GSTV

એરંડાનો ભાવ મજબૂત રહેવાની સંભાવના, સંગ્રહ કરી એપ્રિલ, ૨૦૨૧ પછી વેચાણ કરવા નિર્ણય કરી શકાય

Last Updated on March 1, 2021 by Karan

ચાલું વર્ષ ૨૦૨૦-૨૧ માં ભારતમાં એરંડા ઉગાડતા પ્રદેશોમાંચોમાસુંખૂબજ સારૂરહેલ, જેનાથી વધારે ઉપજ માટેની સંભાવના છે. જો કે ૨૦૧૯-૨૦માં લોકડાઉનને લીધે એરંડિયાની નિકાસ ધીમી રહેવાથી એરંડાના ભાવ નીચા રહેલ જેના લીધે આ વર્ષે વાવેતર ઘટીને 8.૪૨ લાખ હેકટરમાં થયેલ છે, જે ગત વર્ષે ૧૦.૪૭ લાખ હેક્ટર જેટલું હતું. ઉપરાંત, સને ૨૦૧૯-૨૦માં દેશમાં૧૮.૪૨ લાખ ટન જેટલા ઊંચા ઉત્પાદનને લીધે પણ ભાવ દબાયેલા રહેલ હતા.

સપ્ટેમ્બર, ૨૦૧૯ માં ગુજરાતની વિવિધ બજારોમાં મણનાં રૂ׀.૧૧૦૦ હતો

એરંડાનો ભાવ સપ્ટેમ્બર, ૨૦૧૯ માં ગુજરાતની વિવિધ બજારોમાં મણનાં રૂ׀.૧૧૦૦ હતો, જે  ઘટીને માર્ચ, ૨૦૨૦ માં મણનાં રૂ׀.૭૪૦ અને મે, ૨૦૨૦ માં રૂ׀. ૭૦૦ જેટલા થયેલ હતા. જો કે ત્યારબાદ નિકાસમાં વધારો થતા અને વાવેતર અને ઉત્પાદન (૧૭.૭૬લાખ ટન, બીજો આગોતરો અંદાજ તા. ૨૪-૨-૨૦૨૧)માં ઘટાડો નોંધતા ભાવ ફરીથી વધીને નવેમ્બર, ૨૦૨૦માં મણનાંરૂ׀.૯૦૦ જેટલા થયેલ. હાલમાં, ફેબ્રુઆરી, ૨૦૨૧માં એરંડાનાં ભાવ મણનાં રૂ׀. ૮૭૦ જેટલા પ્રવર્તમાન છે. જેકાપણી સમયે થોડી વધ-ઘટ સાથે આ સ્તરે સ્થિર રહેવાની સંભાવના છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં એરંડાનું વાવેતર અંદાજે ૭.૩૭ લાખ હેક્ટર હતું

ગુજરાતમાં વર્ષ ૨૦૧૯-૨૦માં એરંડાનું વાવેતર અંદાજે ૭.૩૭ લાખહેક્ટર જેટલું થયેલ હતું, જે ઘટીને ચાલું વર્ષ ૨૦૨૦-૨૧માં ૬.૩૮ લાખ હેક્ટર થયેલ છે, અને ઉત્પાદન ગયા વર્ષનાં ૧૪.૩૨ લાખ ટનનીસરખમણીએ આ વર્ષે થોડું વધીને ૧૪.૬૯લાખ ટન (બીજો આગોતરો અંદાજતા.8-૧-૨૦૨૧)જેટલુંથશે.ચાલું વર્ષે પાકની સ્થિતિ સારી  હોવાથી ઉત્પાદન વધુ મળશે. રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં ગયા વર્ષ કરતા આ વર્ષેવાવેતરનોવિસ્તાર ઓછો હોવાનો અંદાજ છે, પરંતુ રાજસ્થાનમાં પણ પાકની સ્થિતિ સારી છે.

રોગચાળાને લીધે ચીનમાં લોકડાઉન થવાથી એરંડાનાં તેલની નિકાસ ઘટી

જાન્યુઆરી થીએપ્રિલ, ૨૦૨૦દરમિયાનકોવિડ -૧૯રોગચાળાને લીધે ચીનમાં લોકડાઉન થવાથી એરંડાનાં તેલની નિકાસ ઘટીને ૫.૪૯લાખ ટન થયેલ હતી, જે ૨૦૧૮-૧૯મા ૬.૧૯ લાખ ટન હતી. જોકે ચાલું વર્ષે એપ્રિલથી ડિસેમ્બર, ૨૦૨૦ સુધીમાં લગભગ ૫.૦૬લાખ ટન એરંડા તેલની નિકાસ થયેલ છે અને માર્ચ, ૨૦૨૧ સુધીમાં તે આશરે ૬.૭૫લાખ ટન થઈ શકે છે. એરંડાનાં તેલનાં વિવિધ ઉત્પાદનોની નિકાસ અને ઘરેલું વપરાશલગભગ ૧.૫લાખ ટન થવાની ધારણા છે. આ માટે આશરે ૧૯લાખ ટન એરંડાનુંપિલાણ કરવાની જરૂરીયાત રહેશે. જેદર્શાવે છે કે, ચાલુ વર્ષનું ઉત્પાદન તેલની માંગ કરતા થોડું ઓછું રહેશે. જો કે, વેપારીઓ અને ખેડૂતો પાસે ગત વર્ષનો સંગ્રહિત જથ્થોલગભગ ૨.૫લાખ ટન હોઈ શકે,જેભાવ વધતા અટકાવનારૂ એક માત્ર પરિબળછે.

એરંડાનાં ઐતિહાસિક માસિક ભાવનું વિશ્લેષણ

એરંડાનું ઉત્પાદન અને બજારના અહેવાલોને ધ્યાનમાં લઇ, કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની સંશોધન ટીમે પાટણ માર્કેટિંગ યાર્ડમાંનાં એરંડાનાં ઐતિહાસિક માસિક ભાવનું વિશ્લેષણ  કરેલ છે. જે વિશ્લેષણ મુજબ એવું તારણ છે કે માર્ચથી એપ્રિલ, ૨૦૨૧ દરમ્યાન એરંડાનાં ભાવ (કાપણી સમયે) મણનાં રૂ׀. ૮૬૦ થી ૯૪૦ (ક્વિન્ટલદીઠ રૂ׀.૪૩૦૦ થી ૪૭૦૦) રહેવાની સંભાવના છે. જેથીખેડૂતભાઈઓ ઉપરોક્ત પરિસ્થિતિની નોંધ લઈ પોતાની રીતે નિર્ણય કરી અનુકુળતા મુજબ એરંડાનો સંગ્રહ કરી, એપ્રિલ, ૨૦૨૧ પછી વેચાણ કરવાનો નિર્ણય લઈ શકે છે. જો નિકાસની તકો જળવાઈ રહે તો ભવિષ્યમાં એરંડાનાં ભાવ થોડા વધવાની સંભાવના રહેલી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

Damini Patel

આત્મનિર્ભરતા / વાંસમાંથી વિવિધ ચીજો બનાવી ગુજરાન ચલાવતા આદિવાસી કોટવાડિયા પરિવારોને વાંસ નહી મળતા જાતે ખેતી શરૃ કરી

Bansari

Indian Currency: એક રૂપિયાનો જુનો સિક્કો બનાવી શકે છે કરોડપતિ, ક્યાંક તમારી પાસે તો નથીને આ જુનો સિક્કો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!