Archive

Category: Gujarat

જયંતિ ભાનુશાળી હત્યાકેસમાં ATSને મળી સૌથી મોટી સફળતા, હવે ઉકેલાઈ જશે કેસ

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળી હત્યા પ્રકરણમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. જયંતિ ભાનુશાળી હત્યા પ્રકરણમાં સંડોવાયેલા 2 શાર્પ શૂટરની ડાંગથી ધરપકડ કરાઇ છે. નોંધનીય છેકે 8 જાન્યુઆરીના રોજ કચ્છથી અમદાવાદ આવતા સમયે જયંતિ ભાનુશાળીની કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ…

સ્વાઇન ફ્લુમાં નિષ્ફળ રૂપાણી સરકારને હાઈકોર્ટે ઝાટકી, કર્યો આ આદેશ

રાજ્યભરમાં વકરી રહેલા સ્વાઇન ફ્લૂને ડામવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવા માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આદેશ કર્યો છે. સ્વાઇન ફ્લૂને ખાળવા માટે રાજ્ય સરકાર પાસે પૂરતા…

શિયાળો પૂર્ણ થવાના અંત પર છે છતાં સ્વાઈન ફ્લૂની અસર હજુ ઓછી થઈ નથી

શિયાળાની વિદાયની તૈયારી છે. આમ છતાં સ્વાઇન ફલૂના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યા. આજે વધુ 94 કેસ નોંધાયા છે. જ્યારે આજના દિવસમાં 3 દર્દીઓના સ્વાઇન ફલૂથી મૃત્યુ થયા છે. તો હજુ પણ 618 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તો…

મહેસાણા ભાજપમાં ભડકો : નારણ કાકાના સમર્થકોનો હોબાળો, વેવાઈ વાદ કરો બંધ

મહેસાણાના વિસનગર ખાતે ભાજપની બેઠકમાં ઊંઝા એપીએમસી મામલે વિરોધ થયો હતો. ભાજપના મહામંત્રી કે.સી. પટેલેનો ઉંઝા અને અન્ય તાલુકા ભાજપ કાર્યકરોએ સુત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. વિસગરની એસ.કે. યુનિવર્સિટી ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી. જે દરમિયાન નારણભાઈ પટેલના સમર્થનમાં…

સૌરાષ્ટ્ર પટેલ સમાજના સમૂહ લગ્ન ખાસ બની રહેવાના છે, એક-એક રૂપિયાનું થશે સમર્પણ

સુરત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં જે ચાંદલો ભેગો થશે તે કાશ્મીરના પુલવામાં શહીદ વીર જવાનોના પરિવારને અર્પણ કરવામાં આવનાર છે. આ સમૂહ લગ્નમાં પચાસ હજાર જેટલા લોકો પણ હાજર રહેવાના…

પૂનિતનગર ચોકમાં BRTSના કાચ તોડી નાખ્યા કારણ શ્રમિકને કચડી નાખ્યો

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા પુનિતનગર ચોકમાં અકસ્માતમાં એકનું મજૂરનું મોત થયું હતું. ત્યારબાદ બે BRTS બસ અને બસ સ્ટોપમાં તોડફોડ કરાઇ હતી. 3 યુવાનો રેલિંગ કુદી BRTS રોડ પર જતાં હતાં ત્યારે 2 યુવાનો રેલી કુંદી ગયા. જ્યારે…

પ્રિયંકા અને રાહુલ ગાંધી આ દિવસે અમદાવાદમાં કરશે રોડ-શો, ભાજપને આવશે ટેન્શન

દક્ષિણ ગુજરાતમાં લાલડુંગરી ખાતે જનઆક્રોશ રેલી સંબોધીને રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યાં છે. હવે કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા ગુજરાતમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવાનુ નક્કી કર્યુ છે. સૌ પ્રથમવાર ગુજરાતમાં અમદાવાદ ખાતે ૨8મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ…

આ દિવસથી વિધાનસભાનું સત્ર શરૂ થશે, પહેલા બેઠકમાં આ ખાસ કામ કરાશે

આગામી 18 ફેબ્રુઆરીથી પાટનગર ગાંધીનગરમાં વિધાનસભાનું બજેટ સત્ર થઈ રહ્યું છે. ત્યારે આ સત્રને લઈને કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિપક્ષની માંગને સ્વીકારીને ગૃહની કાર્યવાહીના સમયગાળામાં વધારો કરાયો છે. 18 તારીખથી શરૂ થતા આ સત્રના પ્રથમ દિવસે પુલવામા…

દૂધ ડેરીના મંત્રી 27 લાખ લઈને જઈ રહ્યા અને લૂંટારાઓ આવી ગયા પણ અજમાવ્યો આ રસ્તો

બનાસકાંઠાના ધાનેરાના ભાટીબ ગામ પાસે લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. દૂધ ડેરીના મંત્રી 27 લાખ રૂપિયા લઈ જતા હતા તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે મંત્રીએ અંતરિયાળ રસ્તામાં ગાડી ઘૂસાડતા લૂંટ થતા બચી હતી. લૂંટ કરવા આવેલા શખ્સો…

અમદાવાદમાં ચાનું વેચાણ કરતો આ દેશભક્ત પોતાની એક દિવસની કમાઈ ઘરે નહીં લઈ જાય

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ કરેલી નાપાક હરકતમાં દેશના જવાનો શહીદ થયા. લોકોએ કેન્ડલ માર્ચ કરી અને વિરોધ વ્યક્ત કરી દેશ ભક્તિ બતાવી. પણ અમદાવાદમાં એક ચા વાળાએ અનોખી પહેલ કરી પોતાનો દેશ પ્રેમ બતાવ્યો. કોણ છે આ ચા વાળો દેશ ભક્ત…

નારણ કાકાનો એકડો ગયો ભૂસાઈ : ભાજપે કરી દીધી ગેમ, આશાબેનને આપી મોટી ભેટ

ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને આશાબેન પટેલ ભાજપમાં આવ્યા બાદ ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મહેસાણા આસપાસના રાજકારણમાં કેટલાંક પાટીદાર નેતાઓ નો વર્ષોથી દબદબો રહ્યો છે. ખાસ કરીને 2017માં આશાબેન પટેલ સામે ઊંઝાની બેઠક હારી જનારા…

ડેન્ટલ કોલેજમાં NSUI દ્વારા હંગામો કરવામાં આવ્યો, કારણ કે પ્રિન્સિપાલ

જામનગરની ડેન્ટલ કોલેજમાં NSUI દ્વારા હંગામો મચાવાયો હતો. કોલેજમા પ્રિન્સિપાલની ગેરહાજરીને લઈને એનએસયુઆઇ એ હંગામો મચાવતા સુત્રોચાર કર્યા હતા. લાંબા સમયથી પ્રિન્સિપાલની અનિયમિતતાના કારણે કોલેજમાં સૂત્રોચ્ચાર કરાયા હતા અને પ્રિન્સિપાલને તાત્કાલિક હાજર કરવાની માંગણી કરી હતી. વિરોધ કરવા સાથે એનએસયુઆઇએ…

બાયડમાં કોંગ્રેસના MLA શહીદ પરિવારો માટે આગળ આવ્યા, પોતાની યથાશક્તિ રજૂ કરી

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ 3 મહિનાનો પગાર શહીદોના પરિજનોને અર્પણ કરીને દેશ પ્રત્યે પોતાની ભાવના પ્રગટ કરી છે. નોંધનીય છે કે પુલાવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિજનો તમામ ક્ષેત્રમાંથી લોકો યથાશકિત આર્થિક મદદ કરી રહ્યા છે. જેમાં હવે ગુજરાતના…

ગાંધીનગરમાં એક સફેદ કાર અને કારમાં કેટલાક બોક્સ, આ છે ગાંધીનું ગુજરાત

ગાંધીના ગુજરાતમાં દારુબંધી કાગળ પર જ છે. અને તે વાત પાટનગર ગાંધીનગરમાં જ સાચી પડી છે. ગાંધીનગરમાંથી 1 હજાર 686 બોટલ દારૂ ઝડપાયો છે. ગાંધીનગરના સેકટર સાત ખાતેથી એક કારમાંથી દારૂની બેટલ મળી આવી છે. અને કાર સહિત 10 લાખનો…

અમદાવાદમાં CWCની બેઠકમાં કોંગ્રેસ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી રહેશે હાજર

લોકસભાની ચૂંટણી પહેલા કોગ્રેસ એક્શનમાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં બેઠકોનો દોર યોજાયો. ચૂંટણી સમિતિ, મેનીફેસ્ટો અને પબ્લીસીટી ટીમની બેઠક યોજાઈ. સાતવે કહ્યું કે વલસાડમાં જે રીતે કોંગ્રેસને સમર્થન મળ્યું એજ અમારી જીત છે. કોંગ્રેસનું પરફોર્મન્સ ખૂબ…

AXIS બેંકનો કેશિયર અચાનક ચોંકી ગયો અને પછી ખબર પડી કે લૂંટ શરૂ થઈ ગઈ

ગાંધીનગર છત્રાલ GIDCમાં ફાયરીંગ કરી લૂંટ કરવામાં આવતા સનસની ફેલાઈ છે. છત્રાલ GIDCમાં આવેલી એક્સિસ બેંકના કેશિયરને માર મારીને લૂંટી લેવાયો છે. બેથી વધારે શખ્સોએ બેંકની અંદર જ ફાયરીંગ લૂંટ કર્યાનો પોલીસ કંટ્રોલમાં મેસેજ આવતા પોલીસ પણ દોડતી થઈ હતી….

સિંચાઈ કૌભાંડમાં સામેલ ધારાસભ્યે માગ્યા જામીન, હાઇકોર્ટે આપી આ મુદત

વિધાનસભામાં સિંચાઇ કૌભાંડ અંગેના પ્રશ્નો ન પૂછવા માટે રૂપિયા ૪૦ લાખની લાંચ માગવાના કેસમાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી છે, જેની વધુ સુનાવણી ૨૦મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. સેશન્સમાં જામીન ન મળતાં હાઈકોર્ટ આવ્યા સાબરિયાની રજૂઆત…

પુલવામામાં આતંકી હુમલાની અસર ગુજરાતમાં, આ મંદિરની સુરક્ષા વધારાઈ

પુલવામા ખાતેના આતંકી હુમલાને લઈને દેવભૂમિ દ્વારકાના જગત મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દ્વારકા-જામનગર તરફ આવતા વાહનોનું ખોડિયાર ચેકપોસ્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. તો દ્વારકાધીના મંદિરની આસપાસ પણ સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન કરી દેવામાં આવી…

VIDEO : શહીદોનું લોહી વહ્યું અને દેશનું ઉકળ્યું, આજે રાજ્યભરમાં બંધ તો ક્યાંક આવી મદદ

પુલવામાં આતંકી હુમલાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ છે અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાને લઇને સરકારે સર્વપક્ષીય બેઠક યોજી છે. ગૃહપ્રધાન…

અમદાવાદ પાલીકા બજેટની બેઠકમાં વરવા દ્રશ્યો, લગાવાયા ચોકીદાર ચોર હૈના નારા

અમદાવાદની મહાપાલિકાની બજેટ લક્ષી બેઠકમાં વરવા દ્રશ્યો સર્જાયા છે અને આ બેઠક ભારે હંગામેદાર બની ગઈ હતી. આ બેઠકમાં વિપક્ષના કાર્પોરેટરે ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. સત્તાપક્ષ અને વિપક્ષની હુંસાતુંસીમાં રાજકારણનું વરવુ સ્વરૂપ જોવા મળ્યુ હતુ. Read Also

26મીએ કોંગ્રેસના 85 નેતાઓ આવશે ગુજરાત, પ્રિયંકા, રાહુલ અને મનમોહનસિંહ પણ રહેશે હાજર

દક્ષિણ ગુજરાતમાં લાલડુંગરી ખાતે જનઆક્રોશ રેલી સંબોધીને રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યાં છે. હવે કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા ગુજરાતમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવાનુ નક્કી કર્યુ છે. સૌ પ્રથમવાર ગુજરાતમાં અમદાવાદ ખાતે ૨૬મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ…

સૈનિકોની શહાદતને સલામ કરવા માટે અમદાવાદની મોટી અને ધમધમતી બજારો બંધ

આટલા દર્દનીય હુમલા પછી જો કોઈ શાતં બેસે તો શું કહેવું. માટે અમદાવાદે ખૂબ જ હટકે વિરોધ કર્યો છે. જવાનો પર થયેલાં હુમલાના બનાવને શહેરના વેપારીઓએ માર્કેટ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ યોજાઈ છે. સુરતની…

આતંકી હુમલાની જ્વાળા દરેક દેશવાસીઓના મનમાં, રાજ્યમાં ઠેરઠેર કેન્ડલ માર્ચ યોજીને શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

દેશ પરના આતંકી હુમલાની જ્વાળા દરેક દેશવાસીઓના મનમાં દેશભક્તિની જ્યોત પ્રજવ્વલિત થઇ. જેની સાથે ઠેરઠેર કેન્ડલ માર્ચ યોજીને શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. #PatnaWe are with u ❤️😢😢 #StandWithForces #PulwamaAttack #boycottkapilsharmashow pic.twitter.com/iJQgCAru0Y— 🇮🇳Tushar🇮🇳 (@TusharMohanSin5) February 15, 2019 લુણાવાડામાં  નગરજનો અને…

પુલવામા હુમલાના વિરોધમાં અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદમાં અનેક બજારો બંધ રહેશે

પુલવામા હુમલાના વિરોધમાં અમદાવાદના વિવિધ બજારો આજે બંધ પાળશે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અનેક બજારો બંધ રહેશે. માધુપુરા, જૂના અને નવા કાપડ માર્કેટ બંધ પાળશે. #StandWithForces#Ahmedabad clothes market close today pic.twitter.com/Effw1y8em4— sudeshmakhecha (@prince_makhecha) February 16, 2019 તમામ વેપારીઓ સ્વૈચ્છીક બંધમાં…

આતંકી હુમલો : ગુજરાતીઓ કાશ્મીર નહીં જઈ શકે, અમદાવાદમાં લેવાયો મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનોને શહીદ કરવામાં આવ્યા છે. આ ગંભીર આત્મઘાતી હુમલાને લઇ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ગુજરાતના 200થી વધુ ટૂર ઓપરેટરઓ કાશ્મીર ટૂરીઝમનો સંપુર્ણ બોયકોટ કર્યો છે તેમને આજથી કાશ્મીરનું એકપણ બુકીંગ નહીં…

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સફેદ કપડા સાથે દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

ગુજરાતના એક એક જિલ્લામાં લોકોમાં આક્રંદ છે. અમદાવાદ ખાતે યુથ કોંગ્રેસના નેતાઓ કેન્ડલ સાથે માર્ચ કાઢી છે. કેન્ડલ માર્ચના આયોજનમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા. તો સાથે જોડાયેલી જનતાએ પાકિસ્તાન મૂર્દાબાદના નારા લાગ્યા હતા. અમદાવાદના ગાંધી આશ્રમમાં યોજાયેલી પ્રાર્થના સભામાં…

વરસાદની અછતના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન, આ યુવાનો પહોંચ્યા ગાંધીનગર

રાજ્યમાં વરસાદની અછતને કારણે મોટા પાયે પાકને નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે પાટણના યુવાનોએ ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સાથે રાજ્યપાલને રજૂઆત કરી હતી. પાટણના યુવાનોએ જણાવ્યું હતું કે રાજય સરકારને વારંવાર રજુવાતો કરવા છતાં સરકાર…

ભાવનગર-દહેજની રો-રો ફેરીમાં સવાર મુસાફરો અચાનક રૂમ છોડીને લોબીમાં પહોંચી ગયા

ભાવનગર-દહેજની રોપેક્સ ફેરીમાં એસી બંધ થઈ જતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા. એસી બંધ હોવાથી મુસાફરો પેસેન્જર રૂમમાંથી બહાર લોબીમાં આવી ગયા હતા. એસી બંધ હોવા છતાં રોરો ફેરીના કોઈ કર્મચારી કે અધિકારીએ જવાબો ન આપતા પેસેન્જરોનો રોષ ભભૂક્યો હતો.

ગુજરાતમાં પ્રથમવાર શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ પ્રેક્ટિકલ પરીક્ષા, સ્કૂલોનો ઇજારો છિનવાયો

ધોરણ 12માં અત્યાર સુધી પ્રેકટીકલ પરીક્ષા સ્કૂલો દ્વારા લેવામાં આવતી હતી. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે પહેલી વાર ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાઇ રહી છે. જેમાં 1 લાખ 57 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ 377 સેન્ટર્સ…

અમદાવાદમાં ઠેર-ઠેર લોકોમાં રોષ, આ તમામ બજારો દ્વારા એક દિવસનું બંધ

અમદાવાદના ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશને પણ પુલવામા આતંકી હુમલાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે. વકીલોએ મીણબત્તી સળગાવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા હતા. પુલવામા આતંકી હુમલાનો અમદાવાદની એચ.કે. કોલેજમાં વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. કોલેજમાં વિદ્યાર્થીઓએ પાકિસ્તાન મુર્દાબાદના…