GSTV

ખતરાની ઘંટી/ દેશમાં જીવલેણ કોરોના બાદ હવે ચીનના ‘કેટક્યુ’ વાયરસનો તોળાતો ભય

ચીનમાંથી આવેલા જીવલેણ કોરોના વાઈરસના પ્રકોપનો ભારત સહિત સમગ્ર દુનિયા સામનો કરી રહી છે અને તેનાથી પીછો છોડાવવા મથામણ કરી રહી છે તેવા સમયે ભારત સહિત દુનિયા પર ચીનમાંથી જ વધુ એક વાયરસના પ્રસારનું જોખમ તોળાઈ રહ્યું છે. આઈસીએમઆરે ભારત સરકારને ચેતવણી આવી છે કે ચીનનો કેટ ક્યુ વાયરસ ભારતમાં ઘૂસી શકે છે. આ વાયરસ માણસમાં તીવ્ર તાવ, મેનિન્જાઈટિસ અને બાળકોમાં ઈન્સેફલાઈટિસની સમસ્યા ઊભી કરી શકે છે. દરમિયાન આઈસીએમઆરના બીજા સીરો-સરવેમાં જણાવાયું છે કે દેશની વસતીનો એક મોટોભાગ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. ઓગસ્ટ 2020 સુધીમાં 10 વર્ષથી વધુ વયની દરેક 15મી વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.

દેશમાં દર 15મી વ્યક્તિને કોરોનાનો ચેપ

ભારતમાં કોરોના આંશિક રીતે નબળો પડયો હોય તેમ જણાઈ રહ્યું છે. દેશમાં મંગળવારે કોરોનાના નવા 82,473 કેસ સામે આવ્યા હતા જ્યારે 85,481 દર્દીઓ સાજા થયા હતા. દેશમાં 24 કલાકમાં કોરોનાથી વધુ 1167નાં મોત નીપજ્યાં છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 62,13,008 થઈ છે, જેમાંથી 51,74,418 દર્દી સાજા થયા છે જ્યારે કુલ મૃત્યુઆંક 97,411 થયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના 13.66 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 36,181 થયો છે.

દેશમાં મંગળવારે કોરોનાના નવા 82,473 કેસ સામે આવ્યા

આઈસીએમઆરની પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીના સાત સંશોધકોને ટાંકીને જણાવાયું છે કે ચીન અને વિયેતનામમાં કેટ ક્યુ વાયરસની હાજરીની જાણ થઈ છે. અહીં ક્યુલેક્સ મચ્છરો અને ડુક્કરોમાં આ વાયરસ મળ્યો છે. એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે ભારતમાં પણ ક્યુલેક્સ મચ્છરોમાં કેટક્યુ વાયરસ જેવું કંઈક મળ્યું છે. સંસ્થાએ કહ્યું કે સીક્યુવી મૂળભૂતરૂપે ડુક્કરમાં મળી આવે છે અને ચીનના પાલતુ ડુક્કરોમાં આ વાયરસ વિરૂદ્ધ એન્ટીબોડીસ જોવા મળી છે. તેનો અર્થ એ છે કે કેટક્યુ વાયરસે ચીનમાં સૃથાનિક સ્તરે તેનો પ્રકોપ ફેલાવવાનું શરૂ કર્યું છે. વૈજ્ઞાાનિકોએ વિવિધ રાજ્યોમાં 883 લોકોના સેમ્પલ લીધા અને બેમાં આ વાયરસ વિરૂદ્ધ એન્ટીબોડી જોવા મળ્યા. તપાસમાં જાણવા મળ્યું કે બંને લોકો એક જ સમયે વાયરસથી સંક્રમિત થયા હતા.

ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં જૂન મહિનામાં પ્રકાશિત એક સંશોધનમાં કહેવાયું છે કે, માણસોના સીરમ સેમ્પલોની તપાસમાં એન્ટી-સીક્યુવી આઈજીજી એન્ટીબોડી મળી આવવી અને મચ્છરોમાં સીક્યુવીના રેપ્લકેશન ક્ષમતાથી જાણવા મળે છે કે ભારતમાં આ બીમારી ફેલાવવાની ક્ષમતા છે.  બીજીબાજુ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, આઈસીએમઆર દ્વારા હાથ ધરવામાં આવેલા બીજા સીરો સરવે મુજબ દેશની મોટી વસતી હજી પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી શકે છે. આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે જણાવ્યું કે આઈસીએમઆરના બીજા રાષ્ટ્રવ્યાપી સીરો સરવે મુજબ ઓગસ્ટ 2020 સુધીમાં દેશમાં 10 વર્ષથી વધુ વયની દર 15મી વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. સીરો રિપોર્ટમાં મોટી વસતીના કોરોનાની ઝપેટમાં આવવાની આશંકા વ્યક્ત થઈ છે.

એવામાં 5-ટી સ્ટ્રેટેજી (ટેસ્ટ, ટ્રેક, ટ્રેસ, ટ્રીટ અને ટેક્નોલોજી) અપનાવવી પડશે. આઈસીએમઆરના ડીજીએ રાજ્ય  સરકારોને ચેતવણી આપી છે કે આગામી તહેવારોની સીઝન, શિયાળાની મોસમને ધ્યાનમાં રાખતાં વિશેષ સાવધાની રાખવામાં આવે. તહેવારોમાં મોટી સંખ્યામાં લોકોના એકત્ર થવાની આશંકાને પગલે રાજ્ય સરકારોએ નવી કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી અપનાવવી પડશે. આ રિપોર્ટ મુજબ દેશના ગ્રામીણ વિસ્તારો કોરોનાથી વધુ પ્રમાણમાં અસરગ્રસ્ત નથી થયા. 

કેટક્યુ વાયરસ સૌથી પહેલાં 2004માં મળ્યો હતો

કેટ ક્યુ વાયરસ (સીક્યુવી) જીનસ ઓર્થોબનિયાવાયરસ (બનિયાવીરીડે પરિવાર)ના સિમ્બુ સેરો ગૂ્રપનો વાયરસ છે. ઉત્તરીય વિયેતનામમાં 2004માં બાળકોમાં એન્સેફેલિટિસીની સારવાર દરમિયાન આર્બોવાયરની પ્રવૃત્તિઓ પર નજર રાખતી વખતે મચ્છરોમાંથી આ વાયરસને સૌપ્રથમ વખત આઈસોલેટ કરાયો હતો. આ વાયરસ મોટાભાગે ચીનમાં ક્યુલેક્સ મચ્છરોમાં અને ઉત્તરીય વિયેતનામમાં ડુક્કરોમાં મળી આવે છે.

ક્યુલેક્સ મચ્છરો હુંફાળા અને ભેજવાળા વાતાવરણ તરફ આકર્ષાય છે, તેથી કળણ, તળાવ આૃથવા સરોવરની નજીકના વિસ્તારોમાં આ મચ્છરોનો ઉપદ્રવ હોવાનું જોખમ વધુ છે. વધારામાં આ મચ્છરોના બ્રીડિંગ માટે બંિધયાર પાણીની આજુબાજુ અને ઉથલાવેલી ગ્રીલ તથા કચરાપેટી આદર્શ સ્થળો છે. આ મચ્છરો મોટાભાગે મળસ્કે આૃથવા સંધ્યા સમયે દેખાય છે.

READ ALSO

Related posts

Bank Holiday: નવેમ્બરમાં 15 દિવસ બંધ રહેવાની છે બેન્કો, આ તારીખોમાં જ પતાલી લો તમારા મહત્વના કામ

Bansari

સુશાંતના મિત્રએ બોમ્બે હાઈકોર્ટમાં કરી અરજી, દિશા સાલિયાન કેસમાં CBI તપાસની કરી માગ

Mansi Patel

મહેશ-નરેશની બેલડીને પણ મોદી ના ભૂલ્યા, પીએમે અર્પી શ્રદ્ધાંજલી- પરિવારને સાંત્વના પાઠવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!