Archive

Category: Aravalli

નવરાત્રીના મહાપર્વમાં આ જિલ્લાઓમાં ખાસ પ્રકારે માતાની આરાધના, જાણો

નવલી નવરાત્રીના દિવસે અરવલ્લી જિલ્લામાં નવરાત્રીમાં તમામ સ્થાન પર લોકોને ભારે ભીડ જોવા મળી હતી. મોડાસાના કડિયાવાડા વિસ્તારમાં છેલ્લા 150 વર્ષથી પણ વધારે સમયથી નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. નવલાં નોરતામાં વસ્ત્રાલંકારોમાં સજ્જ થઈ પ્રાચીન-અર્વાચીન સુર અને સંગીતના તાલે…

સરકારે મદદ ન કરતા ખેડૂતોએ જાતે જ 25 વીઘામાં બનાવ્યું તળાવ, હકીકત ચોંકાવનારી

એક તરફ ખેડૂતો પાક વીમા માટે ટળવળી રહ્યા છે. અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરી તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે ત્યારે ઉનાના ખેડૂતોએ સરકારી સહાયની રાહ જોયા વિના જાત મહેનતે તળાવ ખોદી નાખ્યું છે. આવી જ જાતમહેનત આશરે છ મહિના પહેલા…

બાયડની સાબરડેરીના અરજણવાવના શીતકેન્દ્રમાં પાંચ શ્રમિકોને કરંટ લાગતા એકનું મોત

બાયડની સાબરડેરીના અરજણવાવ પાસેના શીતકેન્દ્રમાં પાંચ શ્રમિકોને કરંટ લાગ્યાની ઘટના સામે આવી છે.  શ્રમિકોને વીજકરંટ લાગતા એકનું મૃત્યુ થયું છે આ શ્રમિકો કૂવામાં બોરીંગના કામ અર્થે ઉતર્યા હતા તે સમયે તેઓને કરંટ લાગ્યો હતો. જાણવા પ્રમાણે આ દરમિયાન વીજ વાયરો…

અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલની ઉપર કાર ચડાવી દેવાનો પ્રયત્ન, કારણ કે કારમાં હતું….

અરવલ્લીના શામળાજીમાં વધુ એક વખત પોલીસ પર હુમલાનો બનાવ બન્યો છે. પોલીસ કોન્સ્ટેબલ પર દારૂ ભરેલી કાર ચડાવી દેવાનો પ્રયાસ થયો હતો. જોકે બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો છે. રતનપુર ચેકપોસ્ટ ખાતે પોલીસ કોન્સ્ટેબલ જીતુ ડામોર ફરજ પર હતા. તેઓ પેટ્રોલિંગ…

અરવલ્લીમાં ગરબાની રમઝટ : કલેકટરે લીધી વિવિધ પંડાલોની મુલાકાત

તો આ તરફ અરવલ્લીના મોડાસામાં ગરબાની રમઝટ જામેલી જોવા મળી. ઉમિયા મંદિરના ચોકમાં રામપાર્ક કલ્યાણ ચોક, કુમકુમ પાર્ટી પ્લો અને અરવલ્લીના ગામડાઓમાં ગરબાનો થનગનાટ જોવા મળ્યો હતો. જિલ્લા કલેકટરે નવરાત્રિ દરમિયાન વિવિધ પંડાલોની મુલાકાત કરી હતી.  

શક્તિપીઠોમાં થયું ઘટસ્થાપન, પાવાગઢમાં નવરાત્રિમાં આ રહેશે દર્શનનો સમય

નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્યમાં માતાજીના વિવિધ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યાં છે. યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં વિધિવત ઘટ્સ્થાપન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરના મુખ્ય મહારાજે ઘટસ્થાપન કર્યું. અને નવ દિવસ સુધી અંખડ પૂજા કરવામાં આવશે. ઘટસ્થાપનમાં…

જો તમે નવરાત્રીમાં અંબાજી જવાના છો, તો પહેલા આરતી-દર્શનનો સમય જાણો

અંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ  છે. આવતીકાલથી મા અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે. નવરાત્રીના પ્રથમ દિવસેનીજ મંદિરમાં ઘટ સ્થાપના કરી નવરાત્રીનુ પ્રારંભ થનાર છે. ઘટસ્થાપન બુધવારના સવારે 8.30થી 11.00 કલાકે કરવામાં આવશે. દુર્ગાષ્ટમી…

10 દિવસ અગાઉ ગળેફાંસો ખાધેલી હાલતમાં દંપતીના મૃતદેહ મળ્યા, જાણો ઘટના

દાંતાના તોરણીયા ગામે 25 ઓગસ્ટના રોજ દંપતીની ગળે ફાંસો ખાંધેલી હાલતમાં મળેલી લાશોને લઇ તેમનાં વાલી વારસોએ હત્યાનાં આક્ષેપ કર્યા છે. મૃતકના વાલી વારસોએ હડાદ માર્ગ પર રસ્તા રોકો આંદોલન કરવાનો પ્રયાસો કર્યો. જો કે પોલીસે આ પ્રયાસને નિષ્ફળ બનાવી…

સુરત-ઢુંઢર દુષ્કર્મ કેસમાં મહત્વની અપડેટ, નીતિનભાઈએ અલ્પેશ ઠાકોર વિશે કહ્યું આવું

બહુચરાજીમાં પરપ્રાંતીય પર હુમલા મામલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું છે કે પોલીસે તરત પગલાં લીધા છે. સુરતના બે અને હિંમતનગરના કેસમાં એકાદ મહિનામાં જ સજા મળી જશે. ગુજરાત સરકારે ચીફ જસ્ટિસને પત્ર લખીને આ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી…

જાણો ઘટાડા બાદ ગુજરાતમાં આવતીકાલથી પેટ્રોલ-ડીઝલનો ભાવ કયા શહેરમાં કેટલો?

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં કરાયેલા ભાવ ઘટાડા બાદ હવે રાજ્ય સરકારે પણ જનતાને હાશકારો આપ્યો છે. અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે તેમણે રાજ્ય સરકારને પેટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડવા માટે…

અરવલ્લી : દૂધમંડળીમાં 300થી વધુ પશુપાલકોએ હોબાળો મચાવ્યો

અરવલ્લીના મોડાસાના મોટી ચિચણો ગામે દૂધમંડળીમાં 300થી વધુ પશુપાલકોએ હોબાળો મચાવ્યો છે. પશુપાલકોનુ ગુજરાન દૂધ વેચાણ પર જ થાય છે..અને પશુપાલકોના ચાર પગારના કુલ 60 લાખથી વધુ રૂપિયા ચૂકવાયા નથી. જેથી પશુપાલકોના અન્ય સાથેના નાણાકીય વ્યવહારો અટવાઈ પડ્યા છે. ત્યારે…

અંબાજીમાં ગબ્બરના દીવાને લઈ જાણો શું જાગ્યો વિવાદ

અંબાજીમાં ગબ્બરના દિવાને લઈ વિવાદ થયો હતો. ગબ્બર ગોખનો દીવો સ્ટીલનો મુકાતા લોકોમાં રોષ ફેલાયો છે. પહેલા ગબ્બર ગોખમાં ચાંદીનો દીવો હતો. અને હવે દિવામાં ભક્તો ઘી પુરી શકે તે માટે પાઈપલાઈન ગોઠવાઇ છે. ગબ્બર જ્યોતિના દિવામાં સ્ટીલ ધાતુ વપરાતા…

સિંહોના મોતની સાથે સ્વાઈન ફ્લૂથી પણ મૃત્યુ પામી રહ્યા છે દર્દીઓ, જાણો કુલ આંક

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનું સંકટ વધુ ઘેરુ બન્યું છે. દરરોજ સ્વાઈન ફ્લૂના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 55 કેસ નોંધાયા છે. તો ચાર દર્દીના મોત થયાં છે. વડોદરામાં બે, રાજકોટ અને અરવલ્લીમાં એક-એક દર્દીનું મોત થયું હતું. વડોદરામાં…

અરવલ્લીના મોડાસાથી આવ્યા મોટા સમાચાર, બેન્કમાં પૈસા ઉપાડવા લાગી લાઈનો

તો અરવલ્લીના મોડાસાથી મોટા સમાચાર આવી રહ્યાં છે. મોડાસાની સર્વોદય કો.ઓ. બેન્ક નબળી પડી હોવાની અફવા ફેલાઇ છે. અફવાને પગલે ડિપોઝિટરોએ સર્વોદય બેન્કમાં ધામા નાંખ્યા છે. બેન્કમાં મુકેલી પોતાની ડિપોઝીટ અને ખાતાના નાણાં પરત લેવા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી…

બાયડમાં ઢુંઢર દુષ્કર્મ કેસ મામલે યુવાનો દ્વારા આરોપીને ફાંસીની સજાની માગ કરાઈ

ઢૂંઢરની બાળકી પર દુષ્કર્મના વિરોધમાં બાયડ નગરમાં કેન્ડલ માર્ચ યોજાઇ હતી. બાયડ હિન્દૂ યુવા વાહીનીના 100થી વધુ કાર્યકરોએ કેન્ડલ માર્ચ યોજી હતી. બાયડના ગાબટ રોડથી માર્કેટયાર્ડ સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. હિંદુ યુવા વાહીનીના કાર્યકરોએ દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની…

અરવલ્લીમાં હવે શાકભાજીના ખેડૂતો માટે સર્જાઈ છે આ મુશ્કેલી, નથી મળતા…

અરવલ્લી જિલ્લામાં મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતો શાકભાજી વેચવા આવ્યા ત્યારે તેમને પોષણક્ષમ ભાવ ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અગાઉ જે ભાવ મળતા હતા તેના કરતા પણ ઓછા ભાવ મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે. ક્યારેક ઓછા વરસાદથી તો…

મા અંબાના શરણે પહોંચ્યા ખેડૂતો અને પકવેલા અનાજને માતાના ચરણોમાં ધર્યા

ગણપતિજીના વિસર્જન બાદ હવે મા અંબાની આરાધનાના દિવસો નજીકના સમયમાં આવી રહ્યા છે. જો કે હાલમાં ભાદરવી પૂનમના રોજ મા અંબાના શરણે લોકો પગપાળા પહોંચે છે અને તેના ચરણોમાં શીશ નમાવીને પોતાની મનોકામના પૂર્ણ કરવા આજીજી કરે છે. માત્ર પગપાળા…

અંબાજી: ભાદરવી પૂનમ નિમિત્તે જુઓ કેવી રોશની ફેલાઈ મા અંબાના મંદિરે

આવતીકાલે ભાદરવી પૂનમે યાત્રાધામ અંબાજીમાં મા અંબાનાં દર્શન કરીને લોકો પરત પોતાના ઘેર ફરશે અને માતાની કૃપા અનુભવ કરશે. માતાના ધામમાં આવનારા લોકો માટે તંત્ર દ્વારા બસ, નિવાસ સ્થાન ભોજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાલ તંત્ર ખડે પગે હતું, અને ભકતોએ…

અરવલ્લીમાં ભારે વરસાદને પગલે 15 ગામોનો તૂટ્યો સંપર્ક, કોઝવે પર આવી ગયું પાણી

અરવલ્લીમાં વરસેલા ભારે વરસાદને કારણે મોડાસાના બાકરોલ અને ગોખરવા વચ્ચે મેશ્વો નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જેને કારણે રામેશ્વર, રાજપુર સહિતના 15 ગામોના સંપર્ક તૂટ્યા હતા. કોઝવે પર પાણીના વહેણથી લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી….

માઝૂમ નદીમાં આવ્યું ઘોડાપૂર, આ ડેમમાં પણ થઈ રહી છે પાણીની આવક

ઉપરવાસમાં સતત વરસાદને પગલે અરવલ્લીમાં જળાશયો છલકાયા છે. માઝૂમ જળાશયમાંથી 1000 ક્યુકેસ પાણી છોડાતા માઝૂમ નદીમાં ઘોડાપુર આવ્યું છે. જેને પગલે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે.તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને  સલામત સ્થળે ખસવા સુચના અપાઈ છે.જળાશયોની સ્થિતિની વાત કરીએ…

જુઓ VIDEO: મા અંબાના દર્શને ઉમટયા લાખો ભક્તો, અંબાજીમાં ભક્તિનો અદભૂત નજારો

બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે સમગ્ર અંબાજીનું આભ જાણે ગૂંજી ઉઠ્યું છે. મા અંબાના દર્શનાર્થે યાત્રીકોનો પ્રવાહ અવિરત યથાવત્ રહ્યો છે. શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને મા અંબાની…

ભિલોડામાં 7 ઈંચથી વધુ વરસાદ : સર્વત્ર જળબંબાકાર

અરવલ્લીના ભિલોડા તાલુકામાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતી છે. ભિલોડા તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ થતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. મોડાસા-શામળાજી સ્ટેટ હાઇવે પર પણ પાણી ભરાયા છે. જેને કારણે વાહન વ્યવહારને અસર થઈ છે. મોડાસા પંથકમાં કુલ 3 ઇંચ…

અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ પાવરફુલ બેટીંગ કરતા મેશ્વો ડેમ ઓવરફ્લો

અરવલ્લી જિલ્લાના શામળાજીમાં મેશ્વો ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમ ઓવરફ્લો થવાની સપાટીથી 49 સેન્ટીમીટર બાકી રહ્યો છે. મેશ્વો ડેમની જળસપાટી 214.59 મીટર છે. ત્યારે હાલ જળસપાટી 214.10 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મેશ્વો ડેમમાં જળસપાટીમાં વધારો…

ગુજરાતમાં મેઘરાજાની ધીમા પગે રિ-એન્ટ્રી, અહીં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

ભાદરવાની ગરમીમાં ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે અમુક જગ્યાઓએ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આ વરસાદના પગલે લોકોને બફારાથી રાહત મળી હતી. જ્યારે ખેડૂતો માટે અમૃત સમાન બન્યો હતો. ગુજરાતમાં જુઓ ક્યાં ક્યાં આજે વરસાદ પડ્યો હતો. અમદાવાદ અમદાવાદમાં પણ બપોરે વાદળછાયું…

VIDEO: ભાદરવી પૂનમ પહેલાં થયા અમીછાંટણા, જુઓ અંબાજીમાં કેવો માહોલ

અંબાજીમાં ભાદરવી પુનમના મેળાનો આજે ચોથો દિવસ છે. મોટી સંખ્યામાં લોકો અંબાજી માતાના દરબારમા શીશ ઝૂકાવી રહ્યા છે. રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટ્યું છે અને લોકો જય જય અંબેના નાદ સાથે માતાની આરધના કરી રહ્યા છે. અંબાજીમાં ભાદરવી પૂનમને લઇને…

ભાદરવી પૂનમનો મેળો, જાણો કેટલા ભક્તોએ કર્યા દર્શન અને કેટલું મળ્યું દાન?

ભાદરવી પૂનમના મેળાની રંગત જામી છે. મા અંબાના ધામમાં અત્યારસુધીમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લઇ લીધો છે..આજે ત્રીજો દીવસે 4 લાખ 70 હજાર 980 યાત્રિકોએ દર્શનનો લાભ લીધો હતો.  ત્રીજા દિવસે 4 લાખ 47 હજાર 616 પેકેટ પ્રસાદનું વિતરણ કરવામાં…

અંબાજીના ભાદરવી પૂનમ મેળામાં બીજા દિવસે લાખોનું મળ્યું દાન, જાણો આંકડો

ભાદરવી પૂનમના મેળાની રંગત જામી છે. મા અંબાના ધામમાં અત્યારસુધીમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લઇ લીધો છે..જેમાં બીજા દિવસે 4 લાખ 19 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આમ બે દીવસમાં અંદાજે 6 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓ દર્શન…

અંબાજીથી પરત ફરતા પદયાત્રિકો સાથે મોટી દુર્ઘટના, 10 યાત્રિક હોસ્પિટલમાં ખસેડાયા

અંબાજીથી પરત ફરી રહેલા આઠ પદયાત્રીકોનએ અકસ્માત નડ્યો છે. અંબાજીથી પદયાત્રીકોને લઈ જતા આઈસર ટેમ્પોમાં આગ લાગતા પદયાત્રીઓ ઘાયલ થયા છે. ટેમ્પામાં આગની ઘટનાથી પદયાત્રીકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે..અને 10થી વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાનો…

અંબાજીમાં સ્થાનિક વેપારીઓનું બજાર બંધ પણ બહારથી આવ્યા વેપારી અને….

એક તરફ છેલ્લા પાંચ દિવસથી અંબાજીના સ્થાનિક વેપારીઓએ બંધ રાખ્યું છે. પ્લાસ્ટિક મુક્ત ભાદરવી પૂનમના મહામેળાનું જાહેરનામું બે માસ અગાઉ બહાર પડાયુ હતું. પરંતુ જે પ્રકારે વેપારીઓએ માલની ખરીદી કરી હતી. જેને લઇને વેપારીઓએ પ્લાસ્ટિક મુક્ત મેળાનો વિરોધ હતો. જો…