GSTV

ખરતા વાળ અને ટાલની ચિંતા છોડોઃ વાળની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે આ એક ઉપાય, જાણો કેવા મળી રહ્યા છે તેના ફાયદાઓ

હેર

Last Updated on June 25, 2021 by Karan

કેસ્ટર ઓઈલને એરંડા તેલ -દિવેલ કહેવામાં આવે છે. આ તેલમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે. આયુર્વેદમાં, તેનો ઉપયોગ બધી સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. સગર્ભા સ્ત્રીઓ પણ ડોક્ટરની સલાહ પર ડિલિવરી પહેલાં એરંડા તેલની અમુક માત્રામાં સેવન કરાવવામાં આવે છે. દિવેલ વાળ માટે પણ વરદાનથી ઓછું નથી. જે લોકોના વાળ વધતા નથી, વાળ સુકા અને નિર્જીવ થઈ ગયા છે અથવા તો નાની ઉંમરે સફેદ થઈ ગયા છે, તેઓએ દિવેલનો ઉપયોગ કરવો જોઈએ.

કન્ડિશનરનો ઉપયોગ કરવાની ભલામણ

વાળને નરમ અને સરળ બનાવવા માટે કન્ડિશનરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ એરંડા તેલ પોતે જ એક મહત્ત્વનું કન્ડિશનર છે. તેને એલોવેરા જેલ, લીંબુ અને મધ સાથે વાળની મૂળિયા પર લગાવીને એક કલાક માટે રહેવા દો. થોડા સમય પછી વાળને ધોઈ લો. એનાથી વાળ મજબૂત અને નરમ બને છે.

એન્ટિ ઈન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણથી ભરપૂર

દિવેલ એન્ટિ ઈન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણથી ભરપૂર હોય છે. તેના ઉપયોગથી વાળ મજબૂત થાય છે, વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે અને વાળનો ગ્રોથ ખૂબજ ઝડપી થાય છે. દિવેલ થોડું ચીકણું હોઈ તેને નાળિયેર તેલમાં મિશ્ર કરીને તેનો ઉપયોગ કરી શકો છો. તેને એકથી બે કલાક વાળ પર રાખીને પછી માથું ધોઈ લો.

તેલ

એરંડા તેલ વાળને સફેદ થતા રોકે

આજકાલ નાના બાળકોના વાળ પણ સફેદ થઈ જવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, એરંડા તેલનો વપરાશ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. એરંડા તેલ વાળને સફેદ થતા રોકે છે અને વાળ કાળા અને જાડા બને છે.

વાળ ફાટવાની સમસ્યા દૂર થાય

જે લોકોના વાળ ફાટીયા મોં વાળા અર્થાત બે ફાડા થઈ જાય છે. તેઓએ અઠવાડિયામાં બેથી ત્રણ વાર દિવેલ – એરંડા તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વાળ ફાટવાની સમસ્યા દૂર થાય છે.

ચમક પરત લાવવા માટે એરંડા તેલ લગાવવું

આજકાલ, તમામ પ્રકારના રંગો અને અન્ય પ્રોડક્ટના ઉપયોગથી વાળની ચમક ગાયબ થઈ જતી હોય છે. જો વાળની શાઈનિંગ ચાલી જાય તો તેની અસર તમારા લૂક ઉપર પડે છે. ચમક પરત લાવવા માટે એરંડા તેલ લગાવવું જોઈએ. તે વાળ માટે ઢાલ તરીકે કામ કરે છે અને ઉત્પાદનોના ઉપયોગથી થતા નુકસાનની ભરપાઇ પણ કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

Pravin Makwana

કોરોના વાયરસ/ ભારતમાં એક્ટિવ કેસોમાં સતત વધારો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Damini Patel

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!