GSTV
India News Trending

વિદેશથી આવનારાઓએ નહીં રહેવુ પડે સાત દિવસ હોમ ક્વોરેન્ટાઈન, કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરવાનું શરૂ કર્યું છે. સરકારે 14 ફેબ્રુઆરીથી દેશમાં આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી કોરોના માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા મુજબ, એરપોર્ટ પર કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વિદેશથી આવતા મુસાફરો માટે સાત દિવસની આઇસોલેશનની ફરજિયાત આવશ્યકતા રહેશે નહીં.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, તમામ મુસાફરો આગમન પછી 14 દિવસ સુધી પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખશે. જો મુસાફરોમાં સ્વ-સ્વાસ્થ્યની દેખરેખ દરમિયાન કોરોનાના ચિહ્નો જણાઈ આવે તો તેમણે તુરંત આઈસોલેશનમાં મોકલી દેવામાં આવશે. અને નજીકના આરોગ્ય કેન્દ્રને પણ જાણ કરવાની રહેશે. મુસાફરોએ મુસાફરીની શરૂઆતના 72 કલાક પહેલા RT-PCR રિપોર્ટ ફરજિયાત અપલોડ કરવા સિવાય તેમનું સંપૂર્ણ રોગપ્રતિકારક પ્રમાણપત્ર બતાવી શકે છે. એટલું જ નહીં, સરકારે ઉચ્ચ ઓમિક્રોન કેસ લોડ ધરાવતા વિવિધ દેશો માટે ‘એટ રિસ્ક’ માર્કિંગ પણ હટાવી દીધું છે.

વિદેશથી ભારત આવતા લોકો માટે સરકારે ફરજિયાત સાત દિવસના હોમ ક્વોરેન્ટાઇનમાંથી રાહત આપી છે. તેના બદલે, મુસાફરોને 14 દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. નવી માર્ગદર્શિકા બાદ તે વાત સ્પષ્ટ છે કે હવે જોખમ ધરાવતા દેશો અને અન્ય દેશોમાંથી આવતા લોકો વચ્ચે કોઈ તફાવત રહેશે નહીં.

MUST READ:

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk
GSTV