Archive

Category: Banaskantha

ગરબા રમતી યુવતીઓની કરતા હતા છેડતી, પહેલા મુંડન કર્યું પછી મોંઢામાં ખાસડુ રખાવ્યું…

બનાસકાંઠાના થરાદ પંથકમાં યુવતીની છેડતી કરતાં 2 રોમિયોનું ગામ લોકોએ મુંડન કર્યુ હતુ. ગરબા રમતી યુવતીઓની છેડતી કરતાં ગ્રામજનોએ બંને યુવકોને સજા આપી હતી. બે દિવસ પહેલાની ઘટનાનાં ફોટા સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. ગ્રામજનોએ બંને યુવકોને મેથીપાક ચખાડ્યો હતો….

બનાસકાંઠામાં હવે જૂની-નવી બનાસ ડેરી ગણવામાં આવશે, જાણો શું છે નવી બનાસડેરી

બનાસકાંઠા જિલ્લામાં નવી બનાસ ડેરી બનવાની જાહેરાત કરવામાં આવી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, બોર્ડ ઓફ ડિરેકટરો દ્વારા લેવાયેલા નિર્ણય ને આજે દિયોદરના રૈયા ગામના કન્યા કેળવણી કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી. દિયોદર આસપાસ બનાસ ડેરીનું નવું સંકુલ નિર્માણ પામશે….

હું રાત્રે 12 વાગ્યે પણ એકલો ફરતો હોઉં છું, આવી જાય સામેઃ અલ્પેશ ઠાકોર

પરપ્રાંતિયોને લઈને ભડકાઉ નિવેદનના કારણે વિવાદમાં આવેલા અલ્પેશ ઠાકોરના માથે એક કરોડનું ઈનામ જાહેર થયું છે. મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડ નામના સંગઠને અલ્પેશ ઠાકોરનું માથુ વાઢનારને એક કરોડ રૂપિયા ઈનામ આપ્યાના પોસ્ટરો લગાવ્યા છે. યુપીના બહરાઈચમાં અલ્પેશ ઠાકોરની તસવીર સાથેના…

અે…અે….અે… પણ પાણી પુરવઠા મંત્રી ન જાળવી શક્યા બેલેન્સ અને થયું અેવું કે…

બનાસકાંઠાના દિયોદરમાં આયોજિત ભૂમિ પૂજનના કાર્યક્રમમાં પરબત પટેલ નીચે પટકાયા હતા. પરબત પટેલ રૈયા ગામે કન્યા કોલેજના મકાનના ભૂમિ પૂજન માટે આવ્યા હતા. જે દરમ્યાન તેઓ નીચે પટકાયા હતા. જોકે આજુ બાજુમાં ઉભેલા લોકોએ પરબત પટેલને ઊભા કર્યા હતા. ત્યારે…

મહિલાએ ગાળો બોલવાની ના પાડતા યુવકે છરી વડે હુમલો કર્યો

થરાદના લુણાવામાં ચાર સંતાનોની માતા પર હુમલો થયો હતો. જેતડાનો યુવક કોઈને ગાળો બોલી રહ્યો હતો ત્યારે મહિલાએ ગાળો બોલવાની ના પાડી હતી. ત્યારે મહિલા પર યુવકે છરી વડે હુમલો કરતા મહિલાને ઈજા પહોંચી હતી. મહિલાને સારવાર અર્થે થરાદની હોસ્પિટલમાં…

પાલનપુરની જી.ડી મોદી શાળામાં સંચાલનના કારણે વિદ્યાર્થીઓની આવી હાલત

પાલનપુરની GD મોદી વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીઓએ વિકટ સ્થિતીનો સામનો કરવાની નોબત આવી હતી. વિદ્યાર્થીઓને પરીક્ષાની રિસીપ્ટ પ્રાપ્ત કરવા માટે સ્કૂલ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોબીમાં ભારે ભીડ થઇ ગઇ હતી. ભારે સંખ્યામાં એક સ્થાન પર છોકરા છોકરીઓ ભેગા…

પાલનપુર રેલ્વે સ્ટેશને ત્રાટક્યા લૂંટારૂઓ, મહિલા સહિત બે લોકોને લૂંટી ચાલુ ટ્રેને ઉતરી ગયા !

પાલનપુર રેલવે સ્ટેશન પાસે લૂંટની ઘટનાને અંજામ આપી લૂંટારૂઓ ફરાર થઈ ગયા. પાલનપુર સ્ટેશન પરથી બાંદ્રા-ચંડીગઢ ટ્રેન ઉપડ્યાના થોડા જ સમય બાદ મહિલા અને અન્ય બે લોકો સાથે લૂંટ ચલાવી તસ્કરો ચાલુ ટ્રેનમાં ઉતરી ગયા હતા. જે મામલે રેલવે પોલીસે…

સાસરિયાંએ ઘરને તાળું મારી દેતાં પરિણીતાએ કર્યો એવો તમાશો કે… , પતિ છે PSI

બનાસકાંઠા જિલ્લાના દિયોદરના જાડા ગામમાં એક પરિણીતાએ સાસરિયાઓ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. સાસરિયાના ત્રાસથી તે જતી રહી હતી. પરંતુ હવે તે તેના દીકરાને લઈને પતિ સાથે રહેવા સાસરે પહોંચી. આ પીડિતા રાધનપુર આઈબીમાં ફરજ બજાવતા પીએસઆઈની પત્ની…

બનાસકાંઠામાં લોકોને બીમાર પાડવા તંત્ર રોજ આ કામ બહુ સારી રીતે કરે છે

બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા સુઇગામ વાવ હાઇવે પર દેવપુરા પાટિયા નજીક મેડિકલ વેસ્ટનો જથ્થો જાહેર રસ્તા પર ફેંકી દેવાયો હતો. જેથી રાહદારીઓમાં કચવાટની લાગણી જોવા મળી હતી. મેડિકલ વેસ્ટના ઢગલામાંથી મળેલાં કાગળો જોતા ભરડવા પી.એચ.સી.ના હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે…

બનાસકાંઠામા સાતમાં નોરતે લોકોએ અવનવી વેશભૂષા સાથે ગરબામાં આકર્ષણ જમાવ્યું

બનાસકાંઠામાં નવરાત્રિ પર ગરબાની રમઝટ જામી છે. અને સાતમા નોરતે કેટલીક સોસાયટીઓમાં વેશભૂષા સાથે ગરબાઉત્સવની ઉજવણી કરી હતી. પાલનપુરની રાજવી સોસાયટીના લોકોએ અવનવા ટ્રેડિશનલ ડ્રેસ અને વેશભૂષા સાથે ગરબામાં આકર્ષણ જમાવ્યું. જેમાં યુવાનો નવ દેશોની અલગ અલગ વેશભૂષા સાથે જોવા…

અંબાજી : માં અંબાના ધામમાં શ્રદ્ધાળુઓના ભક્તિમય ગરબા

નવરાત્રીના નોરતામાં અંબાજીના ચાચર ચોકમાં રમાતા ગરબાઓ સવિશેષ આકર્ષણનું કેન્દ્ર બની જતા હોય છે. ખાસ કરીને ચાચરચોકમાં મા અંબાની ભક્તિમાં લીન બનીને નાના મોટા સૌ કોઇ ગરબે ઘૂમીને મા અંબાની આરધાના કરતા જોવા મળતા હોય છે.  

ડીએપી અને એનપીકે ખાતરમાં ભાવ વધારો ઝીંકાતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ

બનાસકાંઠામાં નહિંવત વરસાદને કારણે ખેડૂતો આમ પણ મુશ્કેલીમાં છે. ત્યારે ડીએપી અને એનપીકે ખાતરમાં ભાવવધારો ઝીંકાતા ખેડૂતો માટે જાણે કે પડ્યા પર પાટુ માર્યા જેવી સ્થિતિ ઉભી થઇ છે. પંદર દિવસમાં જ ખાતરમાં બીજી વખત ભાવવધારો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા…

બનાસકાંઠા: વૃક્ષ પરની આત્માથી થર-થર કાંપતા હતાં લોકો, પોલિસે તપાસ કરી તો…

આપણા રાજ્યમાં ભૂત અને પ્રેતમાં માનનાર જનતા ખૂબ પ્રમાણમાં વસે છે. બનાસકાંઠા જિલ્લાના અમિરગઢ ગામમાં આ દિવસોમાં એક વૃક્ષ પર ચૂડેલ થાય છે, જે અફવાથી લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. સ્થાનિક લોકોએ એક અઠવાડિયા પહેલા એક વૃક્ષ પર ચૂડેલ…

બનાસકાંઠા : પાલનપુર એરોમાં ટેન્કરે રાહદારીને કચડી નાખતા રાહદારીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું

બનાસકાંઠાના પાલનપુર એરોમાં સર્કલ પર અકસ્માત સર્જાયો હતો. રસ્તો ક્રોસ કરતા રાહદારીને ટેન્કરે કચડી નાખતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. 108 સહિત પોલોસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી…

વાવમાં અંગત અદાવત રાખી યુવકની કરપીણ હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું

વાવના માવસરી નગરમાં એક યુવકની કરપીણ હત્યા કરાયાની ઘટના બનવા પામી છે. આ હત્યા અંગત અદાવતને કારણે કરાયાનું જાણવા મળ્યું છે. સામાન્ય બોલાચાલીમાં મામલો ઉગ્ર બનતા મરનાર પર લોખંડની પાઇપ વડે ચાર યુવકોએ હુમલો કર્યો હતો. જોકે આ હુમલામાં મરનારની…

હિંમતનગરના ઢૂંઢરમાં દુષ્કર્મ બાદ સાધુ-સંતોએ તમામ પ્રાંતના લોકો સાથે કરી બેઠક

હિંમતનગરના ઢૂંઢરમાં 14 માસની બાળકી પર બળાત્કારની ઘટના બાદ હિન્દી ભાષી લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ત્યારે રાજ્યમાં શાંતી અને સલામતીનો માહોલ જળવાય તે માટે અમદાવાદના જાણીતા જગન્નાથ મંદિર ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મહંત દિલીપદાસજીની અઘ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં…

જો બનાસકાંઠામાંથી તમારા વાહનની ચોરી થઈ છે તો એક વખત ત્યાં જઈને આવો, કારણ કે…

બનાસકાંઠા જિલ્લા એલસીબીએ વાહન ચોરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે. પોલીસ પકડમાં આવેલા આ શખ્સો ગુજરાત જ નહી પરંતુ મહારાષ્ટ્રમાંથી વાહનની ચોરી કરતા હતા. ચોરી કરેલા વાહનોના એન્જિન અને ચેચીસ નંબર બદલી ગાડીનું વેચાણ કરતા હતા. પોલીસે બાતમીના આધારે વાવના…

ભાજપે AC લગાવતા કોંગ્રેસે વિરોધ કર્યો, સામાન્ય સભામાં ગરમીનો માહોલ

બનાસકાંઠાના ડીસા નગર પાલિકાની સામાન્ય સભામાં હંગામો થયો છે. સભા ગૃહમાં લગાવવામાં આવેલા એ.સી. મુદ્દે ગરમા ગરમી સર્જાઈ હતી. આ એસી લગાવવા બાબતે વિપક્ષે વિરોધે વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલ શાહે ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. વિપક્ષનો…

બનાસકાંઠા : પૂરના કારણે ગોઢા ગામની હજ્જારો હેક્ટર જમીન બની બંજર

બનાસકાંઠામાં વિનાશક પૂરે લાખણીમાં ભારે વિનાશ વેર્યો હતો. વળી ચાલુ વર્ષે બહુ ઓછો વરસાદ પડવાથી લાખણીના ગોઢા ગામે દુષ્કાળ જેવી સ્થિતિ છે. પરંતુ સરકારે ફક્ત 4 તાલુકાઓને જ અસરગ્રસ્ત જાહેર કરતા ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે. ખેડૂતોએ લાખણીને અછતગ્રસ્ત જાહેર…

500, 1000 લોકોના ટોળાએ સળગાવી દેવા જોઈએ, કોંગ્રેસના ધારાસભ્યનો વિવાદિત વીડિયો વાયરલ

સાબરકાંઠાના ઢૂંઢેર ગામે બનેલી દુષ્કર્મની ઘટના બાદ વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ગેનીબહેન જણાવી રહ્યા છે કે, આવી ઘટના બને ત્યારે 500, 1000 લોકોના ટોળાએ આરોપીને સળગાવી દેવા જોઈએ. આરોપીને પોલીસ ના હવાલે ના કરાય…

બનાસકાંઠા લાખણીને ખેડૂતોએ અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી

બનાસકાંઠામાં વિનાશક પૂરે લાખણીમાં ભારે વિનાશ વેર્યો હતો. વળી ચાલુ વર્ષે બહુ ઓછો વરસાદ પડવાથી લાખણીના ગોઢા ગામે દુષ્કાળ જેવી સ્થિતિ છે. પરંતુ સરકારે ફક્ત 4 તાલુકાઓને જ અસરગ્રસ્ત જાહેર કર્યા. પૂરને કારણે ગોઢા ગામ વિસ્તારની હજારો હેક્ટર જમીન બંજર બની ગઇ હોવાથી…

બનાસકાંઠામાં કેનાલમાંથી મળી આવ્યું જીવીત બાળક, કૃત્ય કરનાર સામે લોકો દ્વારા ફિટકાર

બનાસકાંઠાના ગેળા ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી જીવિત નવજાત શિશુ મળી આવ્યું છે. કોઈ અજાણી વ્યક્તિ એક દિવસનું તાજું જન્મેલ બાળકને મૂકી ફરાર થઈ ગયું હતું. જોકે ત્યાંથી પસાર થતા લોકોને બાળકના રડવાનો આવાજ સંભળાતા તપાસ કરતા પૂલના…

આજે નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજીમાં વિધિવત ઘટસ્થાપન કરાયું

આજે નવરાત્રી નો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વિધિવત ઘટ્સ્થાપન કરવામાં આવ્યુ છે.  નવરાત્રી દરમ્યાન અંબાજી  મંદિરના મુખ્ય મહારાજ દ્વારા ઘટસ્થાપનની નવદિવસ સુધી અંખડ પૂજા કરવામાં આવશે. આ ઉપરાંત ઘટસ્થાપનમાં રોપવામાં આવેલા જવારા નવ દિવસમાં કેટલાં ઉગે છે….

બનાસકાંઠા : ડેરી બંધ હોવાથી પશુપાલકો સસ્તા ભાવે દૂધ વેચવા મજબૂર

બનાસકાંઠામાં શાકભાજી બાદ દૂધ પણ રોડ પર ઢોળીને વિરોધ કર્યો છે. ડીસાના માણેકપુરામાં પશુપાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દૂધ ડેરી બંધ હોવાથી પશુપાલકોને હાલાકી પડી રહી છે. ડેરી બંધ હોવાથી સસ્તા ભાવે દૂધ વેચવા પશુપાલકો મજબુર બન્યા છે. આખરે કંટાળેલા…

બે હાથ ઊંચા કરીને આ લોકો સરકારને સમજાવવા માગે છે કે પ્રાણીઓ પણ….

બનાસકાંઠામાં નહિવત્ વરસાદથી ખેડૂતો, પશુપાલકો પરેશાન છે. ત્યારે ઘાસચારાના અભાવે ગૌશાળા સંચાલકોની સ્થિતિ પણ ખરાબ થઈ છે. અને તેઓ ફરી આંદોલન કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બનાસકાંઠા જિલ્લામાં 140થી વધુ ગૌશાળા અને પાંજરાપોળમાં આશરે 70 હજારથી વધુ પશુઓ છે….

ઠાકોર સેનાને તોડવા સાથે અલ્પેશ ઠાકોરને બિહારમાં વિલન ચીતરી દેવાશે

ગુજરાતમાં લોકસભાની તૈયારીઅો શરૂ થઈ ગઈ છે. અાગામી ચૂંટણી અે જાતિવાદ પર લડાય તેવી પૂરતી સંભાવના છે. પાટીદારોમાં 20થી 25 ટકા વર્ગ અાજે પણ રૂપાણી સરકારથી નારાજ છે. સરકાર અેડવાન્સ પોલના અાંક જોઈ ભલે હરખાતી હોય પણ અે ન ભૂલે…

બનાસકાંઠા આ વર્ષે અસરગ્રસ્ત જાહેર થયો, તો ગયા વર્ષની સહાય હજુ મળી નથી

બનાસકાંઠામાં અછતની પરિસ્થિતિ તો ચાલુ વર્ષે ઉદભવી છે પરંતુ અનેક ખેડૂતો અને પરિવારો એવા છે કે જે પૂરની સહાય મેળવવા વારંવાર સરકારી કચેરીઓના ધરમધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ રાજ્ય સરકાર પૂરપીડિતોને સહાય ચૂકવવામાં ઠાગાઠૈયા કરી રહી છે. વળી ખેડૂતોના મોત…

હાર્દિક પટેલ અને લાલજી પટેલ પાલનપુરથી ઉંઝાની પાટીદારયાત્રાનો કરાવ્યો પ્રારંભ

બનાસકાંઠાના પાલનપુરથી ઊંઝાના ઉમિયાધામ જવા નીકળેલી પાટીદાર સદ્દભાવના યાત્રાનું પાસ નેતા હાર્દિક પટેલ અને એસપીજીના નેતા લાલજી પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રામાં બહોળી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. પાટીદારોને અનામત. ખેડૂતોને દેવામાફી તેમજ અલ્પેશ કથીરિયાને જેલમુક્ત કરવાની માંગ સાથે યોજાયેલી…

બનાસકાંઠામાં પૂરપીડિતો આજ દિન સુધી વળતરની રકમથી વંચીત, તંત્ર સંવેદનહીન

બનાસકાંઠામાં અછતની પરિસ્થિતિ તો ચાલુ વર્ષે ઉદ્દભવી. પરંતુ અનેક ખેડૂતો અને પરિવારો એવા છે કે જે પૂરની સહાય મેળવવા વારંવાર સરકારી કચેરીઓના ધરમધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ રાજ્ય સરકાર પૂરપીડિતોને સહાય ચૂકવવામાં ઠાગાઠૈયા કરી રહી છે. વળી ખેડૂતોના મોત બાદ…

બનાસકાંઠાના લાખણીને અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માંગણી

બનાસકાંઠામાં ઉપરાઉપરી આવેલા બે વિનાશક પૂરે લાખણીમાં ભારે વિનાશ વેર્યો હતો. અને પ્રજા પર કુદરત જાણે પડ્યા પર પાટુ મારતી હોય તેમ ઓછો વરસાદ પડવાથી અહીં દુષ્કાળ જેવી સ્થિતિ છે. પરંતુ સરકારે બનાસકાંઠાના ફક્ત 4 તાલુકાઓને જ અસરગ્રસ્ત જાહેર કરતા…