GSTV

વાઇરલ વિડીયો / ખિસકોલીને હેરાન કરી રહી હતી બિલાડી, જુઓ નાના જીવે કેવી રીતે સીખવડયો સબક

Last Updated on September 25, 2021 by Vishvesh Dave

ઇન્ટરનેટ પ્રાણીઓ સંબંધિત તસવીર અને વિડીયોથી ભરેલું છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પ્રાણીઓના વીડિયો સૌથી વધુ જોવામાં આવે છે અને ખૂબ પસંદ કરવામાં આવે છે. કેટલાક વીડિયોમાં પ્રાણીઓ વચ્ચે લડાઈ જોવા મળે છે, જ્યારે કેટલાકમાં તેમની હરકતો લોકોના દિલ જીતી લે છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક ખિસકોલી બિલાડીને પાઠ ભણાવતી જોવા મળે છે.આ વીડિયો જોઈને તમને પણ આશ્વર્ય થશે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે બગીચામાં એક બિલાડી નાની ખિસકોલીને હેરાન કરી રહી છે. એવું લાગે છે કે બિલાડી તેના પંજા સાથે ખિસકોલીને પકડવાનો પ્રયત્ન કરે છે. થોડા સમય માટે ખિસકોલીઅહીં અને ત્યાં કૂદા કુદ કરે છે. પરંતુ બિલાડી તેને વારંવાર હેરાન કરતી રહે છે.બાદમાં ખિસકોલી ગુસ્સે થઈ જાય છે અને બિલાડીને પાઠ ભણાવવા તેની પીઠ પર બેસે છે. હવે બિલાડીને સમજાતું નથી કે ખિસકોલી ક્યાં ગઈ છે. તેણી તેને અહીં અને ત્યાં શોધવાનું શરૂ કરે છે. આ વિડીયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @hopkinsBRFC21 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ વીડિયોનેખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ખિસકોલીએ બિલાડીને પાઠ ભણાવવા માટે એક અદ્ભુત સ્ટ્રેટેજી અપનાવી છે.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

ALSO READ

Related posts

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave

નોકરીની તક / ભારતનું પ્રથમ ‘સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ’ લોન્ચ, 50 હજાર યુવાનોને થશે લાભ

Zainul Ansari

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!