એક સિલ્વર મેડલ મેળવ્યો

ડભોઇના સમસેરપુરા ગામના કમલેશ વસાવાએ દેવગઢ બારીયા ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવ્યા. કમલેશે મેડલ મેળવીને મડતા ગામ અને ડભોઇ શહેરનું ગૌરવ વધારીને તેઓ પરત ફરતાં ડભોઇ એસ.ડી. ડેપો ખાતે તેમનું ભવ્ય સ્વાગત…

મહિલા તલાટીનું લગ્નના નામે શારિરીક શોષણ થતાં કરી લીધી આત્મહત્યા

વડોદરામાં મહિલા તલાટીની આત્મહત્યા મામલે કરજણ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ પંકજ પટેલ સામે ફરિયાદ દાખલ  કરવામા આવી છે.  મહિલા તલાટીએ પોતાની સ્યુસાઈટ નોટમાં પંકજ પટેલપર લગ્નની લાલચ  આપીને શારીરિક શોષણ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મહિલા તલાટીએ ભાઈબીજના…

ઠગ્સ ઓફ ગુજરાત : વડોદરામાં પણ 260 કરોડનું ફુલેકુ ફેરવાઇ ગયું

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે તે વાત સંસ્કારનગરી વડોદરામાં પણ સાચી ઠરી છે. અમદાવાદના 260 કરોડના ફુલેકા સમાન વડોદરામાં પણ ફુલેકાબાજ ફરાર થયો છે. હિન્દુસ્તાન વેપાર નેટવર્ક રિયલ્ટી અન્ડ ફાઈનાન્સના નામે રાજ્યમાં એક લાખથી વધુ લોકો સાથે છેતરપિડીં થઈ…

વડોદરામાંથી જમ્મુ કાશ્મીરનો યુવક ઝડપાયો ચરસનાં જથ્થા અને લાખો રૂપિયા સાથે

વડોદરા મધ્યસ્થ એસટી ડેપો પરથી ચરસના જથ્થા સાથે પોલીસે પરપ્રાંતીય યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસને થેલામાંથી અલગ અલગ પેકેટમાંથી 3 કીલો 20 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત અંદાજીત ૬ લાખ જેટલી થાય છે. એસઓજીએ આરોપી પાસેથી…

ગામમાં ખબર ફેલાઈ કે ખેતરમાં આગ લાગી પણ હતું કંઈક આવું

ડભોઇ તાલુકાના વઢવાણામાં એક ખેતરમાં આગ લાગ્યાની વાત ફેલાતા ચકચાર મચી ગયો હતો. પરંતુ જયારે હકિકત સામે આવી ત્યારે ખેતરમાં ટ્રેકટરની ટ્રોલી આગમાં લપટાઇ હતી. આ ટ્રોલીમાં ઘાસનાં પરાડ હતાં અને તેમાં આગ લાગી હતી. જો કે ખેતરમાં ઉભેલા ટ્રેકટરની…

વડોદરાની આ 17 મહિલાઓએ કર્યું દેશનું નામ રોશન, કરી હતી ખૂબ મહેનત

આપણા દેશે પણ એક નવું પગલું ભર્યું છે. અને બધાને પ્લેટફોર્મ આપ્યુ છે. દેશમાં છુપાયેલી શક્તિને ઉજાગર કરવા માટે જાણીતી ઇન્ડિયા ગોટ ટેલેન્ટ સ્પર્ધામાં વડોદરાની 17 ગૃહિણીઓ પસંદગી પામી. પ્રથમ રાઉન્ડ પાર કરી જ્વલંત સફળતા તરફ આગેકૂચ કરી છે. આ…

આ બે અલગ-અલગ જિલ્લામાં અચાનક કાર સળગવાની દુર્ઘટના

કેશોદના અજાબ ગામે કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં સવાર મુસાફરો સમય સુચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા. જેથી કોઇ જાનહાની થઇ નહોતી. આગમાં સળગેલી કાર પ્રાંસલી ગામના રહેવાસીની હોવાનું જાણવા મળ્યું હતું. કારમાં આગ લાગતાધુવાળાના ગોટે ગોટા ઉડ્યા હતા….

સંસ્કારીનગરી વડોદરામાં લોકોએ એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી

આજે રાજ્યભરમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે.ત્યારે સંસ્કારનગરી વડોદરામાં પણ લોકોએ એકબીજાને શુભકામના પાઠવીને નવા વર્ષની ઉજવણી કરી હતી. ખાસ કરીને આજે વેપારીઓએ સવારનું મુહૂર્ત કર્યુ હતું. દુકાન, ઓફિસે વેપારીઓએ આસોપાલવ અને ગલગોટાના તોરણો લગાવ્યા હતા અને ફટાકડા ફોડીને…

ગુજરાતની અલગ અલગ જગ્યાએ મંદિરોમાં જોવા મળ્યો અદભૂત નજારો

દિવાળીના પાવન પર્વ નિમિતે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરનો અદ્દભૂત નજારો જોવા મળ્યો. જગન્નાથજી મંદિરને 10 હજાર દિવડાઓ સાથે સુશોભિત કરવામાં આવ્યું. 10 હજાર દિવડા સાથે ભગવાન જગન્નાથનું મંદિર એવું દિપી ઉઠ્યું કે આ દ્રશ્યને નજરે નિહાળનાર શ્રદ્ધાળુઓ અભિભૂત થઇ ગયા…

ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામોએ દિવાળી નિમિતે સુંદર સાજ-શણગાર સજ્યા

પ્રકાશના પર્વ દિવાળી નિમિતે ગુજરાતના સુપ્રસિદ્ધતીર્થધામોએ સુંદર સાજ-શણગાર સજ્યા. ગુજરાતના સોમનાથ, ડાકોર અને શામળાજી મંદિરમાંદિવડાઓ અને રોશની વડે અલૌકિક નજારો સર્જવામાં આવ્યો. વિશ્વપ્રસિદ્ધ સોમનાથમંદિરમાં દિવાળીના પર્વ નિમિતે વિશિષ્ટ શણગાર કરાયો. જે અંતર્ગત સોમનાથ મંદિરએલઇડી લાઇટથી ઝળહળી ઉઠ્યું. એલઇડી ઉપરાંત મંદિર…