Archive

Category: Ahmedabad

લંડનમાં રહેતા કૌટુંબીક માસીને બદનામ કરવા આ શખ્સે કર્યો પ્રયાસ, જાણો ઘટના

કેટલીક વાર નાની-નાની બાબતોના કારણે થયેલું દુખ વ્યક્તિને અપરાધ કરવા માટે પ્રેરી દેતું હોય છે. આવું જ કંઇક બન્યુ છે આજના કિસ્સામાં જેમાં અમદાવાદ સાયબર ક્રાઈમે ફેસબુક આઇડીમાં જુદાજુદા પ્રોફાઇલ બનાવી બિભત્સ મેસેજ કરતા આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો છે. અમદાવાદ…

અમદાવાદમાં એક તરફી પ્રેમીએ યુવતીને આ રીતે બદનામ કરવાનું કર્યું કારસ્તાન

અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્ટાગ્રામ પર બનાવટી પ્રોફાઇલ બનાવીને બદનામ કરવાના હેતુથી મેસેજ કરનારા આરોપીની ધરપકડ કરી લીધી છે. સાયબર ક્રાઇમે બાપુનગરથી આરોપી હર્ષ જુલાસણાની ધરપકડ કરી છે. આરોપીને ફરિયાદી યુવતી સાથે એક તરફી પ્રેમ હતો. જો કે ફરિયાદીને બદનામ કરવાના…

સલામત સવારી STનો વીડિયો જોઈને તમને ખબર પડી જશે કે કેટલી સલામત છે સવારી

ગુજરાત એસટી સેવા સલામત સવારીના દાવાઓ કરતી હોય પરંતુ સોશિયલ મીડિયામાં એસટી બસની એવી એક તસવીર વાયરલ થઈ છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે એક એસટી એવી છે જેની સવારી જોખમી છે. બસમાં છેલ્લી સીટ નીચે હોવુ જોઈએ તે ફૂટ…

સૌથી કઠિન માનવામાં આવતી GPSCની પરીક્ષાના પેપરમાં હતી આવી ભૂલ

GPSCની વર્ગ 1 અને 2ની આજે લેવાયેલી પરીક્ષાના પેપરના પ્રિન્ટીગમાં ભૂલ સામે આવી છે. પરીક્ષાર્થીઓ માટેના પ્રશ્નપત્રમાં 1થી 200 પ્રશ્નનો ઉલ્લેખ છે. પરંતુ પરીક્ષાર્થીઓ માટેની સૂચનામાં 1થી 300 પ્રશ્નોનો ઉલ્લેખ કરાયો છે. 300 પ્રશ્નોના 1-1 ગુણનો ઉમેદવારો માટેની સૂચનામાં ઉલ્લેખ…

MLA લખેલી કારના ચાલકે આ ડોક્ટર સાથે કર્યું ગેરવર્તન, જાણો કોની છે MLA કાર

અમદાવાદમાં MLA લખેલા બોર્ડ કારમાં લગાવી લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરની કોલંબિયા એશિયા હોસ્પિટલ નજીક પાર્કિગ મામલે મહિલા ડોક્ટરને એક કાર ચાલકે બેફામ ગાળો ભાંડી હતી. મહિલા ડોક્ટર શેલ્બી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. MLAએ લખેલા બોર્ડ લગાવીને રોફ…

ગુજરાતમાં પાટીદાર સમાજ બાદ હવે આ સમાજ માગી રહ્યું છે અનામત

ગુજરાતમાં પાટીદાર સમાજે માગેલી અનામતની આગ હજુ ઠરી નથી ત્યાં વધુ એક સમાજે અનામતની માગ કરી છે. પાટીદાર અનામતના કારણે ગુજરાત દેશના નકશા પર આવી ગયું હતું અને હાર્દિક પટેલ જેવા યુવા નેતાનો ઉદય થયો હતો ત્યારે પાટીદાર અનામત આંદોલન…

પાણીપુરીના શોખિનો માટે તમામ વેપારીઓએ કર્યું આવું, હવે મળશે તમને ચોખ્ખી પાણીપુરી

પાણીપુરીના શોખીનો માટે સારા સમાચાર છે. છેલ્લા ઘણા સમયથી પાણીપુરી મામલે ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં લઈને પાણીપુરીનાં વેપારીઓ દ્વારા એસોસીએશન બનાવીને અનોખી શરૂઆત કરવામાં આવી છે. પાણીપુરી એસોસિએશનની બેઠકમાં પાણીપુરીના વેપારીઓ દ્વારા સ્વચ્છતાને ધ્યાન માં રાખીને સાફ સફાઈ અને હેલ્થી…

GPSCની પ્રીલીમ પરીક્ષાનું પહેલું પેપર પૂર્ણ, પુછાયું UPSCના સ્તરના પ્રશ્નપત્ર

GPSCની ક્લાસ વન અને ટુની પ્રીલીમ પરીક્ષાનું પહેલું પેપર આજે પૂર્ણ થયું હતુ. પેપર પ્રમાણમાં લેંધી હોવાનો ઉમેદવારોએ મત વ્યક્ત કર્યો હતો. કળા અને સંસ્કૃતિને લગતા સવાલોએ ઉમેદવારોને મુંઝવ્યા હતા. ગણિત વિભાગના સવાલો પ્રમાણમાં સહેલા હોવાનો ઉમેદવારોનું કહેવું હતુ. UPSCના…

ભાજપના નેતા રેશમા પટેલે CMને પત્ર લખી પૂછ્યા આ સવાલો, સર્જાયો ફરી વિવાદ

પાસમાંથી ભાજપમાં જોડાયેલા રેશમા પટેલે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને સોશિયલ મીડિયા પર પત્ર લખ્યો છે. રેશમા પટેલે આ પોસ્ટમાં જણાવ્યું કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા યુવકના પરિવારમાંથી માત્ર એક પરિવારના સભ્યને નોકરી મળી છે. રેશમા પટેલે વધુમાં…

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું પરીક્ષાનું નવું માળખુ, જાણો શું કર્યો બદલાવ  

ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાનું નવું માળખુ જાહેર કર્યુ છે. નવા માળખામાં પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં  આવ્યો છે. અઢી કલાકના પેપરમાં ચાર સવાલ પૂછવામાં આવશે. આ પહેલા ત્રણ કલાકના પેપરમાં પાંચ સલાવ પૂછવામાં આવતા હતા. નવા માળખા મુજબ 4 વિભાગમાં A અને…

AMCની બેઠકમાં ભાજપના કેટલાક ધારસભ્ય અને સાંસદ રહ્યા ગેરહાજર

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા ઉસ્માનપુરા ખાતે આવેલી કોર્પોરેશનની ઓફિસમાં સંકલન સમિતિની બેઠક યોજીવામાં આવી. મ્યુન્સિપલ કમિશનર વિજય નહેરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રજાના પ્રશ્નોને અવગણતા ભાજપના અનેક ધારાસભ્ય અને સાંસદ સભ્યો ગેરહાજર રહ્યા હતા. બેઠકમાં વિધાસભા મત વિસ્તાર અને વોર્ડના પ્રશ્નોને…

ભાજપે કહ્યું કે ગુજરાતના આ પૂર્વ CM પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે

પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગેના નિવેદન મામલે ભાજપ દ્વારા વળતો હુમલો કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા સુરેશ મહેતાને જવાબ આપતા કહેવામાં આવ્યું હતું કે, સુરેશ મહેતાનું નિવેદન સરદાર પટેલ અને ગુજરાતની અસ્મિતાને અપમાનિત કરે છે. સાથે જ…

Zomato, Swiggy અને Dominosથી નારાજ છે પોલીસ, આપી આવી ચેતવણી

E-કોમર્સ સાથે જોડાયેલ કંપનીઓ સાથે આજે શહેર પોલીસ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. ઓનલાઈન ફૂડ અને ગુડ્સ સપ્લાય કરતી કંપનીના ડિલિવરી બોય ટ્રાફિક નિયમનનું પાલન કરે તે માટે જાણીતી કંપનીઓ સ્વીગી, ઝોમેટો, ડોમીનોઝ, પિઝા,જેવી કંપનીના માલિકો સાથે ચર્ચા કરી…

દીકરા મહેન્દ્રસિંહને ભાજપમાંથી રાજીનામું અપાવવા પાછળ શંકરસિંહ વાઘેલાનો છે માસ્ટરપ્લાન

લાલો લાભ વગર લોટે નહીં ગુજરાતીની અા કહેવત શંકરસિંહ વાઘેલા સાથે બંધબેસતી છે. ગુજરાતમાં શંકરસિંહનું નામ કદાવર નેતામાં અાવે છે. બાપુના નામથી પ્રખ્યાત અા ક્ષત્રિય સમાજના નેતાથી મોદીને પણ લાગે છે ડર. અેક સમયે ખાસ ગોઠિયા રહી ચૂકેલા શંકરસિંહ અને…

રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર યથાવત્, 24 કલાકમાં વડોદરામાં 2ના મોત

રાજયમાં સ્વાઇન ફૂલના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે રાજય સરકારના આરોગ્ય વિભાગનું કહેવું છે કે પહેલાની સરખામણીમાં કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજય સરકાર આરોગ્ય વિભાગ મૂજબ હાલ રાજયમાં છેલ્લાં 24 કલાકમાં સ્વાઈન ફ્લૂને…

દીકરીઓ પ્રત્યેની નકારાત્મક માનસિકતા માટે ગાંધીવાદી સંસ્થા કરશે આવો કાર્યક્રમ

દેશભરમાં ગાંધીજીની 150મી જયંતિ ઉજવણીના ભાગરૂપે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન દિલ્હી દ્વારા દેશવ્યાપી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાનો હેતુ સમાજમાં દીકરીઓ પ્રત્યેનો અભિગમ અને માનસિકતા બદલવાનો છે. તો સમાજમાં બની રહેલી અનેક ઘટનાઓને છે જે ભાઈ બહેનનો પણ સંવાદ તૂટી…

હું રાત્રે 12 વાગ્યે પણ એકલો ફરતો હોઉં છું, આવી જાય સામેઃ અલ્પેશ ઠાકોર

પરપ્રાંતિયોને લઈને ભડકાઉ નિવેદનના કારણે વિવાદમાં આવેલા અલ્પેશ ઠાકોરના માથે એક કરોડનું ઈનામ જાહેર થયું છે. મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડ નામના સંગઠને અલ્પેશ ઠાકોરનું માથુ વાઢનારને એક કરોડ રૂપિયા ઈનામ આપ્યાના પોસ્ટરો લગાવ્યા છે. યુપીના બહરાઈચમાં અલ્પેશ ઠાકોરની તસવીર સાથેના…

AMC સંચાલિત સ્વિમિંગ-પૂલનું ખાનગીકરણનો મુદ્દો, છોકરાને પીપડામાં બેસાડ્યો

અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ-પૂલના ખાનગીકરણ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસે ખાનગીકરણના વિરોધમાં દેખાવો કર્યા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કોર્પોરેશનની કચેરીએ એકઠા થઈ ખાનગીકરણના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે સ્વિમિંગ કોશચ્યુમ સાથે એક છોકરાને પાણી ભરેલા પીપડામાં બેસાડી પ્રતિકાત્મક વિરોધ…

કોંગ્રેસના આ નેતાએ ગુજરાતના CMને પાઠવી નોટિસ, જો માફી નહીં માગો તો….

પરપ્રાંતિયો પર હુમલાને લઈને કોંગ્રેસ નેતા શક્તિસિંહ પર લાગેલા આરોપને મુદ્દે તેઓએ CMને કાયદેસર નોટિસ મોકલી છે. CM વિજય રૂપાણીએ યુપીની મુલાકાત સમયે પરપ્રાંતિયો પર હુમલા માટે બિહારના પ્રભારીને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ શક્તિસિંહે સીએમ વિજય રૂપાણી…

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરની મુશ્કેલીમાં વધારો, મહિલા PSIને ધક્કો મારવામાં ફસાયા

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરની મુશ્કેલીમાં વધારો થવાનો છે. ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન દરમ્યાન  મહિલા પોલીસ કર્મચારી સાથે કરેલી ધક્કામુક્કી અંગે ગાંધીનગર પોલીસ વિરજી ઠુમ્મર વિરૂદ્ધ તપાસ કરશે.. આ મામલે મહિલા આયોગે  પોલીસને રિપોર્ટ કરવાના આદેશ આપ્યા છે. ગાંધીનગર પોલીસ મહિલા પોલીસ…

ઉત્તર ગુજરાતની સૌથી ખરાબ હાલત, ખેડૂતોને સરકાર પણ પાણી નહીં અાપી શકે

ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હોય તો ખેડૂતોની છે. ખેડૂતોને પાકના ભાવ મળતા નથી અને પાણીની અછત વચ્ચે સરકાર અછતગ્રસ્ત તાલુકાઅો જાહેર કરવામાં કંજૂસાઈ કરી રહી છે. રાજ્યમાં ખરીફ સિઝનમાં ખેત ઉત્પાદનમાં મોટી અસર પડે તેવી સંભાવના વચ્ચે રવી અને ઉનાળુ…

ખેડૂતો માટે ખુશખબર : રવિ સિઝન માટે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય તો પાકના ભાવ અને પાણી છે. ગુજરાતમાં વરસાદની અછત વચ્ચે ખરીફ સિઝનમાં 10થી 15 ટકા ઉત્પાદન ઘટે તેવા સરકારના અંદાજ વચ્ચે ખેડૂતો માટે અેક રાહતના સમાચાર અાવ્યા છે. રાજ્યમાં 30 ટકા ડેમો ખાલીખમ…

AMC સંચાલિત સ્વિમિંગ-પૂલનું ખાનગીકરણ કરી દેવાશે, સભ્યોએ નોંધાવ્યો વિરોધ

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત સ્નાનાગારોનું ખાનગીકરણ કરવાની કવાયત હાથ ધરાઇ છે. કોર્પોરેશને આ નિર્ણય જાહેર થતા સાથે જ આ નિર્ણયનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. તો સાથોસાથ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ-પૂલમાં જતા સ્વિમર્સ દ્વારા પણ આ નિર્ણયનો વિરોધ કરાયો છે….

AMCના પુલોમાં સ્વીમિંગ કરવું હવે પડશે મોંઘું, વાર્ષિક ફીમાં કરાયો અધધ… વધારો

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલીત તમામ ૨૮ સ્નાનાગારમાં માસિક અને છ માસિક ફીમાં વધારો કરવાની તેમજ પીપીપી ધોરણે તેનું સંચાલન કરવા અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવી છે. જે અંગેનો નિર્ણય આજે  મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે. સ્વીમિંગ પુલો પાછળ 2 કરોડનો…

અમદાવાદમાં કોંગ્રેસે મોંઘવારીના વિરોધમાં સાયકલ રેલી કાઢી

અમદાવાદમાં કોંગ્રેસે મોંઘવારીના વિરોધમાં રેલી કાઢી. કોંગ્રેસના નેતાઓ તેલનાં ડબ્બા લઇને વિરોધ કરીને દેખાવ કર્યા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપરાંત કોંગ્રેસના કાર્યકરો રેલીમાં જોડાયા હતા. અને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર સાથે શહેરમાં ફર્યા હતા. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતાં કોંગ્રેસના કાર્યકરોએ સાઈકલ…

અમદાવાદઃ કોંગ્રેસે કાર્યક્રમમાં ગેરહાજર ધારાસભ્યોને ફટકારી નોટિસ

કોંગ્રેસે રાજ્યભરમાં મોંઘવારીના વિરોધમાં મોંઘવારી રૂપી રાવણનું દહન કરી સરકારનો વિરોધ કર્યો હતો. પરંતુ કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર ધારાસભ્યો અને કાઉન્સિલરોને નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદમાં શહેર નિરીક્ષર નિરંજન પટેલે સમગ્ર મામલો ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.  કોંગ્રસે તમામ…

અમદાવાદના વેજલપુરમાં નરાધમે બાળકી સાથે શારીરિક અડપલાં કર્યાની ઘટના સામે આવી

સાબરકાંઠામા થયેલ બાળકી પર દુષ્કર્મની ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં અમદાવાદમાં એક નાની બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. વેજલપુર વિસ્તારમાં આઠ વર્ષની બાળકી સાથે પડોશમાં રહેતા ફરહાન મલેકે શારીરિક અડપલાં કર્યાનું સામે આવ્યું છે. પોલીસે…

નાનપણમાં મગરોથી લડનારા મોદીને ગુજરાતના મગરોથી કેમ છે ડર? : હાર્દિકનું અાવ્યું TWEET

નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સી-પ્લેન દ્વારા ઉતરણ કરવાનો કાર્યક્રમ રદ કરાયો છે. નર્મદા ડેમ સાઈટ પર તળાવ નંબર-ત્રણમાં વધુ પડતા મગર હોવાને કારણે કાર્યક્રમ રદ કરાયો છે. અગાઉ પીએમ મોદી સીધા સાધુ બેટ ખાતે…

પ્રધાનમંત્રી મોદીનું સપનું પૂરૂ કરશે ગુજરાત સરકાર, લેવાયો છે મોટો નિર્ણય

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સપનું, ભારત ટુડે+બાયોટેક્નોલોજી=ભારત ટુ મોરો (BT+BT=BT) ગુજરાતમાં સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. તેના માટે ગુજરાતમાં બાયોટેક્નોલોજી યુનુવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. રાજ્યમાં બાયોટેક્નોલોજીના ઝડપી વિકાસ અ રોજગારીની વિપુલ તકો ઉભી કરવા માટે રાજ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ વિધાનસભામાં…

એકતા યાત્રા : ભાજપમાં જ નથી એકતા, અમદાવાદના 2 સાંસદ રહ્યાં ગેરહાજર

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને રાજ્યભરમાં એકતા યાત્રા રથનું આજથી પ્રસ્થાન થયું છે. અમદાવાદમાં  નિકોલ વિસ્તારમાં પણ એકતા યાત્રા રથનું ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે પ્રસ્થાન કરાવ્યું. આ રથ અમદાવાદ શહેર અને જિલ્લામાં ફરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જશે….