GSTV
Home » News » બિલાડીની સમજદારી જાણીને થઈ જશો Shocked, આ રીતે માસૂમનું જીવન બચાવ્યું

બિલાડીની સમજદારી જાણીને થઈ જશો Shocked, આ રીતે માસૂમનું જીવન બચાવ્યું

પ્રાણીઓ ખૂબ જ સમજદાર હોય છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અહીં અમે આજે તમને આવી જ એક કહાની જણાવવા જઈ રહ્યાં છે, જેની સમજદારીને કારણે 2 વર્ષની બાળકીનું જીવન બચી ગયુ. ઘટના ન્યૂયોર્કમાં રહેતી સિંગલ મધર જેનિને સાથે થઈ. અમેરિકામાં એક મહિલાએ શેલ્ટર હોમમાંથી બિલાડીને દત્તક લીધી હતી. બિલાડી ખૂબ જ શાંત અને સમજદાર હતી. બિલાડીનું નામ હેર્બી રાખવામાં આવ્યું.

જેનિની બે વર્ષની દીકરી ઈસાબેલ સાથે હેર્બીનું એટેચમેન્ટ વધારે હતું. બિલાડી અચાનક એક દિવસ જેનિનેની પાસે જઇને રોવા લાગી. પહેલા જેનિનેએ ધ્યાન આપ્યું નહીં, પરંતુ થોડો સમય બાદ બિલાડીના ઈશારે જ્યારે તેણી પોતાની પુત્રીના રૂમમાં આવી તો તેની પુત્રીની સ્થિતિ જોઈને તેણી આઘાતમાં ગરકાવ થઈ ગઈ. તેની પુત્રીનો ચહેરો ધાબળાથી ઢંકાઈ ગયો હતો અને તેનો શ્વાસ રૂંધાતો હતો.

ઓફિસથી આવ્યા બાદ જેનિને સૂઈ ગઈ હતી. તેની બે વર્ષની પુત્રી ઈસાબેલ પોતાના રૂમમાં ઉંઘી ગઈ હતી, ત્યારે પોતાની પાળેલી બિલાડી હેર્બી ઈસાબેલના રૂમમાં આવી ગઈ, તો તેને કઈક અઘટિત થયાનો અહેસાસ થયો, પરંતુ એવું કઈ થયુ નહોતું. બિલાડીના ઈશારે જ્યારે જેનિને ઈસાબેલના રૂમમાં ગઈ તો તેણે જોયું કે હેર્બી સંપૂર્ણ રીતે ધાબળાથી ઢંકાયેલી હતી. ઈસાબેલે ધાબળો મોંઢા સુધી ઢાંકી દીધો હતો, જેને કારણે તેનો શ્વાસ રૂંધાતો હતો અને તેને હટાવી શકતી નહોતી.

જેનિનેએ તાત્કાલિક ભાગીને તેનો ધાબળો હટાવ્યો. ઈસાબેલના હાથ-પગ હલવાના બંધ થઈ ગયા હતાં. તેને તાત્કાલિક સારવારની જરૂર હતી. જેનિનેએ ઘરના ઉપચારથી ઈસાબેલની સ્થિતિને સ્થિર કરવાના પ્રયત્ન કર્યા. આખરે જેનિનેને સમજાયુ કે જો તેના ઘરમાં પાળેલી બિલાડી ના હોત તો આજે તેની પુત્રીને મોતના મુખમાંથી બચાવી શકી નાહોત.

READ ALSO

Related posts

રવીના ટંડન, ફરાહ ખાન અને ભારતી સિંહની ધરપકડ કરવાની ઉઠી માંગ, શખ્સે DGPને કરી અપીલ

Mansi Patel

આ છે વિશ્વનો સૌથી ખૂંખાર અને ક્રૂર તાનાશાહ, દેશવાસીઓ માટે જે કર્યું તે હતું અત્યંત પ્રશંસનીય

Yugal Shrivastava

વિરાટ કોહલી લઈ રહ્યો છે ક્રિકેટમાંથી નિવૃત્તિ? જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટને કહ્યું કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!